ન્યુ ઝીલૅન્ડ અને પાકિસ્તાનને એક-એક સ્થાનનો ફાયદો થયો
ફાઇલ તસવીર
દરેક ટેસ્ટ-મૅચના રિઝલ્ટ સાથે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની વર્તમાન સીઝનમાં ફાઇનલની રેસ રસપ્રદ બની રહી છે. ન્યુ ઝીલૅન્ડ સામે પુણે-ટેસ્ટ હાર્યા બાદ ભારતની પૉઇન્ટ-ટકાવારી ૬૮.૦૬થી ઘટીને ૬૨.૮૨ થઈ ગઈ છે, પણ સતત બે હાર છતાં ભારતીય ટીમ પહેલા સ્થાને યથાવત્ છે. જીત બાદ ન્યુ ઝીલૅન્ડની પૉઇન્ટ-ટકાવારી ૪૪.૪૪થી વધીને ૫૦.૦૦ થઈ છે, જેને કારણે ન્યુ ઝીલૅન્ડે સાઉથ આફ્રિકાને પાછળ છોડી ફરી ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પૉઇન્ટ-ટેબલમાં પાકિસ્તાનની ટીમને પણ એક સ્થાનનો ફાયદો થયો છે. ૨૫.૯૩થી ૩૩.૩૩ સુધીની પૉઇન્ટ-ટકાવારી મેળવીને પાકિસ્તાની ટીમ સાતમા ક્રમે પહોંચી છે, જ્યારે રાવલપિંડી-ટેસ્ટમાં હાર બાદ ઇંગ્લૅન્ડની ટીમ છઠ્ઠા ક્રમે યથાવત્ છે. જોકે એની પૉઇન્ટ-ટકાવારી ૪૩.૦૬થી ઘટીને ૪૦.૭૯ થઈ ગઈ છે.
દરેક ટીમની પૉઇન્ટ-ટકાવારી
ADVERTISEMENT
ભારત - ૬૨.૮૨
ઑસ્ટ્રેલિયા - ૬૨.૫૦
શ્રીલંકા - ૫૫.૫૬
ન્યુ ઝીલૅન્ડ - ૫૦.૦૦
સાઉથ આફ્રિકા - ૪૭.૬૨
ઇંગ્લૅન્ડ - ૪૦.૭૯
પાકિસ્તાન - ૩૩.૩૩
બંગલાદેશ - ૩૦.૫૬
વેસ્ટ ઇન્ડીઝ - ૧૮.૫૨