° °

આજનું ઇ-પેપર
Sunday, 26 September, 2021


ભારતના પૂર્વ બોક્સર ડિંગ્કો સિંહનું 42 વર્ષે નિધન

10 June, 2021 11:40 AM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતના પૂર્વ બોક્સર અને એશિયાઈ ખેલોના સ્વર્ણ પદક વિજેતા ડિંગ્કો સિંહનું લાંબી બિમારી બાદ નિધન થયુ છે.

 ડિંગ્કો સિંહ ( ફાઈલ ફોટો)

ડિંગ્કો સિંહ ( ફાઈલ ફોટો)

ભારતના પૂર્વ બોક્સર અને એશિયાઈ ખેલોના સ્વર્ણ પદક વિજેતા ડિંગ્કો સિંહનું લાંબી બિમારી બાદ નિધન થયુ છે. ભારતમાં અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ બોક્સરોમાંના એક એવા ડિંગ્કોએ 1998માં બેન્કોક એશિયાઈ ખેલોમાં સ્વર્ણ પદક જીત્યુ હતું.  

મહાન બોક્સર ડિંગ્કો સિંહ મે 2020માં કોરોના વાઈરસથી સંક્રમિત થયા હતાં. જોકે તે સમયે તેમને કોરોનાને મ્હાત આપી હતી. પરંતુ કેન્સર સામે તેઓ જીતી શક્યા નહી. કેટલાય સમયથી તેઓ કેન્સરથી પીડાઈ રહ્યાં હતાં. ગત વર્ષે કેન્સરની સારવાર માટે તેમને ઈમ્ફાલથી તેમને દિલ્હી સારવાર માટે પણ લઈ જવામાં આવ્યાં હતાં.   

ડિંગ્કો સિંહના નિધન પર અનેક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. રમત ગમત ક્ષેત્રના કેન્દ્રિય પ્રધાન કિરણ રિજ્જુએ ડિંગ્કો સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.  આ સાથે જ તેમણે ડિંગ્કો સિંહને ભારતમાં રમત પ્રત્યે દિવાનગી જન્માવવાનો શ્રેય આપ્યો છે. 

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">I’m deeply saddened by the demise of Shri Dingko Singh. One of the finest boxers India has ever produced, Dinko&#39;s gold medal at 1998 Bangkok Asian Games sparked the Boxing chain reaction in India. I extend my sincere condolences to the bereaved family. RIP Dinko? <a href="https://t.co/MCcuMbZOHM">pic.twitter.com/MCcuMbZOHM</a></p>&mdash; Kiren Rijiju (@KirenRijiju) <a href="https://twitter.com/KirenRijiju/status/1402817456347832324?ref_src=twsrc-Etfw">June 10, 2021</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

 

ખેલ પ્રધાન કિરણ રિજ્જુએ ટ્વિટ કરી કહ્યું કે, "ડિંગ્કો સિંહના નિધનથી મને ખુબ જ દુઃખ થયુ છે. ભારતના અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ બોક્સરોમાંના એક ડિંગ્કો સિંહએ 1998માં બેન્કોક એશિયાઈ ખેલોમાં સ્વર્ણ પદક જીતી ભારતમાં બોક્સિગ ચેન રિએક્શનને જન્મ આપ્યો. હું તેમના પરિવારને સાંત્વના પાઠવું છું. ભગવાન તમારી આત્માને શાંતિ આપે."

 

10 June, 2021 11:40 AM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

પરેશાન પાકિસ્તાનની મદદે અફઘાનિસ્તાન; સ્ટાર બાસ્કેટબૉલ ખેલાડી સતનામ હવે કુસ્તી કરશે અને વધુ સમાચાર

25 September, 2021 09:43 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

બે સ્ટાર ગોલ્ડ મેડલિસ્ટોનું મિલન નીરજ ચોપડાને ગિફ્ટમાં મળ્યું ટોક્યો

આ પપ્પીનું નામ તેમણે નીરજની સિદ્ધિને બિરદાવતાં ટોક્યો રાખ્યું હતું. બિન્દ્રાએ આશા વ્યક્ત કરી હતી કે આ ટોક્યો પપ્પી નીરજને તેનું જોડીદાર પૅરિસ પપ્પી લાવવા મોટિવેટ કરશે.

23 September, 2021 06:12 IST | Mumbai | Agency
અન્ય સ્પોર્ટ્સ

સુરિનામના ઉપરાષ્ટ્રપતિ ૬૦ વર્ષની વયે ઇન્ટરનૅશનલ ક્લબ ફુટબૉલ મૅચ રમ્યા

આ સાથે ૬૦ વર્ષ અને ૧૯૮ દિવસની ઉંમરે રમીને તેઓ સૌથી મોટી ઉંમરે ઇન્ટરનૅશનલ ક્બલ મૅચ રમનાર ખેલાડી બની ગયા હતા. 

23 September, 2021 05:48 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK