° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


ન્યૂઝ શોર્ટમાં: ટોક્યો ઑલિમ્પિક્સમાં 10,000 પ્રેક્ષકોને મળી શકે છે એન્ટ્રી

17 June, 2021 03:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડનો વિકેટકીપર વૅટલિંગ જાહેરાત કર્યા પ્રમાણે આવતી કાલથી શરૂ થતી ભારત સામેની ફાઇનલ બાદ સંન્યાસ લેશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કિવી વિકેટકીપરને ચૅમ્પિયન ટ્રોફી અપાવીને વિદાય લેવી છે
ન્યુ ઝીલૅન્ડનો વિકેટકીપર વૅટલિંગ જાહેરાત કર્યા પ્રમાણે આવતી કાલથી શરૂ થતી ભારત સામેની ફાઇનલ બાદ સંન્યાસ લેશે. આવતી કાલની ટેસ્ટ એ વૅટલિંગની કરીઅરની ૭૫મી અને છેલ્લી હશે. ૩૫ વર્ષના વૅટલિંગે આ બાબતે કહ્યું હતું કે આવતી કાલની ટેસ્ટ વધુ એક ટેસ્ટની જેમ જ રમીશ. હું ખૂબ ઉત્સાહી છું અને ફાઇનલમાં રમી રહ્યા હોવાથી ખુશી અનેકગણી વધી છે, પણ આગળની ટેસ્ટની જેમ જ હું મારું બેસ્ટ આપવાનો અને ટીમને જિતાડવાના પ્રયત્ન કરીશ. ચૅમ્પિયન ટ્રોફી સાથે કરીઅરની વિદાય થાય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે.’

ટોક્યો ઑલિમ્પિક્સમાં ૧૦૦૦૦ પ્રેક્ષકોને મળી શકે છે એન્ટ્રી
ટોક્યો ઑલિમ્પિક્સમાં જપાન સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ વખતે ૧૦,૦૦૦ જેટલા પ્રેક્ષકોના પ્રવેશની મર્યાદા નક્કી કરવા વિશે વિચારી રહ્યું છે. ૨૦ જૂને ઇમર્જન્સી હટાવી લેવાયા બાદ પરિસ્થિતિ જોઈને આ વિશે ફાઇનલ નિર્ણય લેવામાં આવશે. જપાનમા અમુક ન્યુઝપેપરના અહેવાલ પ્રમાણે આયોજકોની હાલની યોજના પ્રમાણે સ્ટેડિયમમાં ૫૦ ટકા અથવા ૧૦,૦૦૦ જે ઓછે હશે એટલા પ્રેક્ષકોને પ્રવેશ માટે પરમિશન મળી શકે છે. જોકે વિદેશી પ્રેક્ષકો પર તો પહેલાં પ્રવેશબંદી લગાવી દેવામાં આવી છે.

સ્મિત પટેલ બાદ સિદ્ધાર્થ ત્રિવેદી પણ યુએસએ પહોંચી ગયો
યૂવા વિકેટકીપર-બૅટ્સમૅન સ્મિત પટેલ તાજેતરમાં ભારતીય ક્રિકેટને અલવિદા કરીને યુએસએ પહોંચી ગયો હતો અને ત્યાં મેજર ક્રિકેટ લીગ સાથે કરાર કરીને કૅરિબિયન પ્રીમિયર લીગમાં પણ એન્ટ્રી મારી દીધી છે. હવે અન્ય એક ગુજરાતી પ્લેયર સિદ્ધાર્થ ત્રિવેદી પણ યુએસએ પહોંચી ગયો છે. ગુજરાત વતી રણજીમાં અને આઇયુપીએલમાં રાજસ્થાન રૉયલ્સ વતી રમનાર ૩૮ વર્ષનો સિદ્ધાર્થ યુએસએની માઇનર લીગ ક્રિકેટની સેન્ટ લુઇસ અમેરિકન્સ ટીમમાં જોડાઈ ગયો છે. સિદ્ધાર્થ છેલ્લા એક મહિનાથી ટીમના ખેલાડી અને કોચ એમ બેવડી ભૂમિકા ભજવી રહ્યો છે. સિદ્ધાર્થ ૨૦૧૯માં અમેરિકામાં ઍટલાન્ટાની પ્રીમિયર લીગમાં રમી આવ્યો હતો. 

ઍન્ડી મરે અને વીનસ વિલિયમ્સને વિમ્બલ્ડનમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી
ભૂતપૂર્વ ચૅમ્પિયનો બ્રિટનનો ઍન્ડી મરે અને અમેરિકાની વીનસ વિલિયમ્સને આગામી ગ્રૅન્ડ સ્લૅમ વિમ્બલ્ડનમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી છે. મરે ૨૦૧૬માં વિમ્બલ્ડન ચૅમ્પિયન બન્યો હતો, પણ ત્યાર બાદ સતત ઇન્જરીની પરેશાનીને લીધે આજે ૧૨૪ના રૅન્કમાં પહોંચી ગયો છે જેથી તે ગ્રૅન્ડ સ્લૅમમાં ડાયરેક્ટ એન્ટ્રી માટે ક્વૉલિફાય નથી થતો. જ્યારે પાંચ વખતની ચૅમ્પિયન ૪૦ વર્ષની વીનસ ૯૦મું ગ્રૅન્ડ સ્લૅમ રમશે. વીનસ હાલમાં ૧૦૩મો રેન્ક ધરાવે છે અને ફ્રેન્ચ ઓપનમાં પહેલા જ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી. 

સાગર ધનકર મર્ડરકેસમાં જુડો કોચ સુભાષની અરેસ્ટ
દિલ્હી પોલીસે ગઈ કાલે ૨૩ વર્ષના રેસલર સાગર ધનકરના છત્રાસલ સ્ટેડિયમમાં થયેલા મર્ડરના કેસમાં જુડો કોચ સુભાષની અરેસ્ટ કરી છે. આ કેસનો મુખ્ય આરોપી અને સ્ટાર રેસલર સુશીલકુમારની પોલીસે પહેલાં જ અરેસ્ટ કરી લીધી છે. 

રશિયાની ફિનલૅન્ડ સામે ૧-૦થી જીત
ગઈ કાલે સાંજે ગ્રુપ-‘બી’ની ટક્કરમાં ઘાયલ રશિયાએ ફિનલૅન્ડ સામે ૧-૦થી જીત મેળવીને પૉઇન્ટ-ટેબલ પર ખાતું ખોલાવ્યું હતું. મૅચનો એકમાત્ર ગોલ પહેલા હાફની ઇન્જરી ટાઇમમાં રશિયાના ઍલેક્સી મિરાન્ચુકે કર્યો હતો. આ જીત સાથે રશિયા ગ્રુપ-બીના પૉઇન્ટ-ટેબલમાં બેલ્જિયમ બાદ બીજા નંબરે પહોંચી હતી.  રશિયા એની પ્રથમ મૅચમાં બેલ્જિયમ સામે ૦-૩થી હારી ગઈ હતી, જ્યારે બીજી તરફ ફિનલૅન્ડે પ્રથમ મુકાબલામાં ડેન્માર્કને ૧-૦થી હરાવ્યું હતું. હવે રશિયા તેની છેલ્લી ગ્રુપ-મૅચ ૨૨ જૂને ડેન્માર્ક સામે અને ફિનલૅન્ડ પર એ જ દિવસે મજબૂત બેલ્જિયમ સામે ટકરાશે.

પૅરૅશૂટના વિરોધમાં ૬ જખમી
જર્મની અને ફ્રાન્સની મૅચ દરમ્યાન એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. ગ્રીનપીસ ઍક્ટિવિસ્ટની એક હરકતે અનેક લોકોને ઘાયલ કર્યા હતા. ‘કિક આઉટ ઑઇલ’ લખેલા એક પૅરૅશૂટમાં આ ઍક્ટિવિસ્ટે મેદાનમાં એન્ટ્રી મારતી વખતે એ સ્પાઇડર-કૅમના કેબલ્સ સાથે ટકરાયો હતો અને એને કારણે એની માઇક્રોલાઇટ બંધ થઈ ગઈ હતી અને તે બરાબર લૅન્ડિંગ નહોતો કરી શક્યો અને એમાં બે પ્રેક્ષકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બન્ને પ્રેક્ષકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આયોજકો આ ઍક્ટિવિસ્ટ સામે કાર્યવાહી કરવાની છે. ગ્રીનપ્રીસનું સ્ટન્ટ જર્મનીની કાર નિર્માતા ફોક્સવૅગન સામેનો હતો અને ગ્રીનપીસે એના ઑફિશ્યલ ટ્વિટર-અકાઉન્ટ પર દુર્ઘટના બદલ માફી માગી હતી અને કહ્યંુ હતું કે તેમનો ઇરાદો કોઈને ઘાયલ કરવાનો નહોતો.

ડેન્માર્કના કમૅબક ઇરાદા સામે બેલ્જિયમની મજબૂ્ત દીવાલ
ડેન્માર્કની આ યુરો કપમાં ક્યારેય વિચારી નહીં હોય એવી શરૂઆત હતી. પહેલી મૅચમાં ફિનલૅન્ડ સામે ૦-૧થી હાર જોવી પડી હતી. આ મૅચની ૪૨મી મિનિટે તેમનો કૅપ્ટન ક્રિસ્ટિયાનો એરિક્સન મેદાનમાં ઢળી પડ્યો હતો. મૅચને તરત થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે તેને હાર્ટ-અટૅક આવ્યો હતો અને હવે તેની તબિયત સ્થિર છે. મેદાનની એ દુર્ઘટના પછી થોડા સમય બાદ મૅચ ફરી શરૂ થઈ હતી, જેમાં ડેન્માર્કનો ૦-૧થી પરાજય થયો હતો. આવી સ્થિતિમાં મૅચ ફરી શરૂ કરવા બદલ ટીકા પણ થઈ હતી. જોકે હવે ડેન્માર્કે એ આઘાતમાંથી બહાર નીકળીને ટુર્નામેન્ટમાં ટકી રહેવા આજે કમબૅક કરવું પડશે અને સામે પડકાર પણ બેલ્જિયમના રૂપે મજબૂત છે. બેલ્જિયમે તેની પ્રથમ મૅચમાં રશિયાને ૩-૦થી હરાવ્યું હતું. 

17 June, 2021 03:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

News In Short : મેન્સ સ્કિટમાં હૅન્કૉક જીત્યો ત્રીજો ગોલ્ડ

હૅન્કૉક અગાઉ ૨૦૦૮ અને ૨૦૧૨ની ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. ૨૦૧૬માં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું  ભારતનો અંગદ વીર સિંહ બાજવા આ સ્પર્ધામાં ૧૮મા ક્રમાંકે રહ્યો હતો. 

27 July, 2021 05:29 IST | Mumbai | Agency
અન્ય સ્પોર્ટ્સ

પહેલી ટી૨૦માં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને ૩૮ રનથી હરાવ્યું

શ્રીલંકાએ શરૂઆત સારી કરી હતી, પંરતુ ત્યાર બાદ સમયાંતરે વિકેટ ગુમાવતાં ૧૫ ઓવર બાદ ૪ વિકેટે ૧૦૭ રનની સ્થિતિમાં આવી ગયું હતું અને ૧૮.૩ ઓવરમાં કુલ ૧૨૬ રને ઑલઆઉટ થયું હતું.

27 July, 2021 05:22 IST | Mumbai | Agency
અન્ય સ્પોર્ટ્સ

પૃથ્વી અને સૂર્યકુમારને મળી ઇંગ્લૅન્ડના પ્રવાસની ટિકિટ

ગિલ અને સુંદરને બદલે ટેસ્ટ-સિરીઝમાં રમવાની મળશે તક

27 July, 2021 05:17 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK