° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 September, 2022


યુવરાજ માત્ર ૧૨૧૨ રૂપિયામાં ભાડે આપશે ગોવાનો આલીશાન બંગલો!

22 September, 2022 02:12 PM IST | Panaji
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ એ બંગલો છે જ્યાં હું મારા સ્વજનો સાથે ફુરસદનો સમય વિતાવતો હોઉં છું : યુવરાજ

ગોવામાં યુવીનો લક્ઝુરિયસ બંગલો છે

ગોવામાં યુવીનો લક્ઝુરિયસ બંગલો છે

ક્રિકેટ-લેજન્ડ યુવરાજ સિંહે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર તેના ચાહકો માટે એક જાહેરાત કરી હતી. ગોવામાં યુવીનો લક્ઝુરિયસ બંગલો છે, જેમાં સ્વિમિંગ-પૂલ અને જ્યાંથી અદ્ભુત કુદરતી દૃશ્યો જોઈ શકાય એવી ટેરેસ છે. તેણે પોસ્ટમાં લખ્યું છે, ‘હું ગોવા ખાતેનો મારો બંગલો ભાડે આપી રહ્યો છું. સૌથી પહેલાં હું છ (નસીબદાર) વ્યક્તિઓના ગ્રુપને આ બંગલો રેન્ટ પર આપીશ. આ એ બંગલો છે જ્યાં હું મારા સ્વજનો સાથે ફુરસદનો સમય વિતાવતો હોઉં છું. ક્રિકેટના મેદાન પર મેં જે યાદગાર સમય વિતાવ્યો એની અવિસ્મરણીય યાદો મારા ત્રણ બેડરૂમવાળા આ ઘરમાં સમાયેલી છે.’

યુવીના આ બંગલો માટેનું બુકિંગ airbnb.com પર આગામી ૨૮ સપ્ટેમ્બરે બપોરે ૧ વાગ્યે શરૂ થશે. એ માટે યુવીએ પોસ્ટમાં આ મુજબનું ઍડ્રેસ આપ્યું છે : https://airbnb.com/yuvrajsingh. યુવરાજ આ બંગલો ૧૪-૧૬ ઑક્ટોબરની તારીખે (બે નાઇટના સ્ટે માટે) એક નાઇટદીઠ ૧૨૧૨ રૂપિયા (બર્થ-ડેટ ૧૨ ડિસેમ્બર અને જર્સી નંબર ૧૨ પરથી)માં ભાડે આપશે.

22 September, 2022 02:12 PM IST | Panaji | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

CSKમાંથી નિવૃત્તિના અહેવાલો ખોટા, આ કારણે લાઈવ આવ્યા હતા ભૂતપૂર્વ કેપ્ટન ધોની

ધોનીએ શનિવારે કહ્યું હતું કે તે 25 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લાઈવ આવવાનો છે

25 September, 2022 04:33 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

મોહાલીમાં યુવી અને ભજ્જીના નામે સ્ટૅન્ડ

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને મંગળવારે ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી૨૦ નિમિત્તે આ સ્ટૅન્ડનું ઉદ્ઘાટન કર્યું હતું

22 September, 2022 02:01 IST | Mohali | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

યુવરાજ સિંહે ‘છ સિક્સર’ની ૧૫મી ઍનિવર્સરી પુત્ર સાથે માણી?

ગઈ કાલે (૧૯ સપ્ટેમ્બરે) યુવીની એ ઐતિહાસિક ફટકાબાજીને ૧૫ વર્ષ પૂરાં થયાં હતાં એ નિમિત્તે ખુદ યુવીએ પુત્રને ખોળામાં બેસાડીને એ વિડિયો જોયો હતો.

20 September, 2022 12:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK