Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ડિફેન્ડિંગ ચૅમ્પિયન ફ્રાન્સનું જોરદાર કમબૅક : ઑસ્ટ્રેલિયાને ૪-૧થી હરાવ્યું

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ફ્રાન્સનું જોરદાર કમબૅક : ઑસ્ટ્રેલિયાને ૪-૧થી હરાવ્યું

24 November, 2022 02:20 PM IST | Doha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇરાન સામે પહેલી મૅચ ૬-૨થી જીતનાર ઇંગ્લૅન્ડ પણ ટાઇટલ જીતવા માટેની ફેવરિટ ટીમોમાં છે.

મંગળવારે ફ્રાન્સના ઑલિવિયર ગિરુડે (ડાબે) પોતાનો બીજો અને ફ્રાન્સનો ચોથો ગોલ કર્યો ત્યારે સાથીઓ તેને ભેટી પડ્યા હતા. તસવીર એ.એફ.પી. FIFA World Cup

મંગળવારે ફ્રાન્સના ઑલિવિયર ગિરુડે (ડાબે) પોતાનો બીજો અને ફ્રાન્સનો ચોથો ગોલ કર્યો ત્યારે સાથીઓ તેને ભેટી પડ્યા હતા. તસવીર એ.એફ.પી.


કતારમાં ચાલી રહેલા બાવીસમા ફિફા વર્લ્ડ કપમાં મંગળવારે ગ્રુપ ‘ડી’માં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ફ્રાન્સે જબરદસ્ત કમબૅક કરીને ઑસ્ટ્રેલિયાને છેવટે ૪-૧થી હરાવીને પોતાની તાકાતનો પરચો કરાવી દીધો હતો. મંગળવારે સાઉદી અરેબિયા સામે આર્જેન્ટિના પરાજિત થતાં ટ્રોફી જીતવા માટેના હરીફો સામે ઓછી હરીફાઈ કરવી પડશે એવો થોડો હાશકારો ફ્રાન્સને જરૂર થયો હશે. ઇરાન સામે પહેલી મૅચ ૬-૨થી જીતનાર ઇંગ્લૅન્ડ પણ ટાઇટલ જીતવા માટેની ફેવરિટ ટીમોમાં છે.

ઑસ્ટ્રેલિયાને ક્રેગ ગુડવિને ૯મી મિનિટમાં જ મૅચનો પહેલો ગોલ કરીને ૧-૦થી સરસાઈ અપાવી હતી. ત્યાર બાદ ૧૮ મિનિટ સુધી બન્ને ટીમ વચ્ચે જોરદાર રસાકસી થઈ હતી અને ૨૭મી મિનિટમાં ફ્રાન્સે ખાતું ખોલ્યું હતું. ૧-૧ની બરાબરી કરી આપતા ઍડ્રિયન રૅબિઑટના એ ગોલ બાદ ૩૨મી મિનિટમાં ઑલિવિયર ગિરુડે ગોલ કરીને ફ્રાન્સને ૨-૧થી સરસાઈ અપાવી હતી અને પછી સેકન્ડ હાફમાં પહેલાં ૬૮મી મિનિટમાં સુપરસ્ટાર ખેલાડી કીલિયાન ઍમ્બપ્પેએ અને ત્રણ જ મિનિટ પછી (૭૧મી મિનિટમાં) ગિરુડે ફરી ગોલ કરીને સરસાઈને ૪-૧ની બનાવીને ઑસ્ટ્રેલિયા માટે ડ્રૉ કે વિજયનું પરિણામ અસંભવ બનાવી દીધું હતું. હવે ફ્રાન્સની શનિવારે ડેન્માર્ક સામે અને એ જ દિવસે ઑસ્ટ્રેલિયાની ટ્યુનિશિયા સામે મૅચ છે.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2022 02:20 PM IST | Doha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK