પુરુષ વર્ગમાં (એટીપી ઇવેન્ટમાં) રામકુમાર રામનાથન અને રોહન બોપન્નાની જોડી પણ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી હતી.
સાનિયા-નાદિયા પછી રામકુમાર-બોપન્ના પણ ક્વૉર્ટર ફાઇનલમાં
ઍડીલેડ ઇન્ટરનૅશનલ ડબ્લ્યુટીએ ટુર્નામેન્ટમાં ભારતની સાનિયા મિર્ઝા અને તેની યુક્રેનની પાર્ટનર નાદિયા કિચેનૉકની જોડી મહિલા ડબલ્સમાં સેકન્ડ-સીડેડ જોડી ગૅબ્રિયેલા દાબ્રોવ્સ્કી અને જુલિયાના ઑલ્મોસને ૧-૬, ૬-૩, ૧૦-૮થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ત્યાર બાદ પુરુષ વર્ગમાં (એટીપી ઇવેન્ટમાં) રામકુમાર રામનાથન અને રોહન બોપન્નાની જોડી પણ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી હતી. તેમણે સંઘર્ષપૂર્ણ બીજા રાઉન્ડમાં અમેરિકાના નૅથનીલ લૅમોન્સ અને જૅક્સન વિથ્રોને ૭-૪, ૭-૩, ૧૦-૪થી હરાવીને ક્વૉર્ટરમાં એન્ટ્રી કરી હતી.