Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઍમ્બપ્પેએ પેલેનો એક રેકૉર્ડ તોડ્યો, બીજા વિક્રમની નજીક

ઍમ્બપ્પેએ પેલેનો એક રેકૉર્ડ તોડ્યો, બીજા વિક્રમની નજીક

06 December, 2022 08:59 AM IST | Doha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલૅન્ડને ૩-૧થી હરાવીને ફ્રાન્સ ક્વૉર્ટર ફાઇનલમાં, ઇંગ્લૅન્ડ સાથે થશે મુકાબલો

ફ્રાન્સને મૅચનો પ્રથમ ગોલ ઑલિવિયે ઝિરુએ અપાવ્યો હતો. તે શરૂઆતથી ગજબ ફૉર્મમાં હતો અને તેણે કરીઅરના બાવનમા ગોલ સાથે પોતાના દેશના ટિએરી હેન્રીનો વિક્રમ તોડ્યો હતો.(ડાબે) અને ફ્રાન્સના કીલિયાન ઍમ્બપ્પે (વચ્ચે, બ્લુ જર્સીમાં)એ રવિવારે પોલૅન્ડ સામે પોતાનો બીજો ગોલ કરીને ફ્રાન્સની જીત નક્કી કરી નાખી હતી. તસવીર એ.એફ.પી.

FIFA World Cup

ફ્રાન્સને મૅચનો પ્રથમ ગોલ ઑલિવિયે ઝિરુએ અપાવ્યો હતો. તે શરૂઆતથી ગજબ ફૉર્મમાં હતો અને તેણે કરીઅરના બાવનમા ગોલ સાથે પોતાના દેશના ટિએરી હેન્રીનો વિક્રમ તોડ્યો હતો.(ડાબે) અને ફ્રાન્સના કીલિયાન ઍમ્બપ્પે (વચ્ચે, બ્લુ જર્સીમાં)એ રવિવારે પોલૅન્ડ સામે પોતાનો બીજો ગોલ કરીને ફ્રાન્સની જીત નક્કી કરી નાખી હતી. તસવીર એ.એફ.પી.


કતારના ફિફા વર્લ્ડ કપમાં રવિવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ફ્રાન્સે ઑલિવિયે ઝિરુના ૪૪મી મિનિટના અને કીલિયાન ઍમ્બપ્પેના ૭૪મી તથા ૯૧મી મિનિટના ગોલની મદદથી પોલૅન્ડને ૩-૧થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જેમાં શનિવારે (ભારતીય સમય મુજબ રાતે ૧૨.૩૦ વાગ્યાથી) એનો મુકાબલો ઇંગ્લૅન્ડ સાથે થશે. ઇંગ્લૅન્ડે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં સેનેગલને ૩-૦થી મહાત આપી હતી. ઍમ્બપ્પેએ બ્રાઝિલના મહાન ફુટબોલર પેલેનો એક વિક્રમ રવિવારે તોડ્યો હતો અને તેમના એક રેકૉર્ડની લગોલગ પહોંચી ગયો હતો.

ઝિરુએ ટિએરી હેન્રીનો રેકૉર્ડ તોડ્યો



ફ્રાન્સના ઝિરુ અને ઍમ્બપ્પે માટે આ ઐતિહાસિક મૅચ હતી. ઝિરુ ફ્રાન્સનો સર્વોચ્ચ ગોલસ્કોરર બન્યો હતો. ફ્રાન્સ વતી તેણે બાવનમો ઇન્ટરનૅશનલ ગોલ કરીને ટિએરી હેન્રીનો ૫૧ ગોલનો ૧૨ વર્ષ જૂનો વિક્રમ તોડ્યો હતો. ઝિરુએ ફર્સ્ટ-હાફમાં ઍમ્બપ્પેના સુપર્બ પાસ બાદ આ ગોલ કર્યો હતો અને સેકન્ડ-હાફમાં ખુદ ઍમ્બપ્પેએ બે ગોલ કરીને ફ્રાન્સની સરસાઈને ૩-૦ પર પહોંચાડી દીધી હતી. પોલૅન્ડનો સુપરસ્ટાર રૉબર્ટ લેવાન્ડૉવ્સ્કીએ છેક ૯૦ મિનિટના ફુલ ટાઇમ પછીના સ્ટૉપેજ ટાઇમની ૯મી મિનિટે પેનલ્ટીની મદદથી ગોલ કર્યો હતો, પરંતુ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું અને ગણતરીની પળોમાં મૅચને ફ્રાન્સની ફેવરમાં ૩-૧ના સ્કોર સાથે પૂરી થયેલી જાહેર કરાઈ હતી.


૨૩ વર્ષના ઍમ્બપ્પેએ વર્લ્ડ કપના ઇતિહાસમાં કુલ ૯ ગોલ કર્યા છે. ૨૪ વર્ષની ઉંમર પહેલાં મેન્સ વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનારા ખેલાડીઓમાં ઍમ્બપ્પે હવે પેલેથી આગળ થઈ ગયો છે. લિયોનેલ મેસીના ૯ ગોલ છે અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ૮ ગોલ છે.


ઍમ્બપ્પેએ ફ્રાન્સને જિતાડ્યું ત્યાર બાદ પોલૅન્ડના રૉબર્ટ લેવાન્ડૉવ્સ્કીએ તેનું માથું ચૂમીને તેને અભિનંદન આપ્યાં હતાં.

જોકે ઍમ્બપ્પેએ એક બાબતમાં પેલેને પાર કરવાના હજી બાકી છે. આ વર્લ્ડ કપમાં ઍમ્બપ્પેના પાંચ ગોલ થયા છે અને ૨૪ વર્ષની ઉંમરે પહોંચતાં પહેલાં એક જ વર્લ્ડ કપમાં પેલેના ૬ ગોલના વિક્રમ સુધી પહોંચવા ઍમ્બપ્પેને ફક્ત એક ગોલની જરૂર છે. પેલેએ ૧૯૫૮ના વિશ્વકપમાં ૬ ગોલ કર્યા હતા.

લેવાન્ડૉવ્સ્કી છેલ્લો વર્લ્ડ કપ રમ્યો?

પોલૅન્ડનો રૉબર્ટ લેવાન્ડૉવ્સ્કીનો ૯૯મી મિનિટનો ગોલ વ્યર્થ ગયો હતો, કારણ કે તેની ટીમ ૧-૩થી હારી ગઈ હતી. ૩૪ વર્ષના લેવાન્ડૉવ્સ્કીનો આ કદાચ અંતિમ વર્લ્ડ કપ હતો. ઍમ્બપ્પેના બે ગોલને કારણે રવિવારે ફ્રાન્સ સામે પોલૅન્ડનો પરાજય થયો, પણ મૅચના અંતે ખુદ લેવાન્ડૉવ્સ્કી તરત જ અભિનંદન આપવા ઍમ્બપ્પે પાસે આવ્યો હતો અને ઍમ્બપ્પેએ તેની સામે માથું નમાવ્યું હતું ત્યારે લેવાન્ડૉવ્સ્કીએ તેનું માથું ચૂમી લીધું હતું.

Whatsapp-channel Whatsapp-channel

06 December, 2022 08:59 AM IST | Doha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK