Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિલિયમસને પાંચ-પાંચ ભારતીય કૅપ્ટનો સાથે લીધી છે ટક્કર

વિલિયમસને પાંચ-પાંચ ભારતીય કૅપ્ટનો સાથે લીધી છે ટક્કર

26 November, 2022 06:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધોની, કોહલી, રોહિત, હાર્દિક અને હવે ધવન

 કેન વિલિયમસન

કેન વિલિયમસન



કેન વિલિયમસનની ગણના ભારતના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની સાથે થાય છે. એનું મુખ્ય કારણ એ છે કે માહીની જેમ વિલિયમસન પણ ‘કૂલ કૅપ્ટન’ છે. ક્યારેય કોઈ વિવાદમાં ન આવેલો વિલિયમસન હજી પણ ન્યુ ઝીલૅન્ડની બૅટિંગ લાઇનઅપ માટે આધારસ્તંભ ગણાય છે.
ગઈ કાલે વિલિયમસન વધુ એક ભારતીય કૅપ્ટન સામે રમ્યો. વાત એવી છે કે ૨૦૧૪માં વિલિયમસન ભારત સામે ઘરઆંગણે વન-ડે શ્રેણી રમ્યો હતો ત્યારે બ્રેન્ડન મૅક્લમ ન્યુ ઝીલૅન્ડનો સુકાની હતો. જોકે ૨૦૧૬માં ભારતના પ્રવાસે વિલિયમસન કૅપ્ટન તરીકે આવ્યો હતો. ત્યારે તેની સામે ધોની કૅપ્ટન હતો. ત્યાર પછી તો વિલિયમસને બીજા ચાર ભારતીય કૅપ્ટનોનો અલગ-અલગ ફૉર્મેટમાં અને ભિન્ન સિરીઝમાં સામનો કર્યો. ટેસ્ટ તેમ જ વન-ડે અને ટી૨૦ સહિતનાં ત્રણેય ફૉર્મેટમાં રમતા વિલિયમસન સામે હરીફ ભારતીય કૅપ્ટન તરીકે વિરાટ કોહલી, રોહિત શર્મા પણ રમી ચૂક્યા છે. ગયા અઠવાડિયે ટી૨૦ સિરીઝમાં હાર્દિક પંડ્યા હતો વિલિયમસનનો હરીફ અને હવે શિખર ધવન સામે તે હરીફ સુકાની છે.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2022 06:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK