° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


પત્ની અને પરિવારે મને ચાર વર્ષ પહેલાં માફ કરી દીધેલો : ટિમ પેઇન

20 November, 2021 08:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પેઇનને ‘જૂનું દર્દ’ હવે વધુ નડ્યું : ૨૦૧૭ના સહ-કર્મચારીને મોકલેલા અશ્લીલ મેસેજનો મુદ્દો ફરી ચગતાં તેણે ટેસ્ટ-કૅપ્ટન્સી છોડી દીધી

ટિમ પેઇનની પત્ની બૉની ઑસ્ટ્રેલિયાના સંગીતક્ષેત્રની સેલિબ્રિટી છે તથા નર્સ તરીકેનું લાઇસન્સ પણ ધરાવે છે. તેમને બે બાળકો છે જેમનાં નામ મિલ્લા અને ચાલી છે.

ટિમ પેઇનની પત્ની બૉની ઑસ્ટ્રેલિયાના સંગીતક્ષેત્રની સેલિબ્રિટી છે તથા નર્સ તરીકેનું લાઇસન્સ પણ ધરાવે છે. તેમને બે બાળકો છે જેમનાં નામ મિલ્લા અને ચાલી છે.

ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ ટેસ્ટ-સિરીઝ શરૂ થવાને માંડ ત્રણ અઠવાડિયાં બાકી છે ત્યારે ટિમ પેઇને ઑસ્ટ્રેલિયાનું ટેસ્ટ-કૅપ્ટનપદ છોડીને ઑસ્ટ્રેલિયન ક્રિકેટને મુસીબતમાં મૂકી દીધું છે. ૨૦૧૭માં (ચાર વર્ષ પહેલાં) પેઇને એક મહિલા સહ-કર્મચારીને અશ્લીલ મેસેજ મોકલ્યા હતા અને ત્યારે એ કેસની થયેલી સઘન તપાસ બાદ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે અને તાસ્માનિયા ક્રિકેટ અસોસિએશને પેઇનને દોષમુક્ત જાહેર કર્યો હતો છતાં એ મુદ્દો ફરી જાહેરમાં ચગવા જઈ રહ્યો હોવાની જાણ થતાં પેઇને તાબડતોબ સુકાન છોડી દેવાનો નિર્ણય લીધો છે. જોકે તે ટીમમાં વિકેટકીપર-બૅટર તરીકે રહેવાનું પસંદ કરશે. બ્રિસ્બેનમાં પ્રથમ ઍશિઝ ટેસ્ટ ૮ ડિસેમ્બરે શરૂ થશે. પૅટ કમિન્સ વાઇસ-કૅપ્ટન છે અને ટિમ પેઇનના અનુગામી તરીકે (કૅપ્ટનપદે) ઘણા સમયથી તેનું નામ બોલાય છે.
રાજીનામામાં શું લખ્યું?
પેઇને રાજીનામા સાથેની વિગતમાં લખ્યું છે કે ‘મેં ૨૦૧૭માં જેકંઈ કર્યું હતું એનો મને ત્યારે ખૂબ અફસોસ હતો અને હજીયે છે. મેં ત્યારે મારી ફૅમિલીને પેટછૂટી વાત કરી હતી. બધું મુક્તમને કહી દીધું હતું. મારી પત્નીએ અને મારા પરિવારે ત્યારે મને માફ કરી દીધો હતો જે બદલ હું તેમનો આભારી છું. અમે બધા એ કિસ્સો સાવ ભૂલી ગયા હતા, પરંતુ હવે જ્યારે એ ઘટના ફરી ચગી રહી છે ત્યારે મને થયું કે મારે ટેસ્ટ-કૅપ્ટનના સર્વોચ્ચ પદે ચાલુ રહેવું ન જોઈએ. મારી પત્ની અને પરિવારને તેમ જ કોઈને પણ મારાથી કોઈ દુઃખ પહોંચ્યું હોય કે ક્રિકેટની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોય તો હું દિલથી માફી માગું છું.’
યુવતીને કેવા મેસેજ મોકલેલા?
પેઇને ૨૦૧૭માં તાસ્માનિયા ક્રિકેટ એસોસિએશનની સહ-કર્મચારીને બીભત્સ ટેક્સ્ટ મેસેજ મોકલવાની સાથે પોતાના ગુપ્તાંગના ફોટો તેમ જ ગ્રાફિક્સ સાથેની અશ્લીલ કમેન્ટ્સ મોકલી હતી. એક અહેવાલ મુજબ ટિમ પેઇન અને યુવતી વચ્ચે જે વાર્તાલાપ થયો હતાે એમાં ટિમ પેઇને યુવતીનાં ખૂબ વખાણ કર્યાં હતાં, પોતાના ગુપ્તાંગ વિશે અશ્લીલ મેસેજ કર્યો હતો અને પોતાને કિસ કરવાની માગણી પણ કરી હતી.
કૅપ્ટન્સી છોડનાર બીજો સુકાની
ટિમ પેઇન છેલ્લાં થોડાં વર્ષ દરમ્યાન ઑસ્ટ્રેલિયન ટેસ્ટ-ટીમની કૅપ્ટન્સી છોડનાર બીજો પ્લેયર છે. સાઉથ આફ્રિકામાં બૉલ-ટૅમ્પરિંગના કાંડને પગલે સ્ટીવ સ્મિથે કૅપ્ટન્સી છોડી દીધી હતી.

20 November, 2021 08:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

જોગેશ્વરીના અજાઝના છે ૨૦ કઝિન્સ : ફૅમિલીના વૉટ્સઍપ-ગ્રુપમાં મચી ધમાલ

અજાઝ પટેલનો જન્મ અને ઉછેર મુંબઈના જોગેશ્વરીમાં થયો હતો

05 December, 2021 02:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

બપોરે અજાઝે રચ્યો ઇતિહાસ, સાંજે કિવીઓનો થયો રકાસ

કિવી સ્પિનર ભારતના દાવની તમામ ૧૦ વિકેટ લઈને રેકૉર્ડ-બુકમાં આવી ગયો, પણ ન્યુ ઝીલૅન્ડ ફક્ત ૬૨ રનમાં ખખડી ગયું : ભારત આજે જ જીતી શકે

05 December, 2021 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ભારતીયો સાઉથ આફ્રિકા અઠવાડિયું મોડા જશે, માત્ર ટેસ્ટ અને વન-ડે શ્રેણી રમશે

સાઉથ આફ્રિકામાં ઓમાઇક્રોન વેરિઅન્ટથી દહેશત ફેલાઈ છે

05 December, 2021 01:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK