Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > શ્વેતા ગડા રનિંગની ૬૦-પ્લસ કૅટેગરીમાં જીત્યાં ત્રણ ગોલ્ડ સહિત પાંચ મેડલ

શ્વેતા ગડા રનિંગની ૬૦-પ્લસ કૅટેગરીમાં જીત્યાં ત્રણ ગોલ્ડ સહિત પાંચ મેડલ

05 December, 2022 11:24 AM IST | Nashik
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્વેતા ગડાએ શ્રીલંકા અને બંગલાદેશના પ્રતિસ્પર્ધીઓ વચ્ચે વેટરન્સ કૅટેગરીમાં પાંચ ચંદ્રક જીતી લીધાં છે

શ્વેતા ગડા

શ્વેતા ગડા


કહેવાય છેને કે ઉંમર તો માત્ર એક આંકડો કહેવાય, આત્મબળ તથા મનોબળથી ગમેએવી નાની કે મોટી વયની વ્યક્તિ અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી શકે છે અને એનું લેટેસ્ટ ઉદાહરણ છે વેટરન્સ કૅટેગરીની દોડમાં એક કે બે નહીં, પણ પાંચ-પાંચ મેડલ જીતનાર શ્વેતા ભરત ગડા. નાશિકમાં તાજેતરમાં વેટરન્સ સ્પોર્ટ્સ ઍન્ડ ગેમ્સ અસોસિએશન દ્વારા ‘ખેલ મહાકુંભ’ના બૅનર હેઠળ આયોજિત દ્વિતીય નૅશનલ વેટરન્સ સ્પોર્ટ્સ ઍન્ડ ગેમ્સ ચૅમ્પિયનશિપમાં મહારાષ્ટ્ર વતી ભાગ લેનાર શ્વેતા ગડાએ ૬૦+ વિમેન એજ કૅટેગરીમાં ૧૫૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ, ૮૦૦ મીટરમાં પણ ગોલ્ડ, ૪x૪૦૦ રિલે રનમાં પણ ગોલ્ડ, ૪૦૦ મીટરમાં સિલ્વર અને ૨૦૦ મીટરમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ભલભલાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવો ગુજરાતી માટે ગૌરવની વાત કહેવાય અને એમાં ઘાટકોપરનાં શ્વેતા ગડાએ ૨૦ જેટલાં રાજ્યો ઉપરાંત શ્રીલંકા અને બંગલાદેશના પ્રતિસ્પર્ધીઓ વચ્ચે વેટરન્સ કૅટેગરીમાં પાંચ ચંદ્રક જીતી લીધાં છે. તેઓ ૨૦૧૨થી વિવિધ સ્પર્ધાઓમાં મેડલ જીતતાં આવ્યાં છે અને જીતવાના ઉદ્દેશથી પ્રત્યેક હરીફાઈમાં ભાગ લેવામાં તેમને તેમના પતિ ભરતભાઈ ગડા તેમ જ ઘાટકોપર જૉલી જિમખાના અને મુલુંડ કચ્છી વીસા ઓસવાળ સમાજ તરફથી બહુ સારો નૈતિક ટેકો મળ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2022 11:24 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK