Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > યુથ વર્લ્ડ બૉક્સિંગની ક્વૉર્ટર ફાઇનલમાં પાંચ ભારતીયોની એન્ટ્રી

યુથ વર્લ્ડ બૉક્સિંગની ક્વૉર્ટર ફાઇનલમાં પાંચ ભારતીયોની એન્ટ્રી

19 April, 2021 05:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલૅન્ડમાં ચાલી રહેલી પુરુષ અને મહિલા યુથ વર્લ્ડ બૉક્સિંગની ક્વૉર્ટર ફાઇનલમાં ભારતના પાંચ બૉક્સરોએ પ્રવેશ કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પોલૅન્ડમાં ચાલી રહેલી પુરુષ અને મહિલા યુથ વર્લ્ડ બૉક્સિંગની ક્વૉર્ટર ફાઇનલમાં ભારતના પાંચ બૉક્સરોએ પ્રવેશ કર્યો છે. મહિલાઓમાં ગિતિકાએ ૪૮ કિલોગ્રામ કૅટેગરીમાં અંતિમ આઠમાં જગ્યા બનાવી હતી, જ્યારે પુરુષ વર્ગમાં અંકિત નરવાલે ૬૪ કિલોગ્રામ, બિશ્વમિત્ર ચોંગથામે ૪૯ કિલોગ્રામ, સચિને ૫૬ કિલોગ્રામ અને વિશાલ ગુપ્તાએ ૯૧ કિલોગ્રામ કૅટેગરીમાં દેશ માટે મેડલ કન્ફર્મ કરવાથી એક પગલું દૂર છે. 

સામા પક્ષે નિશા ગુર્જર ૬૪ કિલોગ્રામ કૅટેગરીમાં લાટ્વિયાની બિટ્રાઇસ રોજેન્ટલ સામે ૧-૪થી હારી ગઈ હતી. ભારતે આ ટુર્નામેન્ટમાં ૧૦ મહિલા અને ૧૦ પુરુષ મળી કુલ ૨૦ ખેલાડીઓની ટીમ મોકલી હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2021 05:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK