વિશ્વના સૌથી મોટા ૫૬.૧ ફુટના બૅટનું ગઈ કાલે હૈદરાબાદમાં અનાવરણ કરવામાં આવ્યું હતું
તસવીર : એ.એફ.પી.
વર્લ્ડ કપ એ ક્રિકેટના દેશો વચ્ચેની સૌથી મોટી સ્પર્ધા કહેવાય અને એમાં ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ અનેરો હોય. જોકે આજે તો ટી૨૦ વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર છે એટલે એના જેટલો જોશ અને ઝનૂન બીજી કોઈ મૅચમાં ન હોય અને એ જ લાક્ષણિકતા સાથે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા ૫૬.૧ ફુટના બૅટનું ગઈ કાલે હૈદરાબાદમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ બૅટ યુએઈમાં ચાલતા ટી૨૦ વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી ટીમોને સમર્પિત કરાયું હતું. આ સૌથી મોટા બૅટનું વજન ૯૦૦૦ કિલો છે અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં એ નોંધાયું છે. આ બૅટ બનાવતાં એક મહિનો લાગ્યો હતો.