યુસુફ પઠાણનો જન્મ વડોદરામાં 17 નવેમ્બર, 1982ના રોજ થયો હતો. વર્ષ 2007થી તે ભારતીય ક્રિકેટ ટીમમાં એક આક્રમક બેટ્સમેન અને સ્પિનર તરીકે લાઈમલાઈટમાં આવ્યા હતા.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
યુસુફ પઠાણનીકારકિર્દી લાંબી ચાલી નહોતી જોકે તેની ટૂંકી કારકિર્દીમાં 2 વર્લ્ડ કપ વિનિંગ ટીમના ભાગ બન્યા હતા. યુસુફ પઠાણ 2007 ની ટી 20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહ્યા છે. 2011 ના વર્લ્ડ કપમાં પણ તે ભારતીય ક્રિકેટ ટીમમાં હતા.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
યુસુફ પઠાણના પેરેન્ટ્સની ઈચ્છા હતી કે તે ઈસ્લામિક સ્કોલર બને પરંતુ પઠાણે સખત મહેનત કરીને સફળ ક્રિકેટર બન્યો હતો. ટી 20 ડેબ્યૂ આશ્ચર્યજનક રહ્યો. 2007ના ટી-20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલા વિરેન્દ્ર સહેવાગને ઈજા થતા કૅપ્ટન કુલ એમએસ ધોનીએ યુસુફ પઠાણને તક આપી હતી.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
પોતાની તોફાની બેટિંગ માટે જાણીતા યુસુફ પઠાણે 57 વન-ડે રમી છે, જેમાંથી 41 ઈનિંગમાં 113.6ની સ્ટ્રાઈક રેટથી 810 રન કર્યા છે, જેમાં ત્રણ ફીફ્ટી અને બે સેન્ચ્યુરીનો સમાવેશ છે.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
આંતરરાષ્ટ્રીય ટી-20માં યુસુફે નોંધપાત્ર 146.58ની સ્ટ્રાઈક રેટથી 236 કર્યા હતા.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની દરેક ટુર્નામેન્ટના એકંદર રેકોર્ડની વાત કરીએ તો યુસુપ પઠાણે 174 મેચ રમી છે, જેમાં 154 ઈનિંગમાં તેણે 142.97ની સ્ટ્રાઈક રેટથી 3204 રન કર્યા છે, આમાં 13 ફીફ્ટી અને એક સેન્ચ્યુરીનો સમાવેશ છે.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
બોલીંગના રેકોર્ડની વાત કરીએ તો પઠાણે વનડેમાં 33 વિકેટ, આંતરરાષ્ટ્રીય ટી-20માં 13 અને આઈપીએલમાં 42 વિકેટ લીધી છે.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
યુસુફ પઠાણનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. ગરીબી એવી હતી કે ખેલાડીના ઘરે શૌચાલય પણ બનાવવામાં આવ્યું ન હતું.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
યુસુફ પઠાણ અને તેના ભાઈ ઈરફાન પઠાણે મળીને ઘણી વખત ભારતને નોંધપાત્ર જીત અપાવી છે.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
આઈપીએલની પહેલી સીઝનમાં પઠાણ રાજસ્થાન રૉયલ્સના વતિથી રમ્યો હતો. તે વખતે રાજસ્થાન રૉયલ્સે પઠાણ સાથે રૂ.1.9 કરોડનો કરાર કર્યો હતો. આ સીઝનમાં પઠાણે આઠ વિકેટ લેવાની સાથે 435 રન કર્યા હતા. તેમ જ સીઝનની પહેલી સૌથી ઝડપી ફીફ્ટી (21 બોલમાં) પણ પઠાણે કરી હતી.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
રાજસ્થાન રૉયલ્સના વતિથી રમનારા પઠાણે 2010ની આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 37 બોલમાં સેન્ચ્યુરી કરી હતી, જે ફૅન્સને આજે પણ યાદ છે.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
2013માં યુસુફે મુંબઈ સ્થિત સાયકોથેરેપિસ્ટ આફ્રિન સાથે લગ્ન કર્યા હતા, અને 17 એપ્રિલ, 2014ના રોજ પુત્રનો જન્મ થયો હતો.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
યુસુફ પઠાણ સોશ્યલ મીડિયામાં તેના ફેમિલી મેમ્બર્સ સાથે ફોટોઝ શૅર કરતા હોય છે.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
યુસુફે તેમની બહેનના લગ્ન વખતે આ ફોટો શૅર કરીને ઈમોશનલ પોસ્ટ લખી કે, મારી પ્રિય બહેન, મને ખબર જ નહી પડી કે તુ ક્યારે આટલી મોટી થઈ ગઈ, હવે લગ્ન કરીને તુ બીજા ઘરે જતી રહીશ.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
વીવીએસ લક્ષ્મણના હૈદરાબાદના ઘરે તેમની પત્ની અને યુસુફ પઠાણ.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
યુસુફ પઠાણ તેનો ભાઈ ઈરફાન પઠાણ બૉલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટી સાથે.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
યુસુફ પઠાણ તેના પિતાએ સુનિલ શેટ્ટી સાથે લન્ચ કર્યુ હતું.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
યુસુફ પઠાણ અભિનેતા જેકી શ્રોફ સાથે.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
યુસુફ પઠાણ અભિનેતા રાણા દગુભટ્ટી સાથે.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
યુસુફ પઠાણને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. તેમ જ પઠાણને હોર્સ-રાઈડિંગનો શોખ છે. પઠાણ પાસે ઘણા ઘોડાઓ છે.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
યુસુફ પઠાણે તેના દિકરા સાથેનો આ ક્યુટ ફોટો શૅર કર્યો હતો.
https://www.gujaratimidday.com/sports-news/cricket/photo/diwali-2020-see-how-your-favourite-indian-cricketers-celebrated-diwali-with-their-families-10157
આવી રહી છે યુસુફ પઠાણની જર્ની...