Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > અતાનુ અને દીપિકાની જોડી તીરંદાજી વર્લ્ડ કપની ફાઇનલમાં

અતાનુ અને દીપિકાની જોડી તીરંદાજી વર્લ્ડ કપની ફાઇનલમાં

25 June, 2021 02:47 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રવિવારે ફાઇનલમાં તેમની ટક્કર નેધરલૅન્ડ્સ સામે થશે

અતાનુ અને દીપિકા

અતાનુ અને દીપિકા


સ્ટાર તીરંદાજી યુગલ અતાનુ દાસ અને દીપિકા કુમારીએ ફ્રાન્સના પૅરિસમાં ચાલી રહેલી તીરંદાજી વર્લ્ડ કપની મિક્સ્ડ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચીને ભારતને મેડલની આશા જગાવી છે. ગઈ કાલે આ જોડીએ સ્પેનને ૫-૩થી હરાવી હતી. ટોક્યો ઑલિમ્પિક્સમાં પણ આ બન્ને પાસેથી ભારતને મેડલની આશા છે. રવિવારે ફાઇનલમાં તેમની ટક્કર નેધરલૅન્ડ્સ સામે થશે. વિશ્વની ત્રીજા નંબરની ખેલાડી દીપિકાકુમારી બીજો મેડલ પણ મેળવશે, કારણ કે તે સતત બીજી વખત વ્યક્તિગત સ્પર્ધાની સેમી ફાઇનલમાં પહોંચી છે. 

શાંતનુ અને દીપિકા પહેલી વખત મિક્સ્ડ ઇવેન્ટમાં સાથે ભાગ લઈ રહ્યાં છે. દીપિકા અગાઉ ૨૦૧૬માં પણ મિક્સ્ડ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. તેણે કહ્યું કે અમે ઘણા ખુશ છીએ. અમે જીતવા માગીએ છીએ. મેં ક્યારેય અતાનુ સાથે જોડી જમાવી નથી.’ દીપિકાએ ગયા વર્ષે જૂન ૨૦૨૦માં અતાનુ સાથે લગ્ન કર્યાં હતાં. દીપિકાએ કહ્યું કે તમે કહી શકો કે અમે સ્પેશ્યલ ટીમ છીએ, પરંતુ અમે એક પ્રોફેશનલ તીરંદાજ પણ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2021 02:47 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK