° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


પીડિતાનો આક્ષેપઃ ડિઆગો મેરાડોના 40 વર્ષના હતા ત્યારે હું 16 વર્ષની હતી, મારી સાથે તેણે બળાત્કાર કર્યો હતો

23 November, 2021 06:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

પીડિતાએ જણાવ્યું હતું કે, મેરાડોના ડ્રગના વ્યસનની સારવાર માટે ક્યુબામાં હતો, ત્યારે તે તેની પહેલીવાર મળી હતી

ડિએગો મેરાડોના - ફાઇલ તસવીર

ડિએગો મેરાડોના - ફાઇલ તસવીર

ફૂટબોલના દિગ્ગજ ગણાતા ડિએગો મેરાડોના (Diego Maradona Accused in Rape ) પર ક્યુબન મહિલાએ બળાત્કારનો (Cuban Woman) (Was raped by Maradona) આરોપ મૂક્યો છે. આર્જેન્ટિનાના પ્રખ્યાત ફૂટબોલર (Argentina) મેરાડોનાનું ગયા વર્ષે 60 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ક્યુબા (Cuba)ની 37 વર્ષીય મહિલાએ સોમવારે એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, મેરાડોનાએ તેના પર બળાત્કાર કર્યો હતો.  પીડિતાના જણાવ્યા અનુસાર આ કેસ વર્ષ 2001નો છે. મેરાડોના તે સમયે 40 વર્ષનો હતો અને પોતે માત્ર 16 વર્ષની હતી. પીડિતાએ જણાવ્યું હતું કે, મેરાડોના ડ્રગના વ્યસનની સારવાર માટે ક્યુબામાં હતો, ત્યારે તે તેની પહેલીવાર મળી હતી. વધુમાં તેણે કહ્યું હતું કે, મેરાડોનાએ હવાનાના ક્લિનિકમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેની માતા બાજુના રૂમમાં હતી. તે મહિલાએ કહ્યું કે, "તેણે મારું મોઢું ઢાંકી દીધું હતું અને મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. હું તેના વિશે વધુ વિચારવા માંગતી નથી. મારી બધી નિર્દોષતા મારી પાસેથી છીનવાઈ ગઈ હતી. તેને બહાર પણ જવા દેવાઈ ન હોવાનું દાવો કરવામાં આવ્યો છે. તેની બ્રેસ્ટ ઑગમેન્ટેશનની સર્જરી પણ કરાવવામાં આવી હતી જે પણ જબરદસ્તી કરાઇ હતી. મેરાડોનાને ગત વર્ષે બ્લડ ક્લોટની બ્રેન સર્જરી કરવી પડી હતી  ત્યાર બાદ  તેનું અવસાન થયું હતું. તેને કોકેઇન અને આલ્કોહોલની લત હતી."
પીડિતાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, દિવંગત રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ટ્રો સાથે મેરાડોનાની મિત્રતાને કારણે ઉંમરનો મોટો તફાવત હોવા છતાં તેના પરિવારે તેને મેરાડોના સાથે સંબંધ રાખવા દીધા હતા. તેણે કહ્યું કે, જો ક્યુબન સરકાર વચ્ચે ન હોત તો મારા પરિવારે ક્યારેય તેનો સ્વીકાર કર્યો ન હોત. તેને માથે આ સંબંધ સ્વીકારવાની ફરજ પડી હતી.

પીડિતા 15 અને 4 વર્ષના બે બાળકોની માતા છે. મેરાડોના સાથેનો તેનો સંબંધ 4થી 5 વર્ષ જેટલો ચાલ્યો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે, મેરાડોનાએ હવાનામાં તેના ઘરે તેના પર બળાત્કાર કર્યો હતો અને આવું એકથી વધુ વખત બન્યું હતું.  આર્જેન્ટીનાના એનજીઓ દ્વારા લાવવામાં આવેલી ફરિયાદના સંદર્ભમાં બ્યૂનોસ આયર્સમાં આર્જેન્ટીનાના પ્રોસિક્યુટરને આ ઘટનાના પુરાવા આપ્યા છે. ફાઉન્ડેશન ફોર પીસ નામની સંસ્થાએ તાજેતરમાં અમેરિકન મીડિયામાં પીડિતાની કબૂલાત જોયા બાદ ફરિયાદ નોંધાવી હતી.
બળાત્કારનો ભોગ બનેલી પીડિતાએ જણાવ્યું હતું કે, 25 નવેમ્બરના રોજ મેરાડોનાના નિધનની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે મેરાડોના વિશે ટીવી શ્રેણીમાં કહેવાતા કેટલાક કિસ્સાઓને સંતુલિત કરવા માટે તે આટલા વર્ષો મૌન રહ્યા બાદ બોલી રહી છે. મહિલાએ એમ કહ્યું કે મારે જે કરવાનું હતું તે મેં કર્યું છે, બાકીનું હું કોર્ટ પર છોડી દઉં છું. મારી સાથે જે બન્યું તે કહેવા માટે અન્ય લોકો સાથે આવું બનતું અટકાવવા માટે અને અન્ય છોકરીઓ બોલવાની શક્તિ, હિંમત આવે તે માટે મેં આ નિર્ણય લીધો છે.

23 November, 2021 06:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

ઇટલી અથવા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિનાનો ફિફા વર્લ્ડ કપ જોવાની તૈયારી રાખજો

અન્ય જૂથોમાંથી પણ પ્લે-ઑફ પછીના નિર્ણાયક મુકાબલાની વિજેતા ટીમો વર્લ્ડ કપમાં પહોંચશે. કુલ ૩૨ ટીમો વિશ્વકપમાં ભાગ લેશે. અત્યાર સુધી ૧૩ દેશો વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ ચૂક્યા છે.

28 November, 2021 03:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

કુસ્તીબાજ રિતુ ફોગાટ વર્લ્ડ ચૅમ્પિયન સામે લડશે

૪૮ કિલો કૅટેગરીનો આ બાઉટ સિંગાપોરમાં યોજાશે.

28 November, 2021 02:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ભારતની મહિલા ફુટબોલરો બ્રાઝિલ સામે હારી, પણ મનીષાનો ઐતિહાસિક ગોલ

ખૂબ ઊંચી રૅન્કવાળા બ્રાઝિલ સામેના પરાજયથી ભારતીય ટીમે કંઈ જ ગુમાવવા જેવું નથી. ઊલટાનું, ભારતની ખેલાડીઓને તેમની સાથે રમીને ઘણું શીખવા મળ્યું છે.

27 November, 2021 01:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK