° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 September, 2022


શમી વર્લ્ડ કપમાં રમશે?

18 September, 2022 03:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બુમરાહ અને હર્ષલને કાઢી શકાય એમ નથી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

ઑસ્ટ્રેલિયામાં રમાનાર ટી૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમના ૧૫ ખેલાડીઓનાં નામની ઘોષણા થઈ ગઈ છે, જેમાં ભલે મોહમ્મદ શમી સહિત ચાર ખેલાડીઓને રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યા હોય, પરંતુ ટીમમાં હજી પણ ફેરબદલની શક્યતા છે. ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની સિરીઝ રમશે, જેમાં શમીને તક મળી છે. સિલેક્શન ક​મિટીના સભ્યના જણાવ્યા પ્રમાણે જો તે આ સિરીઝમાં સારું પ્રદર્શન કરે તો તેને ૧૫ સભ્યોની ટીમમાં સમાવેશ કરી શકાય છે. આઇસીસીના નિયમ મુજબ ટુર્નામેન્ટ શરૂ થવાના એક સપ્તાહ પહેલાં પણ તમામ ટીમ પોતાના મેઇન ટીમના રિઝર્વ ખેલાડીઓ સાથે રિપ્લેસ કરી શકે છે.

બુમરાહ અને હર્ષલને કાઢી શકાય એમ નથી. એ જોતાં ભુવનેશ્વર કુમાર પર તલવાર લટકેલી છે. સિલેક્શન સમિતિની બેઠક દરમ્યાન શમી અથવા અશ્વિન પૈકી કોઈ એકને લઈને ચર્ચાઓ થઈ હતી. કોચ દ્રવિડ અને કૅપ્ટન રોહિતે અશ્વિનની ડિમાન્ડ કરી હતી. ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની સિરીઝ દરમ્યાન પણ જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો પણ શમીને તક મળી શકે છે. 

18 September, 2022 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

પહેલી વાર સાસુમાને મળ્યો હાર્દિક પંડ્યા, શેર કર્યો ફની વીડિયો

હાર્દિક પંડ્યાએ ટ્વિટર પર ખાસ વીડિયો પોસ્ટ કર્યો

26 September, 2022 07:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

કૅપ્ટન રહાણેએ યશસ્વીને મેદાન પરથી કાઢી મૂક્યો : જોકે વેસ્ટ ઝોન ચૅમ્પિયન

વિવાદમાં સપડાયેલા ડબલ સેન્ચુરિયન જૈસવાલને છેવટે મળ્યો મૅન ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ

26 September, 2022 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

News In Short: કુલદીપ યાદવની હૅટ-ટ્રિક, ઇન્ડિયા ‘એ’ સિરીઝ જીત્યું

કુલદીપ યાદવની હૅટ-ટ્રિક સહિતની કુલ ચાર વિકેટને કારણે વિદેશી ટીમ ૨૧૯ રન બનાવી શકી હતી

26 September, 2022 02:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK