° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

ઑલિમ્પિક્સમાં યુવા દર્શકોને આકર્ષવા હવે બ્રેક-ડાન્સ થશે

09 December, 2020 02:59 PM IST | Geneva | Gujarati Mid-day Correspondent

ઑલિમ્પિક્સમાં યુવા દર્શકોને આકર્ષવા હવે બ્રેક-ડાન્સ થશે

ઑલિમ્પિક્સમાં યુવા દર્શકોને આકર્ષવા હવે બ્રેક-ડાન્સ થશે

વર્ષ ૨૦૨૪માં પૅરિસમાં થનારી ઑલિમ્પિક્સ અનેક નવા બદલાવ અને ઇતિહાસ સર્જનારી હશે. આ રમતમાં હવે બ્રેક-ડાન્સ સહિત કુલ ચાર

રમતોને સત્તાવાર રીતે સામેલ કરી લેવામાં આવી છે. ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટી (આઇઓસી) દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ વર્ષ ૨૦૨૪માં પૅરિસમાં થનારી ઑલિમ્પિક્સ રમતોમાં

બ્રેક-ડાન્સ, જેને ઑલિમ્પિક્સમાં બ્રેકિંગના નામથી ઓળખવામાં આવશે, સહિત સ્કેટબોર્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગને પણ ઑલિમ્પિક્સ રમત તરીકે સામેલ કરવામાં આવી છે. આ ત્રણ રમતોને ટોક્યો ઑલિમ્પિક્સમાં સામેલ કરવાની હતી, પણ કોરોના મહાબીમારીને લીધે એને એક વર્ષ પાછળ ઠેલવામાં

આવી છે. વાસ્તવમાં આઇઓસીએ યુવા દર્શકોને આકર્ષવાના દૃષ્ટિકોણથી આ નિર્ણય લીધો છે.

યુથ ઑલિમ્પિક્સમાં પહેલી વાર સામેલ થયેલો બ્રેક-ડાન્સ

વર્ષ ૨૦૧૮માં આર્જેન્ટિનાની રાજધાની બ્યૂનસ આયર્સમાં યોજાયેલી યુથ ઑલિમ્પિક્સ ગેમ્સમાં બ્રેક-ડાન્સને લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો, જેના બાદ પૅરિસ ઑલિમ્પિક ઑર્ગેનાઇઝેશનના આયોજકોએ બ્રેક-ડાન્સને ઑલિમ્પિક્સમાં સામેલ કરવાનો પ્રસ્તાવ આઇઓસી સામે મૂક્યો હતો, જેને પછીથી સ્વીકારવામાં આવ્યો હતો.

પૅરિસમાં મહિલા-પુરુષ ઍથ્લીટની સંખ્યા સમાન

પૅરિસ ઑલિમ્પિક્સની ખાસિયત એ રહેશે કે આ ગેમ્સમાં પહેલી વાર મહિલા અને પુરુષ ઍથ્લીટ્સની સંખ્યા એકસમાન એટલે કે બરાબર રાખવામાં આવશે. ટોક્યો ઑલિમ્પિક્સમાં પણ મહિલા-પુરુષ ઍથ્લીટની સંખ્યા લગભગ એકસમાન જ છે, જેમાં મહિલાઓની સંખ્યા લગભગ ૪૮.૮ ટકા છે. આ ટકાવારી પૅરિસમાં ૫૦-૫૦ ટકા કરવામાં આવશે. આ ઉપરાંત પૅરિસ ઑલિમ્પિક્સમાં મિક્સ્ડ ઇવેન્ટ્સની સંખ્યા પણ ૧૮થી વધારીને બાવીસ કરવામાં આવશે.

ઍથ્લીટ્સની સંખ્યામાં મુકાશે કાપ

વર્ષ ૨૦૨૪માં થનારી ઑલિમ્પિક્સ રમતોની સંખ્યા આવતા વર્ષે થનારી ઑલિમ્પિક્સ રમતોની સંખ્યા કરતાં ૧૦ જેટલી ઓછી એટલે કે ૩૨૯ રહેશે. ખેલાડીઓના ક્વૉટા પણ ૬૦૦ જેટલા ઘટાડીને ૧૦,૫૦૦ કરવામાં આવશે. ટોક્યો ગેમ્સની સરખામણીમાં પૅરિસની ઑલિમ્પિક્સમાં સૌથી વધારે બૉક્સિંગ અને વેઇટ લિફ્ટિંગમાં કાપ મૂકવામાં આવ્યો છે. વેઇટ લિફ્ટિંગમાં અંદાજે ૧૨૦ જેટલા ખેલાડીઓ હોવાની સંભાવના છે, જેમની વચ્ચે પાંચ ઇવેન્ટ્સ રમાડવામાં આવશે. ટોક્યો ઑલિમ્પિક્સમાં થનારી વેઇટ લિફ્ટિંગમાં ૧૯૬ ઍથ્લીટ્સ ભાગ લઈ રહ્યા છે. ૨૦૧૬ની રિયો ઑલિમ્પિક્સમાં આ આંકડો ૨૬૦ હતો. સંભવતઃ ડોપિંગના લીધે કરવામાં આવી રહેલા સુધારાને ધ્યાનમાં લેતાં આ રમત સંપૂર્ણપણે રદ પણ કરવામાં આવી શકે છે. સર્ફિંગનું આયોજન પ્રશાંત મહાસાગરમાં ૧૫,૦૦૦ કિલોમીટર દૂર ફ્રેન્ચ પોલિનેશિયાના તાહિતીમાં આવેલી ટીહ્યુપો સાઇટ ખાતે કરવામાં આવશે.  

૨૦૨૮ ઑલિમ્પિક્સમાં ક્રિકેટ થઈ શકે છે સામેલ

વર્ષ ૨૦૨૮માં લૉસ ઍન્જલસમાં થનારી ઑલિમ્પિક્સમાં ક્રિકેટને સામેલ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. ૨૪ ડિસેમ્બરે ભારતીય ક્રિકેટ બોર્ડ પણ આ સંદર્ભે પોતાની વાર્ષિક સામાન્ય સભામાં ચર્ચા કરવાનું છે. તાજેતરમાં વુમેન્સ ક્રિકેટને ૨૦૨૨ની બર્મિંગહમ કૉમનવેલ્થ ગેમ્સમાં સામેલ કરવામાં આવી છે, જેમાં યજમાન ઇંગ્લૅન્ડને ડાયરેક્ટ એન્ટ્રી આપવામાં આવી છે. આઠ ટીમ વચ્ચે થનારી આ ટુર્નામેન્ટમાં ટૉપ છ ટીમને ડાયરેક્ટ એન્ટ્રી અપાશે. ભારત હાલમાં વર્લ્ડ ટી૨૦ રૅન્કિંગમાં ત્રીજા ક્રમે હોવાથી તેને સીધો પ્રવેશ મળશે. પહેલી વાર ૧૯૯૮ની કૉમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવામાં આવી હતી જેમાં ૫૦ ઓવરની મૅચ રમાડવામાં આવી હતી.

09 December, 2020 02:59 PM IST | Geneva | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

ફેરપ્લે ગેમિંગ અને સ્પોર્ટ્સ બેટિંગ એક્સચેન્જ એક એવી ભેટ જે તમને સતત મળ્યા કરે

ફેરપ્લે એક વિનિંગ પેકેજ છે એ તમામને માટે જે પોતાના નસીબ અને લૉજિકલ આવડતને આધારે પૈસા બનાવવા માગે છે.

13 April, 2021 11:23 IST | Mumbai | Partnered Content
અન્ય સ્પોર્ટ્સ

News In Shorts: જાણો રમત જગતમાં શું હિલચાલ થઈ

વર્લ્ડ પૅરા સ્નો સ્પોર્ટ્સ ચૅમ્પિયનશિપની નવી તારીખ જાહેર; ઇજિપ્તમાં ભારતના બે ફૅન્સર કોરોના-પૉઝિટિવ

12 April, 2021 11:38 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

Fairplay exchange: બીજા તમામ કરતાં એક વહેંત ઉપર

ફેરપ્લે એક બેટિંગ એક્સચેન્જ છે જે અન્ય કરતાં વહેંત ઉંચું છે કારણકે તે એક બેટિંગ એક્સચેન્જ છે, બીજા પ્લેટફોર્મ્સની માફક માત્ર સ્પોર્ટ્સબૂક નથી.

11 April, 2021 09:45 IST | Mumbai | Partnered Content

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK