ભારતીય ટીમે સેમી ફાઇનલમાં નાઇજિરિયાને ૩-૦થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ગઈ કાલે ફાઇનલમાં જીત મેળવી હતી

હરમીત દેસાઈ
સુરતના હરમીત દેસાઈ અને ચેન્નઈના સાથિયાન જ્ઞાનશેખરનની જોડીએ ગઈ કાલે કૉમનવેલ્થ ગેમ્સ ટેબલ ટેનિસમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેમણે ડબલ્સના મુકાબલામાં આઇઝેક ક્વેક યૉન્ગ અને પૅન્ગ યેવ એન કોએનને પરાજિત કરીને સનસનાટી મચાવી દીધી હતી. અગાઉ ૨૦૧૮ની કૉમનવેલ્થમાં ભારતીય ટીમ ગોલ્ડ મેડલ જીતી હતી.
ભારતીય ટીમે સેમી ફાઇનલમાં નાઇજિરિયાને ૩-૦થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ગઈ કાલે ફાઇનલમાં જીત મેળવી હતી.
કાલે હરમીત અને સાથિયાન પછીથી પોતાની સિંગલ્સની મૅચ પણ જીત્યા હતા. હરમીતે સિંગાપોરના ઝે ચેવને ૧૧-૮, ૧૧-૫, ૧૧-૮થી હરાવ્યો હતો. શરથ કમલ હાર્યો હતો, પરંતુ હરમીત અને સાથિયાનના વિજયથી ભારતે અકંદરે ૩-૧થી રોમાંચક વિજય હાંસલ કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.