ઓપનિંગ સેરેમની સમયે દરેક દેશનું પ્રતિનિધિમંડળ બોટમાં સેન નદી પરથી રાષ્ટ્રધ્વજ લઈને પસાર થશે.
સેન નદી
સમર ઑલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલી વાર પૅરિસમાં ઓપનિંગ સેરેમની સ્ટેડિયમને બદલે નદીમાં આયોજિત કરવામાં આવી રહી છે. સુરક્ષા માટે ઓપનિંગ સેરેમની સુધી સુરક્ષા-કર્મચારીઓએ સેન નદીનો એક કિલોમીટર લાંબો ઝોન સીલ કરી દીધો છે. સામાન્ય લોકોને અહીં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઓપનિંગ સેરેમની સમયે દરેક દેશનું પ્રતિનિધિમંડળ બોટમાં સેન નદી પરથી રાષ્ટ્રધ્વજ લઈને પસાર થશે.
શ્રીલંકામાં બૉયફ્રેન્ડ સાથે ૨૮મી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી સ્મૃતિ માન્ધનાએ
ADVERTISEMENT
એશિયા કપ રમવા ભારતીય ટીમ સાથે શ્રીલંકા ગયેલી સ્ટાર ખેલાડી સ્મૃતિ માન્ધનાએ ગઈ કાલે બૉયફ્રેન્ડ પલાશ મુચ્છલ સાથે ૨૮મી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી હતી. બર્થ-ડેમાં મળેલી ગિફ્ટ સાથે બૉયફ્રેન્ડ અને ટીમ-મેમ્બર્સ સાથે પોતાનો ફોટો સોશ્યલ મીડિયા પર તેણે શૅર કર્યો હતો.
પોતાના હોમગ્રાઉન્ડ પર સ્ટુઅર્ટ બ્રૉડના નામની તકતી લાગી
નૉટિંગહૅમશરના ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં ગઈ કાલે ઇંગ્લૅન્ડ-વેસ્ટ ઇન્ડીઝની બીજી ટેસ્ટમૅચ પહેલાં સ્ટુઅર્ટ બ્રૉડને મોટું સન્માન મળ્યું હતું. ઇંગ્લૅન્ડ માટે ટેસ્ટક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજા નંબરના બોલર સ્ટુઅર્ટ બ્રૉડે પોતાના હોમગ્રાઉન્ડ પર પોતાના નામના પૅવિલિયન-એન્ડનું અનાવરણ કરીને પોતાના વારસાને અમર કર્યો હતો. એ સમયે તેનો પરિવાર પણ હાજર હતો.
શિર્ડીના સાંઈબાબાની ભક્તિમાં લીન થયો બર્થ-ડે બૉય ઈશાન કિશન
ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર થઈ ગયેલો ઈશાન કિશન ગઈ કાલે ૨૬ વર્ષનો થયો હતો. સાઉથ આફ્રિકા ટૂર દરમ્યાન આરામ માગ્યા બાદ તે ટીમમાં ફરી જગ્યા બનાવી શક્યો નથી. તે ટીમમાં પુનરાગમન કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી પણ બહાર થનાર ઈશાન કિશન કરીઅરમાં આગળ વધવા માટે પૂજા-પાઠનો સહારો લેતો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે તે શિર્ડીમાં સાંઈબાબાની ભક્તિમાં લીન થતો જોવા મળ્યો હતો.

