Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હું હજીયે કુંબલેની હાજરીમાં બહુ સંભાળીને બોલું છું : યુવી

હું હજીયે કુંબલેની હાજરીમાં બહુ સંભાળીને બોલું છું : યુવી

05 December, 2022 11:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુવરાજ સિંહે ૨૦૦૦ની સાલમાં ચૅમ્પિયન્સ ટ્રોફી વખતે ભારતીય ટીમમાં ડેબ્યુ કર્યું હતું

સંજય શર્મા દ્વારા લિખિત ‘ગ્લૉરી બિયૉન્ડ ડ્રીમ્સ’ પુસ્તકના ગઈ કાલે વિલે પાર્લેમાં લૉન્ચિંગ પ્રસંગે યુવરાજ સિંહ.તસવીર સમીર માર્કન્ડે

સંજય શર્મા દ્વારા લિખિત ‘ગ્લૉરી બિયૉન્ડ ડ્રીમ્સ’ પુસ્તકના ગઈ કાલે વિલે પાર્લેમાં લૉન્ચિંગ પ્રસંગે યુવરાજ સિંહ.તસવીર સમીર માર્કન્ડે


ભારતને મળેલા અસાધારણ ઑલરાઉન્ડર્સમાં યુવરાજ સિંહનું નામ અચૂક લેવાય છે અને તેણે ૨૦૦૦ની સાલમાં ચૅમ્પિયન્સ ટ્રોફી વખતે ભારતીય ટીમમાં ડેબ્યુ કર્યું હતું. જોકે ખુદ તેણે ગઈ કાલે સાઉથ આફ્રિકાની ટી૨૦ સ્પર્ધાના લૉન્ચિંગ પ્રસંગે મુંબઈમાં આયોજિત એક શોને સંબોધતાં કહ્યું, ‘હું પહેલી વાર ડ્રેસિંગ-રૂમમાં ગયો ત્યારે સિનિયર પ્લેયરોથી ખૂબ ડરતો હતો. સચિન, દ્રવિડ, કુંબલે અને ગાંગુલી જેવા દિગ્ગજોની સાથે મારે એ રૂમમાં બેસવાનું હતું એટલે સ્વાભાવિક છે કે હું નર્વસ થઈ જ જાઉં. ખરું કહું તો બાવીસ વર્ષ પછી હજી આજે પણ હું કુંબલેની હાજરીમાં બહુ સંભાળીને બોલું છું. કોઈ ભૂલ ન થઈ જાય એની ખાસ કાળજી રાખું છું.’


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2022 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK