° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


સેવેલું સપનું સાકાર થયું: અર્જુન ઍવૉર્ડ મેળવનાર ભાવિના પટેલ

22 November, 2021 06:49 PM IST | Mumbai | Karan Negandhi

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતી દેશનું ગૌરવ વધારનાર મહેસાણાના ભાવિના પટેલને તાજેતરમાં રાષ્ટ્રપતિને હસ્તે અર્જુન ઍવૉર્ડ કરવામાં આવ્યો હતો.

ભાવિનાબેન પટેલ. ફાઇલ તસવીર

ભાવિનાબેન પટેલ. ફાઇલ તસવીર

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતી દેશનું ગૌરવ વધારનાર મહેસાણાના ભાવિના પટેલને તાજેતરમાં રાષ્ટ્રપતિને હસ્તે અર્જુન ઍવૉર્ડ કરવામાં આવ્યો હતો. શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ કાર્યક્રમમાં તેમણે આ ઍવૉર્ડ સ્વીકાર્યો હતો. આ વર્ષે કુલ ૩૫ ખેલાડીઓને અર્જુન ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

આ બાબતે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ભાવિના પટેલ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન ભાવિના બહેને કહ્યું કે તેમનું સેવેલું સપનું હવે સાકાર થયું છે. તેમણે કહ્યું કે “દરેક ખેલાડીનું સપનું હોય છે કે તે ઍવૉર્ડ મેળવે, મને પણ આ ઍવૉર્ડ મેળવવાની તક મળી છે. આ ખરેખર મારું સપનું હતું, જે હવે સાકાર થયું છે. તેથી હું ખૂબ ખુશ છું.”

તેમણે ઉમેર્યું કે “જ્યારે આ ઍવૉર્ડની જાહેરાત થઈ હતી, તે અનુભૂતિ અદ્ભુત હતી. મેં જ્યારે રાષ્ટ્રપતિના હાથે ઍવૉર્ડ સ્વીકાર્યો ત્યારે ખૂબ જ ગૌરવ થયો હતો.”

હવે આગળની તૈયારીઓ વિશે વાત કરતા તેમણે જણાવી કે “આગામી વર્ષે કોમન વેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશીપ યોજાશે તેમાં ભારતનું પ્રતિનિધત્વ કરવા હું આતુર છું. ઉપરાંત વર્ષ ૨૦૨૪માં આગામી પેરાલિમ્પિક્સ-પેરિસમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન આપવાની ઈચ્છા છે.”

ઉલ્લેખનીય છે કે ટોક્યો પેરાલિમ્પિક 2020માં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતી ભાવિના પટેલ અનેક ભાવિ રમતવીરો માટે પ્રેરણા બન્યા છે. આ સાથે જ ભાવિના પટેલ પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા પણ છે.

આ પણ વાંચો: બાળપણમાં થયેલા પોલીયોની અસર સપનાનાં મક્કમ મનોબળ પર ન થવા દીધી, ભાવિના પટેલની આવી રહી સફર

22 November, 2021 06:49 PM IST | Mumbai | Karan Negandhi

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

ઈપીએલમાં ચેલ્સી અને લિવરપુલ પછી હવે મૅન્ચેસ્ટર સિટી મોખરે

એક દિવસમાં વારાફરતી ત્રણ ટીમ ટોચ પર જોવા મળી

06 December, 2021 01:20 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

૧૧૦ વર્ષનાં ઓલ્ડેસ્ટ ટેસ્ટ-ક્રિકેટરનું નિધન; હૉકીમાં ભારતની મહિલા ટીમ ૧૩-૦થી જીતી ગઈ અને વધુ સમાચાર

06 December, 2021 12:49 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

અમદાવાદમાં નીરજ ચોપરાએ બાળકોને શીખવ્યું ભાલાફેંક, વડાપ્રધાને આપી પ્રતિક્રિયા

બાળકોને જેવલિન થ્રો શીખવતો નીરજ ચોપરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

05 December, 2021 03:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK