° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 September, 2022


ડિયર રૉજર, તારી નિવૃત્તિનો દિવસ આવવો જ નહોતો જોઈતો : નડાલ

17 September, 2022 05:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આટલાં બધાં વર્ષો તારી સાથે રમવાની ખૂબ મજા તો આવી, તારી સાથે રમવું મારા માટે મોટું ગૌરવ પણ હતું. તારી સાથે રમીને અને તારી સાથે ગપ્પાં મારીને મેં ઘણી અદ્ભુત ક્ષણો માણી છે જેને ક્યારેય નહીં ભૂલું.’

ડિયર રૉજર, તારી નિવૃત્તિનો દિવસ આવવો જ નહોતો જોઈતો : નડાલ

ડિયર રૉજર, તારી નિવૃત્તિનો દિવસ આવવો જ નહોતો જોઈતો : નડાલ

સ્વિટ્ઝરલૅન્ડના ટેનિસ-લેજન્ડ રૉજર ફેડરરે ગુરુવારે ૨૪ વર્ષની શાનદાર કરીઅરને ગુડબાય કરવાની જે જાહેરાત કરી એનાથી તેના કરોડો ચાહકોની સાથે તેના કટ્ટર હરીફ સ્પેનના રાફેલ નડાલને પણ આઘાત લાગ્યો છે. ફેડરરનાં કુલ ૨૦ સિંગલ્સ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ સામે સર્બિયાના નોવાક જૉકોવિચનાં ૨૧ અને નડાલનાં સૌથી વધુ ૨૨ ટાઇટલ છે.

ફેડરર ૨૩ સપ્ટેમ્બરે ઇંગ્લૅન્ડમાં રમાનારી લેવર કપ ટુર્નામેન્ટને ફેરવેલ સ્પર્ધા તરીકે રમશે. ‘હું ૨૪ વર્ષની અવિસ્મરણીય કારકિર્દી દરમ્યાન ઘણી સર્વોત્તમ મૅચો રમ્યો,’ એવું કહેતાં અને પોતાના પરિવારજનો (ખાસ કરીને પત્ની મિરકા), મિત્રો, ચાહકો વગેરેનો આ ભવ્ય કરીઅર બદલ આભાર માનતાં ખુદ ફેડરરે અનેક ઇમોશનલ વિધાનો કહ્યાં ત્યાર બાદ તેના સૌથી મોટા હરીફ નડાલે ટ્વિટર પર લખ્યું કે ‘ડિયર રૉજર, મારા મિત્ર અને મારા હરીફ... તારા રિટાયરમેન્ટનો દિવસ આવવો જ નહોતો જોઈતો. અંગત રીતે કહું તો તારી નિવૃત્તિની જાહેરાતનો દિવસ મારા માટે તેમ જ સમગ્ર ખેલજગત માટે બહુ દુખદ છે. આટલાં બધાં વર્ષો તારી સાથે રમવાની ખૂબ મજા તો આવી, તારી સાથે રમવું મારા માટે મોટું ગૌરવ પણ હતું. તારી સાથે રમીને અને તારી સાથે ગપ્પાં મારીને મેં ઘણી અદ્ભુત ક્ષણો માણી છે જેને ક્યારેય નહીં ભૂલું.’

મેન્સ ટેનિસમાં સૌથી વધુ ૩૬૯ મૅચની જીત ફેડરરના નામે

(૧) ૨૪ વર્ષની કરીઅરમાં કુલ ૧૫૨૬માંથી ૧૨૫૧ (૮૦ ટકાથી પણ વધુ) મૅચ જીતનાર રૉજર ફેડરર ગ્રૅન્ડ સ્લૅમ મેન્સ સિંગલ્સમાં કુલ ૩૬૯ મૅચ જીત્યો હતો અને આ વિશ્વવિક્રમ છે. ટેનિસના ઓપન ઍરામાં તેની આ ૩૬૯ જીત સામે નોવાક જૉકોવિચ (૩૩૪) બીજા નંબરે, રાફેલ નડાલ (૩૧૩) ત્રીજા સ્થાને, જિમ્મી કૉન્નર્સ (૨૩૩) ચોથા સ્થાને અને આન્ડ્રે ઍગસી (૨૨૪) પાંચમા સ્થાને છે.
(૨) ફેડરર સતત ૨૩૭ અઠવાડિયાં સુધી રૅન્કિંગ્સમાં નંબર-વન રહેવાનો વર્લ્ડ રેકૉર્ડ તો ધરાવે જ છે, એટીપી (અસોસિએશન ઑફ ટેનિસ પ્રોફેશનલ્સ)ના ઇતિહાસમાં ૩૬ વર્ષની ઉંમરે નંબર-વન પર રહેવાનો ઓલ્ડેસ્ટ પ્લેયર તરીકેનો વિક્રમ પણ ધરાવે છે.
(૩) એક સીઝનમાં ચારેય ગ્રૅન્ડ સ્લૅમ (ઑસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન, યુએ ઓપન)ની ફાઇનલમાં પહોંચવાની સિદ્ધિ ત્રણ વખત (૨૦૦૬માં, ૨૦૦૭માં, ૨૦૦૯માં) મેળવનાર પણ ફેડરર એકમાત્ર ખેલાડી છે.
(૪) ત્રણ ગ્રૅન્ડ સ્લૅમ (વિમ્બલ્ડન, ઑસ્ટ્રેલિયન, યુએસ ઓપન) સ્પર્ધામાં પાંચ કે વધુ ટાઇટલ જીતનારો પણ ફેડરર એકમાત્ર છે.

17 September, 2022 05:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

‘ડૉટર્સ ડે’એ ભારતીય મહિલાઓ ઘોડેસવારીની સ્પર્ધામાં જીતી ગઈ ઐતિહાસિક બ્રૉન્ઝ મેડલ

તેઓ સિલ્વર મેડલિસ્ટ ઓમાનની ટીમના ૧૪૬ પૉઇન્ટથી માત્ર ૧૦ ડગલાં પાછળ રહી ગઈ હતી

26 September, 2022 02:51 IST | Amman | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

અમદાવાદમાં આજે કબડ્ડી અને ભાવનગરમાં નેટબૉલની હરીફાઈ

બન્ને સ્થળે ગઈ કાલે સ્પર્ધક ટીમોના ખેલાડીઓએ કલાકો સુધી પ્રૅક્ટિસ કરી હતી

26 September, 2022 02:48 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

થૅન્ક યુ રૉજર

એકમેકની બાજુમાં બેસીને હાથ પકડીને સાથે રડતા રૉજર ફેડરર અને રાફેલ નડાલે લંડનની મૅચ બાદ અજાણતાં જ એક અવિસ્મરણીય ક્ષણ બનાવી હતી, જેને ભવિષ્યમાં જરૂર યાદ કરવામાં આવશે

25 September, 2022 12:00 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK