° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


યુઝવેન્દ્ર ચહલના માતા-પિતાને લાગ્યું કોરોનાનું સંક્રમણ, પત્નીએ સોશ્યલ મીડિયા દ્વારા આપી માહિતી

13 May, 2021 05:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને જણાવ્યું કે પરિવાર અત્યારે કેવી મુશ્કેલીઓનો સામાનો કરી રહ્યો છે

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની ફાઈલ તસવીર (તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની ફાઈલ તસવીર (તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

ભારતમાં કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેર ભયાનક સાબિત થઈ રહી છે. સામાન્ય માણસ, સેલેબ્ઝ, ક્રિકેટરો સહુ આ વાયરસની ચપેટમાં આવી રહ્યાં છે. હવે ભારતના લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ના માતા-પિતા કોરોના સંક્રમિત થયા છે. તેના પિતાની તબિયત વધુ બગડતાં તેમને હૉસ્પિટલમાં એડમિટ કરાયા છે. ચહલની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma)એ સોશ્યલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી.

ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પર પાંચ સ્ટોરી પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેનો પરિવાર અત્યારે કેવા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. સાથે જ બધાને સાવચેતી રાખવાનું પણ કહ્યું છે.

પ્રથમ સ્ટોરીમાં લખ્યું છે કે, ‘હું સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ નથી તેનું એક કારણ છે. એક કારણ છે કે હું ડાન્સ નથી કરતી કે મેસેજનો રિપ્લાય નથી આપતી’.

બીજી સ્ટોરીમાં લખ્યું છે, ‘એપ્રિલ-મે. આ બે મહિના મારા માટે બહુ મુશ્કેલ અને પડકારજનક રહ્યાં છે. સહુથી પહેલા મારી મમ્મી અને ભાઈ કોરોના પૉઝિટિવ થયા હતા. હું આઈપીએલ બબલમાં હતી એટલે કંઈ કરી શકું તેમ નહોતી. પરંતુ સમયે સમયે બધુ મોનિટર કરતી હતી. પરિવારથી દુર રહેવું બહુ મુશ્કેલ છે. સદ્નનસીબે, તેઓ રિકવર થઈ ગયા છે. પરંતુ કોરોનાને કારણે મેં મારા નજીકના અંકલ-આંટીને ગુમાવ્યા’.

ધનશ્રીએ આગળ ત્રીજી સ્ટોરીમાં લખ્યું છે કે, ‘મારા પેરન્ટ્સ-ઈન-લો કોવિડ પૉઝિટિવ થયાં છે. બન્નેમાં ઘણા લક્ષણો છે. મારા સસરાને હૉસ્પિટલમાં એડમિટ કરાયા છે, જ્યારે મારાં સાસુની ઘરમાં જ સારવાર ચાલી રહી છે. હું હૉસ્પિટલ ગઈ હતી અને મને ખબર છે કે બહાર પરિસ્થિતિ કેટલી ભયાનક છે. બધા પ્લીઝ...સાવચેતી રાખો’.

પછી તેણે લખ્યું છે, ‘તમે કોઈ એવી વ્યક્તિને ઓળખો છે જે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે તો તેમને કોઈપણ રીતે મદદ કરો. પણ જો તમે ઘરે જ છો અને સુરક્ષિત છો તો ભગવાનનો આભાર માનો. મારો વિશ્વાસ કરો તમને બીજી સાઈડ રહેવું નહીં ગમે. દરરોજ તમે જીવનનો આભાર માનો અને સુરક્ષિત રહો, નિયમોનું પાલન કરો’.

અંતે ધનશ્રીએ લખ્યું છે કે, ‘અત્યારે ડાન્સ કરવો અને કન્ટેન્ટ ક્રિએટ કરવું ખુબ મુશ્કેલ છે. પણ હું મારા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશ કે હું જલ્દી એ બધુ શરુ કરી શકું. બાકી હું એટલું જ કહીશ કે, પ્રાર્થના કરો અને આસપાસના લોકોને મદદ કરો. આ લડાઈ સાથે મળીને લડીશું’.

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા.

13 May, 2021 05:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

News in Short: વાંચો ક્રિકેટ, ટૅનિસ અને ફૂટબૉલ સહિતના તમામ સમાચાર

આઇપીએલ શરૂ થવાને તો હજૂ વાર છે પરંતુ ચેન્નઇની ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના ફિટનેસની ચકાસણી કરવા માટે એક નવો સ્પર્ધક મળ્યો છે

14 June, 2021 03:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

બાવીસ વર્ષ બાદ ઇંગ્લૅન્ડમાં સિરીઝ જીત્યું ન્યુ ઝીલૅન્ડ

એજબૅસ્ટનમાં રમાયેલી બીજી ટેસ્ટ-મૅચમાં અંગ્રેજોને આઠ વિકેટથી હરાવીને ૧-૦થી જીતી સિરીઝ ઃ બીજી ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડની ટીમ ૧૨૨ રનમાં ઑલઆઉટ થતાં જીત માટેના ૩૮ રનના લક્ષ્યાંકને કિવીઓએ બે વિકેટ ગુમાવીને આંબ્યો

14 June, 2021 03:53 IST | England | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ફેફ ડુ પ્લેસીને આવ્યા તમ્મર

સાઉથ આફ્રિકાના ખેલાડી ફેફ ડુ પ્લેસી હૉસ્પિટલમાંથી હોટેલમાં પાછુ ફરતા ક્રિકેટ પ્રેમીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

14 June, 2021 03:53 IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK