° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


કોહલી આઉટ હતો કે નહીં? અમ્પાયરે જ લીધો રિવ્યુ

20 June, 2021 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થે લેગ અમ્પાયર સાથે વાત કરી ત્યાર બાદ અમ્પાયર રિવ્યુ લેવાનો નિર્ણય લે છે. તેઓ વિકેટકીપરે સરખી રીતે કૅચ પકડ્યો હતો કે નહીં એ સંદર્ભે શંકાસ્પદ હોય છે. 

કોહલી આઉટ હતો કે નહીં? અમ્પાયરે જ લીધો રિવ્યુ

કોહલી આઉટ હતો કે નહીં? અમ્પાયરે જ લીધો રિવ્યુ

ફાઇનલને લઈને દરેકને એવું લાગતું હતું કે આ મૅચ યાદગાર બનાવવા આઇસીસી દરેક પ્રકારનાં પગલાં લેશે, પરંતુ બીજા દિવસે અમ્પાયરે એક એવું પગલું ભર્યું જેને લઈને સોશ્યલ મીડિયા પર ફૅન્સ તથા એક્સપર્ટ ચર્ચા કરી રહ્યા છે. ઇનિંગ્સની ૪૧મી ઓવરના છેલ્લા બૉલમાં કોહલી લેગ સ્ટમ્પની બહાર જતા બૉલને ફટકારવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ બૉલ વિકેટકીપર પાસે જાય છે. ત્યાર બાદ બોલર ટ્રેન્ટ બોલ્ટ કૅચઆઉટની અપીલ કરે છે અને આઉટની અપીલ માટે ડીઆરએસ લેવાનો નિર્ણય લે છે. એ દરમ્યાન અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થે લેગ અમ્પાયર સાથે વાત કરી ત્યાર બાદ અમ્પાયર રિવ્યુ લેવાનો નિર્ણય લે છે. તેઓ વિકેટકીપરે સરખી રીતે કૅચ પકડ્યો હતો કે નહીં એ સંદર્ભે શંકાસ્પદ હોય છે. 
અમ્પાયરના આ નિર્ણયથી કોહલી નારાજ થાય છે. ટીવી-અમ્પાયરે જોયું કે બૉલ અને બૅટનો સંપર્ક નથી થયો ત્યારે ફીલ્ડ અમ્પાયરને મૅચ આગળ ધપાવવાનું કહે છે. કૉમેન્ટેટર પણ આ સમસ્યાને સમજવાનો પ્રયાસ કરે છે. તેમને લાગ્યું કે આ રિવ્યુ માત્ર બૉલ કીપર પાસે ગયો કે નહીં એ જાણવા માટે જ છે, પરંતુ ટીવી-અમ્પાયરે ચેક કર્યું કે કોહલીની બૅટ સાથે બૉલનો સંપર્ક થયો કે નહીં. ત્યાર બાદ ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન વિલિયમસનને લાગ્યું કે રિવ્યુની જરૂર નથી. આમ અમ્પાયરે કરેલી ગરબડને કારણે ન્યુ ઝીલૅન્ડનો એક રિવ્યુ બચી જાય છે. 

20 June, 2021 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

કોરોના કેર, આઠ ખેલાડી આઉટ, ચારનું ડેબ્યુ

કોરોના પૉઝિટિવ કૃણાલ પંડ્યા ઉપરાંત તેના સંપર્કમાં આવેલા ખેલાડીઓ પણ ટી૨૦ સિરીઝમાંથી થયા બહાર, બીજી ટી૨૦માં દેવદત્ત પડિક્કલ, રિતુરાજ ગાયકવાડ, નીતિન રાણા અને ચેતન સાકરિયાને મળ્યો પહેલી વાર મોકો

29 July, 2021 03:37 IST | Mumbai | Agency
ક્રિકેટ

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટ માઇક હૅન્ડ્રિક્સનું અવસાન

૧૯૮૨માં સાઉથ આફ્રિકાની રિબેલ ટૂરમાં સામેલ થતા તેમના પર ત્રણ વર્ષનો બૅન મુકાવામાં આવ્યં હતો અને તેમના કરિયરનો અંત આવી ગયો હતો.   

28 July, 2021 02:54 IST | Mumbai | Agency
ક્રિકેટ

ટીમ ઇન્ડિયાએ શરૂ કરી ટ્રેઇનિંગ, પંત જોડાયો

ભારતીય ટીમ આ પહેલાં કાઉન્ટી ઇલેવન સામે ત્રણ દિવસની એક વૉર્મઅપ મૅચ પણ રમી હતી જે ડ્રૉ ગઈ હતી.

28 July, 2021 02:50 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK