બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ જાપાનની અકાને યામાગુચી સામેની સેમિફાઇનલ મેચ દરમિયાન અમ્પાયરો દ્વારા "અયોગ્ય" કૉલ પછી બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવાનું સ્વપ્ન પાટા પરથી ઉતરી ગઈ હતી

પી. વી. સિંધુ
ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન અને બર્મિંગહૅમની કૉમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની સિંગલ્સની ઇવેન્ટનો ગોલ્ડ મેડલ જીતવા માટે ફેવરિટ મનાતી પી. વી. સિંધુએ મંગળવારે મિક્સ્ડ-ટીમ સ્પર્ધાની ફાઇનલમાં મલેશિયા સામેના શૉકિંગ પરાજય પછી સાથી ખેલાડીઓને કહ્યું, ‘ટીમનો ગોલ્ડ આપણે ન જીતી શક્યા એનો અફસોસ જરૂર છે, પણ હવે આપણે બધાએ વ્યક્તિગત હરીફાઈઓના ગોલ્ડ મેડલ જીતવા પર ધ્યાન આપવું જોઈશે.’
સિંધુ મિક્સ્ડ-ટીમ ઇવેન્ટમાં પોતાની સિંગલ્સની મૅચ જીતી ગઈ હતી, પરંતુ મેન્સ ડબલ્સમાં અને વિમેન્સ ડબલ્સના પરાજય ઉપરાંત ખાસ કરીને મેન્સ સિંગલ્સમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન કિદામ્બી શ્રીકાંતના શૉકિંગ પરાજયને લીધે ભારતની મલેશિયા સામે ૧-૩થી હાર થઈ હતી અને મલેશિયા ગોલ્ડ મેડલ જીત્યું, જ્યારે ભારતે સિલ્વર મેડલ જીત્યો હતો. સિંગાપોરે ઇંગ્લૅન્ડને હરાવીને બ્રૉન્ઝ જીતી લીધો હતો.
કોણ કેટલા માર્જિનથી હાર્યું?
મેન્સ ડબલ્સમાં મલેશિયન હરીફો ટૅન્ગ ફૉન્ગ ઍરોન ચિઆ તથા વૂઇ યિક સોહ સામે ચિરાગ શેટ્ટી અને સત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડીનો ૧૮-૨૧, ૧૫-૨૧થી પરાભવ થયો હતો. જોકે સિંધુએ સિંગલ્સમાં ૬૦મી રૅન્ક ધરાવતી મલેશિયાની ગોહ જિન વીને ભારે સંઘર્ષ બાદ ૨૨-૨૦, ૨૧-૧૭થી હરાવીને બે દેશ વચ્ચે ૧-૧ની બરાબરી કરી હતી. મહિલા ડબલ્સમાં ગાયત્રી ગોપીચંદ અને ટ્રીસા જૉલીને મલેશિયાની વર્લ્ડ નંબર-૧૧ જોડી થિનાહ મુરલીધરન તથા કૂન્ગ લી પર્લી ટૅનની જોડીએ ૨૧-૧૮, ૨૧-૧૭થી હરાવી હતી. મેન્સ સિંગલ્સમાં કિદામ્બી જીતવા માટે ફેવરિટ હતો, પરંતુ તેને તેનાથી ઊતરતી રૅન્કના મલેશિયન પ્લેયર ત્ઝે યૉન્ગ એન્ગે ૨૧-૧૯, ૬-૨૧, ૨૧-૧૬થી હરાવી દેતાં ભારતે ચાર વર્ષ પહેલાં આ જ સ્પર્ધાની મિક્સ્ડ-ટીમ ઇવેન્ટમાં મલેશિયા સામે જીતેલો ગોલ્ડ જાળવી રાખવામાં નિષ્ફળતા જોવી પડી હતી.
હવે સિંગલ્સમાં સિંધુ વિમેન્સમાં અને શ્રીકાંત મેન્સમાં સિંગલ્સનો ગોલ્ડ મેડલ જીતવા ફેવરિટ છે. ચાર વર્ષ પહેલાં (૨૦૧૮)ની કૉમનવેલ્થની સિંગલ્સની ફાઇનલમાં સિંધુને ભારતની જ સાઇના નેહવાલે હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો, જ્યારે સિંધુ સિલ્વર જીતી હતી.
આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ સિંધુએ આ ટીમના પરાભવ પછી કહ્યું, ‘મને આશા છે કે સિંગલ્સની હરીફાઈઓમાં અમે ભારતને સુવર્ણચંદ્રકો અપાવી જ શકીશું. અમારે ટીમના પરાજયના આઘાતમાંથી બહાર આવીને વધુ મજબૂત મનોબળ સાથે વ્યક્તિગત હરીફાઈઓમાં રમવું જોઈશે.’