આ વખતની કૉમનવેલ્થમાં પૅરા-સ્પોર્ટ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય તરીકેની સિદ્ધિ મેળવી હતી
Commonwealth Games
સુધીર સિંહ
ભારતના ૨૭ વર્ષના સુધીર સિંહે ગઈ કાલે કૉમનવેલ્થ ગેમ્સમાં શારીરિક રીતે અક્ષમ ઍથ્લીટ્સ માટેની પૅરા-પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તેણે કુલ ૨૧૪ કિલોના બેસ્ટ લિફ્ટ સાથે આ વખતની કૉમનવેલ્થમાં પૅરા-સ્પોર્ટ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય તરીકેની સિદ્ધિ મેળવી હતી. તે પૅરા પાવરલિફ્ટિંગમાં હેવીવેઇટ કૅટેગરીમાં વિશ્વનો ત્રીજા નંબરનો પાવરલિફ્ટર છે.