° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


મુંબઈ માટે આવતા વર્ષે રમશે જોફ્રા આર્ચર?

21 May, 2022 02:22 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સીઝનમાં ટીમના ખરાબ પ્રદર્શનને લઈને મુંબઈના કોચ માહેલા જયવર્દનેએ કર્યો ખુલાસો

જોફ્રા આર્ચર

જોફ્રા આર્ચર


આઇપીએલના પ્લે-ઑફની રેસમાંથી બહુ જલદી આઉટ થઈ જનાર મુંબઈની ટીમના કોચ માહેલા જયવર્દનેએ કહ્યું કે રસાકસીભરી મૅચમાં મહત્ત્વની ક્ષણોમાં કરેલા ખરાબ પ્રદર્શનને કારણે અમે નિષ્ફળ રહ્યા છીએ. પૉઇન્ટ 
ટેબલમાં સૌથી નીચેના ક્રમાંકે રહેલી મુંબઈની ટીમ આજે છેલ્લી મૅચ રમશે. જયવરર્દનેએ વધુમાં કહ્યું કે ‘ટુર્નામેન્ટની શરૂઆતના તબક્કામાં દબાણની સ્થિતિનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા. કોઈ પણ સીઝનની શરૂઆત ધીમી થાય છે તો એ ચિંતાની વાત છે.’ 
મુંબઈની ટીમે ઇંગ્લૅન્ડના જોફ્રા આર્ચરને મોટી રકમ આપીને ખરીદ્યો હતો અને ત્યારે તેમને ખબર હતી કે તે આ સીઝનમાં નહીં રમી શકે. તો કોચને આશા હતી કે તે આગામી સીઝનમાં રમશે. તેણે વધુમાં કહ્યું કે ‘સાચું કહું તો આ બહુ દૂરની વાત છે. નિષ્ણાતોની ટીમ એના પર નજર રાખી રહી છે. ભૂતકાળમાં તેને આવી ઈજા થઈ નથી. આ કંઈક નવું છે. આગામી આઇપીએલમાં હજી ૧૦ મહિનાની વાર છે.’ 

21 May, 2022 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

દમ વગરની બોલિંગ + કંગાળ બૅટિંગ = પરિણામ પરાજય

બેરસ્ટૉને મૅચનો અને રૂટ-બુમરાહને સિરીઝનો અવૉર્ડ ઃ સિરીઝ ૨-૨ની બરાબરીમાં પૂરી

06 July, 2022 03:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

આવતી કાલે ભારત અને ઇંગ્લૅન્ડની પ્રથમ ટી૨૦

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ-સિરીઝ ૨-૨થી ડ્રૉ ગયા પછી હવે બન્ને દેશો લિમિટેડ ઓવર્સ ફૉર્મેટ તરફ વળી રહ્યા છે.

06 July, 2022 03:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

News In Shorts: વન-ડે બૅટિંગના ટૉપ-ટેનમાં મંધાના એકમાત્ર ભારતીય

ભારતની વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના મહિલાઓની વન-ડેના આઇસીસી રૅન્કિંગ્સમાં ટૉપ-ટેનમાં પહોંચેલી એકમાત્ર ભારતીય છે.

06 July, 2022 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK