° °

આજનું ઇ-પેપર
Friday, 01 July, 2022


News In Short: આર્ચરી વર્લ્ડ કપમાં કમ્પાઉન્ડ ટીમ જીતી ગોલ્ડ

22 May, 2022 01:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઉપરાંત મોહન ભારદ્વાજ વ્યક્તિત સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો

News In Short: આર્ચરી વર્લ્ડ કપમાં કમ્પાઉન્ડ ટીમ જીતી ગોલ્ડ

News In Short: આર્ચરી વર્લ્ડ કપમાં કમ્પાઉન્ડ ટીમ જીતી ગોલ્ડ

સાઉથ કોરિયાના ગાઉન્ગજુમાં રમાયેલા વર્લ્ડ કપમાં ફ્રાન્સની ટીમને બે પૉઇન્ટથી હરાવીને ભારતની કમ્પાઉન્ડ આર્ચરી ટીમ ગોલ્ડ મેડલ જીતી હતી. અભિષેક વર્મા, અમન સૈની અને રજત ચૌહાણે ફ્રાન્સને ૨૩૨-૨૩૦થી હરાવીને મેડલ સેરેમની દરમ્યાન ‘પુષ્પા’ સ્ટાઇલમાં ઉજવણી કરી હતી. આ ઉપરાંત મોહન ભારદ્વાજ વ્યક્તિત સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં અભિષેક વર્મા અવનીર સાથે મળીને ટર્કીની ટીમને ૧૫૬-૧૫૫થી હરાવીને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. આમ આ સ્પર્ધામાં ભારત કુલ પાંચ મેડલ જીત્યું છે.

સિંધુ થાઇલૅન્ડ ઓપનમાંથી આઉટ

બે વખત ઑલિમ્પિક મેડલ જીતનાર પી. વી. સિંધુ બૅન્ગકૉકમાં રમાતી થાઇલૅન્ડ ઓપન સુપર ૫૦૦ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં ઑલિમ્પિક ચૅમ્પિયન ચીનના ચેન યુ ફેઇ સામે સતત બે સેટમાં હારી ગઈ હતી. સિંધુ ચીનની ખેલાડી સામે ૪૩ મિનિટમાં ૧૭-૨૧, ૧૬-૨૧થી પરાજિત થઈ હતી. અગાઉ ૨૦૧૯માં બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર ફાઇનલમાં પણ સિંધુ ચેન સામે હારી ગઈ હતી. 

પ્રજ્ઞાનાનંદે ફરી કાર્લસનને હરાવ્યો

ભારતના યુવા ગ્રૅન્ડ માસ્ટર પ્રજ્ઞાનાનંદ રમેશ બાબુએ ત્રણ મહિનામાં બીજી વખત વિશ્વના નંબર વન ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો. પ્રજ્ઞાનાનંદે આ પહેલાં ૨૧ ફેબ્રુઆરીએ ઑનલાઇન રૅપિડ ચેસ ટુર્નામેન્ટમાં કાર્લસનને ૩૯મી ચાલમાં હરાવ્યો હતો. ચેન્નઈના ૧૬ વર્ષના ખેલાડીએ શુક્રવારે રમાયેલી ટુર્નામેન્ટમાં કાર્લસને કરેલી ભૂલનો લાભ ઉઠાવીને ત્રણ પૉઇન્ટ મેળવી નૉકઆઉટમાં સ્થાન મેળવવા માટેની આશા અકબંધ રાખી હતી. મૅચ ડ્રૉ જાય એવી જ શક્યતા હતી, પરંતુ ૪૦મી ચાલમાં નૉર્વેના ચૅમ્પિયન ખેલાડીએ કરેલી ભૂલનો લાભ પ્રજ્ઞાનાનંદે ઉઠાવ્યો હતો.

ઘાટકોપરમાં ખેલ મહોત્સવ

ભારતીય જનતા યુવા મોરચા, ઈશાન મુંબઈ દ્વારા આજે ઘાટકોપર-વેસ્ટના માણેકલાલ મેદાનમાં સાંજે ૭ વાગ્યાથી ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એનું ઉદ્ઘાટન બીજેપીના મુંબઈ પ્રદેશ અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢા અને સંસદસભ્ય મનોજ કોટકના હસ્તે કરવામાં આવશે. એમાં મુખ્ય અતિથિ તરીકે વિધાનસભ્ય રામ કદમ અને ક્રિકેટર પ્રવીણ તાંબે હાજર રહેશે. મહોત્સવમાં કબડ્ડી, ક્રિકેટ, કૅરમ ઉપરાંત બૉડી-બિલ્ડિંગ, ગોળાફેંક, કરાટે, બૅડ્મિન્ટન, ટેબલ ટેનિસ, સાઇક્લિંગ, સ્કેટિંગ, ખો-ખો, વૉલીબૉલ, બાસ્કેટબૉલ અને ફુટબૉલ જેવી સ્પર્ધા ઉપરાંત વેશભૂષા, ચિત્રકળા, વક્તૃત્વ સ્પર્ધા તથા નિબંધ-સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

ડેફિનેશન ઑફ અનપ્લેયેબલ

માંદગી બાદ પૃથ્વી શૉ ફરી એક વાર દિલ્હીની મહત્ત્વની મૅચ માટે મેદાનમાં આવ્યો હતો, પરંતુ મુંબઈના બોલર જસપ્રીત બુમરાહે નાખેલા બાઉન્સરનો સામનો કરવામાં તે નિષ્ફળ ગયો હતો. બૉલ તેના ગ્લવને અડીને જતાં વિકેટકીપર ઈશાન કિશને તેનો શાનદાર કૅચ પકડ્યો હતો. મૅચની આ ક્ષણ સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થઈ છે. 

22 May, 2022 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

આજથી મહિલા હૉકી વર્લ્ડ કપ

સવિતા પુનિયાના સુકાનમાં ભારતનો સૌથી પહેલો મુકાબલો રવિવારે ઇંગ્લૅન્ડ સામે

01 July, 2022 01:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

સાનિયા છેલ્લી વિમ્બલ્ડનમાં ડબલ્સનો પહેલો જ રાઉન્ડ હારી

સાનિયા મિર્ઝાનું કરીઅરનું આ આખરી વર્ષ છે

01 July, 2022 01:19 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ન્યુઝ શોર્ટમાં : આઇઓએ સાથે અદાણી સ્પોર્ટ્‍સલાઇનનો કરાર

રોનાલ્ડોનો મહિલાના વકીલ સામે જંગી દાવો; રાહુલે કરાવી સ્પોર્ટ્‍સ હર્નિયાની સર્જરી અને વધુ સમાચાર

01 July, 2022 01:10 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK