ગ્રેગોરિયા મૅરિસ્કા તુનજંગ સામેની ગઈ કાલે જામેલી ક્વૉર્ટર ફાઇનલની ટક્કરમાં સિંધુનો ભારે સંઘર્ષ બાદ ૧૩-૨૧, ૨૧-૧૬ અને ૯-૨૧થી પરાજય થયો હતો
પી. વી. સિંધુ
ડેન્માર્કના શહેર ઑડેન્સમાં ચાલી રહેલી ડેન્માર્ક ઓપન સુપર ૭૫૦ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની સ્ટાર મહિલાખેલાડી પી. વી. સિંધુ ક્વૉર્ટર ફાઇનલમાં હારી જતાં ટુર્નામેન્ટમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો.
ઇન્ડોનેશિયાની પૅરિસ ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર અને પાંચમા ક્રમાંકિત ગ્રેગોરિયા મૅરિસ્કા તુનજંગ સામેની ગઈ કાલે જામેલી ક્વૉર્ટર ફાઇનલની ટક્કરમાં સિંધુનો ભારે સંઘર્ષ બાદ ૧૩-૨૧, ૨૧-૧૬ અને ૯-૨૧થી પરાજય થયો હતો. પહેલો સેટ હાર્યા બાદ સિંધુએ બીજો સેટ શાનદાર કમબૅક કરીને જીતી લીધો હતો, પણ ત્રીજા અને નિર્ણાયક સેટમાં તે ફસડાઈ પડી હતી.
ADVERTISEMENT
આ વર્ષમાં સિંધુ હજી સુધી એક પણ ટુર્નામેન્ટ જીતી શકી નથી.