° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


દ્વિ​પક્ષી સિરીઝમાં પાંચ ટી20 મૅચ જીતનાર દુનિયાની પહેલી ટીમ બની ઇન્ડિયા

03 February, 2020 01:39 PM IST | Mount Maunganui

દ્વિ​પક્ષી સિરીઝમાં પાંચ ટી20 મૅચ જીતનાર દુનિયાની પહેલી ટીમ બની ઇન્ડિયા

ન્યુ ઝીલૅન્ડને તેની જ ધરતી પર ટી૨૦ સિરીઝમાં ૫-૦થી હાર આપનારી ચૅમ્પિયન ટીમ ઇન્ડિયા

ન્યુ ઝીલૅન્ડને તેની જ ધરતી પર ટી૨૦ સિરીઝમાં ૫-૦થી હાર આપનારી ચૅમ્પિયન ટીમ ઇન્ડિયા

ઇન્ડિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની પાંચમી અને છેલ્લી ટી૨૦ મૅચ મહેમાન ટીમે ૭ રનથી જીતી લેતાં ન્યુ ઝીલૅન્ડને તેની જ ધરતી પર સિરીઝ ક્લીન સ્વીપ કરી હતી. ટી૨૦ ફૉર્મેટમાં પાંચ મૅચોની દ્વિપક્ષીય સિરીઝ જીતનારી ટીમ ઇન્ડિયા વર્લ્ડની પહેલી ટીમ બની છે. ટી૨૦ની દ્વિપક્ષીય સિરીઝમાં સૌથી વધારે ૨૨૪ રન બનાવનારા લોકેશ રાહુલને પ્લેયર ઑફ ધ સિરીઝ જ્યારે ત્રણ વિકેટ લેનારા જસપ્રીત બુમરાહને પ્લેયર ઑૅફ ધ મૅચ જાહેર કરાયો હતો.

ટીમ ઇન્ડિયાએ આપેલા ૧૬૪ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી ન્યુ ઝીલૅન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને ૧૭ રનમાં તેમણે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ચોથી વિકેટ માટે ટિમ સેફર્ટ અને પોતાની ૧૦૦મી ટી૨૦ મૅચ રમી રહેલા રોસ ટેલર વચ્ચે ૯૯ રનની પાર્ટનરશિપ થઈ હતી. આ બન્ને પ્લેયરોએ અનુક્રમે ૫૦ અને ૫૩ રન બનાવ્યા હતા. પિચ પર સેટ થઈ ચૂકેલી તેમની જોડીને તોડવામાં નવદીપ સૈનીને સફળતા મળી હતી. સૈફર્ટ અને ટેલરના આઉટ થયા બાદ અન્ય કોઈ પ્લેયર લાંબા સમય સુધી રમી શક્યો ન હતો અને ટીમના છ પ્લેયર એકઅંકી આંકડાના સ્કોર પર પૅવિલિયન ભેગા થયા હતા. ચાર ઓવરના સ્પેલમાં એક મેઇડન ઓવર નાખીને માત્ર ૧૨ રન આપનાર જસપ્રીત બુમરાહે સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. જોકે શિવમ દુબેની ઓવર ટીમ ઇન્ડિયાને સૌથી મોંઘી પડી હતી. તેણે એક ઓવરમાં સૌથી વધારે ૩૪ રન આપ્યા હતા. તેમ છતાં, ઇન્ડિયન બોલરો સામે ન્યુ ઝીલૅન્ડની ટીમ ટકી ન શકી અને ૨૦ ઓવરમાં નવ વિકેટે માત્ર ૧૫૬ રન બનાવી શકી હતી.

આ સિરીઝમાં ટીમ ઇન્ડિયા બીજી વાર ટૉસ જીતી હતી અને તેણે પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિરાટ કોહલીને આ મૅચમાં આરામ આપ્યો હોવાથી રોહિત શર્માએ ટીમની કમાન સંભાળી હતી. લોકેશ રાહુલ અને સંજુ સૅમસને ટીમની ઇનિંગ ઓપન કરી હતી, પણ સંજુનું નબળું પર્ફોર્મન્સ કાયમ રહ્યું હોવાથી રોહિતે બીજી જ ઓવરમાં વન-ડાઉન તરીકે આવવું પડ્યું હતું. રોહિતે સૌથી વધારે ૪૧ બૉલમાં ત્રણ ફોર અને ત્રણ સિક્સરની મદદથી ૬૦ રન બનાવ્યા હતા, પણ તેને ઇન્જરી થતાં તે રિટાયર હર્ટ થયો હતો. લોકેશ રાહુલ ૪૫ રન બનાવીને આઉટ થયો હતો. શિવમ દુબે બૅટિંગમાં પણ અસફળ રહ્યો હતો અને માત્ર પાંચ રને આઉટ થયો હતો. ચોથા નંબરે આવેલા શ્રેયસ અય્યરે નૉટઆઉટ ૩૩ અને મનીષ પાંડેએ નૉટઆઉટ ૧૧ રનની ઇનિંગ રમી ટીમના સ્કોરને ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૧૬૩ રને પહોંચાડ્યો હતો.

પાંચ મૅચોની ટી૨૦ સિરીઝમાં સૌથી વધારે ૨૨૪ રન બનાવનારા લોકેશ રાહુલને પ્લેયર ઑૅફ ધ સિરીઝ, જ્યારે ત્રણ વિકેટ લેનારા જસપ્રીત બુમરાહને પ્લેયર ઑૅફ ધ મૅચ જાહેર કરાયો હતો. ટી૨૦માં ન્યુ ઝીલૅન્ડને દ્વિપક્ષી સિરીઝમાં આવી કારમી હાર ક્યારેય નથી મળી. ૨૦૦૮માં છેલ્લે ઇંગ્લૅન્ડે ન્યુ ઝીલૅન્ડને તેના ઘરઆંગણે ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝમાં ૨-૦થી હાર આપી હતી.

ટીમ ઇન્ડિયા હવે ન્યુ ઝીલૅન્ડ સામે ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમશે જેમાંની પહેલી મૅચ પાંચમી ફેબ્રુઆરીએ રમાશે. ત્રણ વન-ડે બાદ બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમવામાં આવશે.

ટી૨૦ વર્લ્ડ કપ વિશે હાલમાં કંઈ નથી વિચારી રહ્યો : રાહુલ

ન્યુ ઝીલૅન્ડને તેના ઘરઆંગણે ક્લીન સ્વીપ આપવામાં લોકેશ રાહુલે પાયાની ભૂમિકા ભજવી છે જે માટે તેને પ્લેયર ઑફ ધ સિરીઝનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. જોકે મૅચ પછી તેણે સ્પષ્ટતા કરી હતી કે હાલમાં તે ટી૨૦ વર્લ્ડ કપ વિશે કંઈ નથી વિચારી રહ્યો.

પાંચ મૅચોની સિરીઝમાં કુલ ૨૨૪ રન બનાવનારા કે.એલ. રાહુલે કહ્યું કે ‘૫-૦થી સિરીઝ જીતી લીધા બાદ ઘણું સારું લાગી રહ્યું છે. મારા પર્ફોર્મન્સને લીધે ટીમ જીતી શકી એ માટે પણ ઘણો ખુશ છું. એ ઘણી સારી વાત છે કે સિરીઝની દરેક ગેમમાં અમે એક નવા વિશ્વાસ સાથે મેદાનમાં ઊતરીએ છીએ અને પોતાની સ્કીલ્સ બતાવી શકીએ છીએ. અમે દરેક પરિસ્થિતિના જવાબ સાથે મેદાનમાં ઊતરીએ છીએ અને એ ઘણી સારી વાત છે. મારી બૅટિંગથી હું ઘણો ખુશ છું અને હાલના સમયમાં ટી૨૦ વર્લ્ડ કપ માટે વધારે વિચારી પણ નથી રહ્યો. આશા છે કે હું મારું આ ફૉર્મ જાળવી રાખીશ.’

લોકેશ રાહુલે ન્યુ ઝીલૅન્ડ સામેની પાંચ ટી૨૦ મૅચોની સિરીઝમાં કુલ 224 રન બનાવ્યા હતા જે અત્યાર સુધી કોઈ પણ પ્લેયર દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધારે રન છે. વિરાટ કોહલીએ ૨૦૧૬માં ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝમાં સૌથી વધારે ૧૯૯ રન બનાવ્યા હતા.

જસપ્રીત બુમરાહે અત્યાર સુધી ટી૨૦માં કુલ 7 મેઇડન ઓવર નાખી છે જે કોઈ પણ બોલર દ્વારા ટી૨૦ ફૉર્મેટમાં નાખવામાં આવેલી સૌથી વધારે છે. આ પહેલાં શ્રીલંકન બોલર નુવાન કુલશેકરા ટી૨૦માં કુલ છ મેઇડન ઓવર નાખી હોવાનો રેકૉર્ડ ધરાવતો હતો.

ઘણું સારું લાગી રહ્યું છે. એક સમયે મૅચ ઘણી ક્લૉઝ આવી ગઈ હતી, પણ અમને ભરોસો હતો કે અમે એક-બે સારી ઓવર નાખી મૅચ કબજે કરી લેશું. પવન ઘણો હતો અને હું એનો ઉપયોગ કરીને બોલિંગ કરી રહ્યો હતો. ન્યુ ઝીલૅન્ડમાં પહેલી વાર ગ્રાઉન્ડના નવા ડાયમેન્શન વિશે તેમ જ બીજું પણ જે કંઈ શીખવા મળ્યું એને લીધે સારું પરિણામ આવ્યું એમ કહી શકાય.
- જસપ્રીત બુમરાહ

રોહિતે પૂરા કર્યા ૧૪,૦૦૦ ઇન્ટરનૅશનલ રન

ટીમ ઇન્ડિયાને છેલ્લી ટી૨૦માં લીડ કરનાર રોહિત શર્માએ નૉટઆઉટ ૬૦ રનની ઇનિંગ રમી હતી, પણ પછીથી તે ઈજાગ્રસ્ત થયો હતો. આ મૅચમાં રોહિતે દરેક ફૉર્મેટના મળીને કુલ ૧૪,૦૦૦ ઇન્ટરનૅશનલ રન પણ પૂરા કર્યા હતા. આ કીર્તિમાન સર્જનારો તે ઇન્ડિયાનો આઠમો બૅટ્સમૅન બની ગયો હતો. તેની પહેલાં સચિન તેન્ડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, મોહમ્મદ અઝહરુદ્દીન, વિરેન્દ્ર સેહવાગ, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી આ કીર્તિમાન બનાવી ચૂક્યા છે.

03 February, 2020 01:39 PM IST | Mount Maunganui

અન્ય લેખો

ક્રિકેટ

વરસાદને કારણે ધોવાયો સાઉથમ્પટન ટેસ્ટનો પહેલો દિવસ, સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ

18 જૂનના રમાનારી આ મેચ માટે મેદાન પર ખેલાડી ઉતરે, તે પહેલા વરસાદે પોતાનો પાસો ફેંકી દીધો અને મેચનો પહેલો દિવસ કોઇપણ ટૉસ વગર ધોવાઇ ગયો.

19 June, 2021 06:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

WTC final: ભારતીય ખેલાડીઓએ મિલ્ખા સિંહને આ રીતે અર્પી શ્રદ્ધાંજલિ

આ મેચમાં મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હાથમાં બ્લેક બેન્ડ પહેરીને આવ્યા છે.

19 June, 2021 04:32 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

યુરો કપમાં થાઇલૅન્ડનો ‘જ્યોતિષ’સિંહ ધમાલ મચાવે છે

યુરો કપમાં એની પાસે ચાર આગાહીઓ કરાવવામાં આવી છે અને ચારેય સાચી પડી છે

19 June, 2021 12:23 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK