Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ફાઇનલમાં રિચર્ડ ઇલિંગવર્થ અને માઇકલ ગોફ કરશે અમ્પાયરિંગ

ફાઇનલમાં રિચર્ડ ઇલિંગવર્થ અને માઇકલ ગોફ કરશે અમ્પાયરિંગ

09 June, 2021 03:45 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ગઈ કાલે ૧૮થી ૨૨ જૂન દરમ્યાન ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ માટે મૅચ ઑફિશ્યલ્સની જાહેરાત કરી દીધી હતી.

રિચર્ડ ઇલિંગવર્થ અને માઇકલ ગોફ

રિચર્ડ ઇલિંગવર્થ અને માઇકલ ગોફ


ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ગઈ કાલે ૧૮થી ૨૨ જૂન દરમ્યાન ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ માટે મૅચ ઑફિશ્યલ્સની જાહેરાત કરી દીધી હતી. ક્રિસ બ્રૉડ મૅચ-રેફરી તરીકે ફરજ બજાવશે જ્યારે આ મહાજંગમાં ઑન ફીલ્ડ અમ્પાયર હશે રિચર્ડ ઇલિંગવર્થ અને માઇકલ ગૌફ. એ ઉપરાંત રિચર્ડ કેટલબોરોહને ટીવી-અમ્પાયર તરીકે અને ઍલેક્સ વાર્ફને ચોથા અમ્પાયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની બીજી અને છેલ્લી ટેસ્ટ બાદ ન્યુ ઝીલૅન્ડની ટીમ ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડના બાયો-સિક્યૉર બબલમાંથી ૧૫ જૂને બધાં ટેસ્ટિંગ બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ બબલમાં પ્રવેશ કરશે. 

બન્ને છે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ખેલાડીઓ
૫૭ વર્ષના રિચર્ડ ઇલિંગવર્થ ઇંગ્લૅન્ડ વતી ૯ ટેસ્ટ અને ૨૫ વન-ડે રમ્યા છે. તેઓ ૧૯૯૨ અને ૧૯૯૬ના વર્લ્ડ કપમાં પણ ઇંગ્લૅન્ડની ટીમમાં હતા. ૨૦૧૪માં આઇસીસીની એલિટ પૅનલમાં પ્રવેશ મેળનાર ઇલિંવર્થે ૨૦૧૯ વર્લ્ડ કપની ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની સેમી ફાઇનલમાં પણ અમ્પાયરિંગ કર્યું હતું અને હવે તેઓ જ બન્ને ટીમની ટેસ્ટની ફાઇનલમાં ફરજ બજાવવાના છે. બીજી તરફ માઇકલ ગૌફ ઇંગ્લૅન્ડ વતી જુનિયર લેવલે રમ્યા બાદ સિનિયર લેવલે પ્રવેશ મેળવવો મુશ્કેલ લાગતાં ૨૩ વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કરીને ફુટબૉલ રમવા માંડ્યા હતા. જોકે ફરી ક્રિકેટ તરફ ખેંચાયા અને અમ્પારિંગમાં કરીઅર ન બનાવવાનું પસંદ કર્યું હતું. ૨૦૧૩માં ઇન્ટરનૅશનલ અમ્પાયર બનનાર ગૌફને ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે ૨૦૧૦થી સતત આઠ વર્ષ સુધી બેસ્ટ અમ્પાયર ઑફ ધ યરના અવૉર્ડથી નવાજ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2021 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK