Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મૉર્ગનના મૅજિક પર આજે પડદો પડશે?

મૉર્ગનના મૅજિક પર આજે પડદો પડશે?

28 June, 2022 07:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડનો વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન નબળા ફૉર્મ અને ઈજાને કારણે આજે નિવૃત્તિ જાહેર કરવાની તૈયારીમાં : બટલર અને મોઇન અનુગામી બનવાની રેસમાં

મૉર્ગનના મૅજિક પર આજે પડદો પડશે?

મૉર્ગનના મૅજિક પર આજે પડદો પડશે?


૨૦૧૯માં બેમિસાલ કૅપ્ટન્સીથી અને ફાઇનલમાં છેલ્લે બેન સ્ટૉક્સની કમાલને કારણે ન્યુ ઝીલૅન્ડના હાથમાં આવેલી વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી આંચકી લેનાર ઇંગ્લૅન્ડની ટીમનો વાઇટ-બૉલ કૅપ્ટન ઇયોન મૉર્ગન આજે ઇંગ્લૅન્ડના સુકાનીપદેથી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દે એવી પાકી સંભાવના છે.
૨૦૧૪માં (૨૦૧૫ના વર્લ્ડ કપના બે મહિના પહેલાં) કૅપ્ટન બનેલો મૉર્ગન ઇંગ્લૅન્ડની મર્યાદિત ઓવર્સની ક્રિકેટમાં મોટું પરિવર્તન લાવ્યો છે. ૨૦૧૯માં ઇંગ્લૅન્ડે ન્યુ ઝીલૅન્ડ સામેની બે સુપરઓવરવાળી રોમાંચક ફાઇનલમાં જીત મેળવીને પ્રથમ વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી મૉર્ગનના સુકાનમાં મેળવી હતી. ૩૫ વર્ષના લેફ્ટ-હૅન્ડ બૅટર મૉર્ગન નબળા ફૉર્મને કારણે અને પગની બે પ્રકારની ઈજાને લીધે નિવૃત્તિ લઈ રહ્યો છે. તે છેલ્લી ટેસ્ટ ૨૦૧૨માં રમ્યો હતો. તેની ૧૬ વર્ષની કરીઅર પર પડદો પડી રહ્યો છે. તેના સ્થાને સુકાનીપદે જૉસ બટલર અને મોઇન અલીનાં નામ સૌથી વધુ ચર્ચામાં છે. મૉર્ગન કદાચ પ્રાઇવેટ લીગ ટુર્નામેન્ટમાં રમવાનું ચાલુ રાખશે અને ભવિષ્યમાં કદાચ કોચિંગની ઑફર પણ સ્વીકારશે.
મૉર્ગન આઇપીએલમાં કલકત્તા, હૈદરાબાદ, બૅન્ગલોર અને પંજાબ વતી રમ્યો છે.
શરૂઆતમાં આયરલૅન્ડ વતી રમ્યો ઇયોન મૉર્ગનનો જન્મ ૧૯૮૬માં આયરલૅન્ડના ડબ્લિન શહેરમાં થયો હતો. તે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૨૦૦૯ની ૬ એપ્રિલ સુધી આયરલૅન્ડ વતી રમ્યો હતો અને ૨૦૦૯ની ૨૪ મેથી ઇંગ્લૅન્ડ વતી રમવાની શરૂઆત કરીને વર્ષોજૂની ઇચ્છા પૂરી કરી હતી.

મૉર્ગનનો ૧૬ વર્ષની કરીઅરમાં પર્ફોર્મન્સ



(૧) ૧૬ ટેસ્ટમાં બે સદીની મદદથી કુલ ૭૦૦ રન
(૨) ૨૪૮ વન-ડેમાં ૧૪ સેન્ચુરી, ૪૭ હાફ સેન્ચુરી તેમ જ ૩૯.૨૯ની સરેરાશ સાથે કુલ ૭૭૦૧ રન બનાવ્યા.
(૩) ૧૧૫ ટી૨૦માં કુલ ૨૪૫૮ રન બનાવ્યા.
જાન્યુઆરી ’૨૧ પછી નબળો દેખાવ
વન-ડેમાં : ૫ ઇનિંગ્સમાં ૧૦૩ રન, ૧ હાફ સેન્ચુરી અને બે ઝીરો.
ટી૨૦માં :  ૪૩ મૅચમાં ૬૪૩ રન, એકેય ફિફ્ટી નહીં, પરંતુ ૪ મૅચમાં ઝીરો


મૉર્ગનના વિક્રમ

(૧) વન-ડેની એક ઇનિંગ્સમાં સૌથી વધુ ૧૭ સિક્સર.
(૨) ટી૨૦માં કૅપ્ટન તરીકે સૌથી વધુ ૭૨ મૅચ.
(૩) વન-ડેમાં બે દેશ વતી સદી ફટકારનારો પ્રથમ ક્રિકેટર.
(૪) અન્ડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ ૬૦૬ રન.
(૫) વન-ડે ક્રિકેટમાં ત્રણ હાઇએસ્ટ સ્કોર્સ વખતે ઇંગ્લૅન્ડના કૅપ્ટનપદે : પાકિસ્તાન સામે ૪૪૪/૩, ઑસ્ટ્રેલિયા સામે ૪૮૧/૬ અને તાજેતરમાં નેધરલૅન્ડ્સ સામે ૪૯૮/૪.


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2022 07:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK