° °

આજનું ઇ-પેપર
Friday, 21 January, 2022


ઈપીએલમાં ચેલ્સી અને લિવરપુલ પછી હવે મૅન્ચેસ્ટર સિટી મોખરે

06 December, 2021 01:20 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

એક દિવસમાં વારાફરતી ત્રણ ટીમ ટોચ પર જોવા મળી

શનિવારે લા લીગાની મૅચમાં બૉલ પર કબજો મેળવવાના પ્રયાસમાં બાર્સેલોનાનો રિકી પુઇગ (ડાબે) અને રિયલ બેટિસનો ક્રિસ્ટિયાન ટેલો. બેટિસનો ૧-૦થી વિજય થયો હતો. ૭૯મી મિનિટમાં બેટિસના જુઆન્મી જિમેનેઝે કરેલો ગોલ મૅચ-વિનિંગ બન્યો હતો. બેટિસની ટીમ ત્રીજા નંબરે છે.  (તસવીર : એ.એફ.પી.)

શનિવારે લા લીગાની મૅચમાં બૉલ પર કબજો મેળવવાના પ્રયાસમાં બાર્સેલોનાનો રિકી પુઇગ (ડાબે) અને રિયલ બેટિસનો ક્રિસ્ટિયાન ટેલો. બેટિસનો ૧-૦થી વિજય થયો હતો. ૭૯મી મિનિટમાં બેટિસના જુઆન્મી જિમેનેઝે કરેલો ગોલ મૅચ-વિનિંગ બન્યો હતો. બેટિસની ટીમ ત્રીજા નંબરે છે. (તસવીર : એ.એફ.પી.)

ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)માં શનિવારે સવારે ચેલ્સીની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે હતી, પરંતુ એનો આ સીઝનની ૧૫મી મૅચમાં વેસ્ટ હૅમ સામે ૨-૩થી પરાજય થયો હતો. ત્યાર પછી લિવરપુલે વુલ્વ્ઝ સામે ૧-૦થી વિજય મેળવતાં લિવરપુલની ટીમ ચેલ્સીને હટાવીને ટોચ પર આવી ગઈ હતી. જોકે થોડી જ વાર બાદ ડિફેન્ડિંગ ચૅમ્પિયન મૅન્ચેસ્ટર સિટીની ટીમે વૉટફર્ડ સામે ૩-૧થી વિજય મેળવતાં સિટીની ટીમ અવ્વલ સ્થાને આવી ગઈ હતી. આમ એક જ દિવસમાં મોખરના સ્થાને વારાફરતી ત્રણ ટીમ જોવા મળી હતી. સિટીના ૩૫, લિવરપુલના ૩૪ અને ચેલ્સીના ૩૩ પૉઇન્ટ છે.
ન્યુ કૅસલની પહેલી જીત
ઈપીએલમાં ૨૦ ટીમમાં ૧૯મું સ્થાન ધરાવતી ન્યુ કૅસલ નામની ટીમે 
શનિવારે આ સીઝનનો પ્રથમ વિજય નોંધાવ્યો હતો. એણે ૧૮મા નંબરની બર્નલીને ૧-૦થી હરાવીને ૭ હાર તથા ૭ ડ્રૉ બાદ પહેલી વાર જીત માણી હતી. મૅચનો એકમાત્ર ગોલ કૅલમ વિલ્સને ૪૦મી મિનિટે કર્યો હતો.
રિયલ સામે રિયલની જીત
સ્પેનની લા લીગા ફુટબૉલ ચૅમ્પિયનશિપમાં શનિવારે રિયલ સોશિડેડની ટીમ સામે રિયલ મૅડ્રિડે ૨-૦થી વિજય મેળવીને મોખરાના સ્થાને પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી હતી. રિયલ મૅડ્રિડનો કરીમ બેન્ઝેમા ઈજા પામતાં રિયલ મૅડ્રિડને જિતાડવાની જવાબદારી બાકીના પ્લેયરો પર વધી ગઈ હતી અને એમાં વિનિસિયસ જુનિયર તથા લુકા જૉવિચે એક-એક ગોલ કરીને ટીમને ૨-૦થી સરસાઈ અપાવી હતી તેમ જ ડિફેન્ડરોએ સંરક્ષણની જાળ મજબૂત બનાવી રાખીને રિયલ સોશિડેડને એકેય ગોલ નહોતો કરવા દીધો.
બાયર્નની જીત ઃ કોચને યલો કાર્ડ
બન્ડસલીગામાં મોખરાની ટીમ બાયર્ને બીજા નંબરની ડોર્ટમન્ડની ટીમને ૩-૨થી હરાવી હતી. જોકે આ મૅચમાં બન્ને ટીમ ૨-૨થી બરાબરીમાં રહ્યા બાદ ૭૭મી મિનિટે એક વિવાદ થયો હતો. ડોર્ટમન્ડના મૅટ્સ હમેલ્સના હૅન્ડ-બૉલના ફાઉલને પગલે રેફરીએ રિવ્યુ જોયા બાદ બાયર્નની ટીમને પેનલ્ટી શૉટ આપ્યો હતો અને રૉબર્ટ લેવાન્ડોવ્સ્કીઅે ૭૮મી મિનિટે એ પેનલ્ટીની મદદથી પોતાનો બીજો ગોલ કર્યો હતો જે મૅચ-વિનર બન્યો હતો. આ ઘટના દરમ્યાન ડાર્ટમન્ડના કોચ માર્કો રોઝે બેકાબૂ થઈને વિરોધ નોંધાવતાં તેમને બીજું યલો કાર્ડ બતાવવામાં આવ્યું હતું. એ સાથે, તેમને પોતાના સ્થાન પરથી પાછા મોકલી દેવાયા હતા.

06 December, 2021 01:20 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

ઓસાકા, બાર્ટી અને નડાલ ત્રીજા રાઉન્ડમાં

ગયા વખતની ચૅમ્પિયન જપાનની નાઓમી ઓસાકાએ સેકન્ડ રાઉન્ડમાં અમેરિકાની મેડિસન બ્રેન્ગલને ૬-૦, ૬-૪થી હરાવી દીધી હતી

20 January, 2022 12:59 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ચેલ્સીની પ્રીમિયર લીગના ટાઇટલની આશા ઓસરી રહી છે

ચેલ્સીની ટીમ છેલ્લી ચાર મૅચમાંથી એકેય નથી જીતી

20 January, 2022 12:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

સાનિયાની ૨૦૨૨ને અંતે ટેનિસને બાય-બાય

ટેનિસ-સ્ટારે નિવૃત્તિ જાહેર કરતાં કહ્યું, ‘હવે ઉંમર વધતાં શરીર ઘસાતું જાય છે, ઘૂંટણ ખૂબ દુખે છે, ત્રણ વર્ષના દીકરાને બધા પ્રવાસમાં સાથે લઈ જવામાં બહુ જોખમ પણ છે’

20 January, 2022 12:49 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK