° °

આજનું ઇ-પેપર
Tuesday, 31 January, 2023


નાગદેવી સ્પોર્ટ‍્સ ગ્રુપની ક્રિકેટ સ્પર્ધામાં વિપસા વૉરિયર્સ ચૅમ્પિયન

20 January, 2023 12:08 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાઈનલમાં બાવીસ રનથી વિજય: ડીપીએક્સ ડાયનામાઇટ્સ રનર-અપ

નાગદેવી સ્પોર્ટ‍્સ ગ્રુપની ક્રિકેટ સ્પર્ધામાં વિપસા વૉરિયર્સ ચૅમ્પિયન

નાગદેવી સ્પોર્ટ‍્સ ગ્રુપની ક્રિકેટ સ્પર્ધામાં વિપસા વૉરિયર્સ ચૅમ્પિયન

નાગદેવી સ્પોર્ટ્સ ગ્રુપ (એનએસજી) દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ જિનહર્ષ ટીમકેન અડોર કપ-૨૦૨૩માં વિપસા વૉરિયર્સે ચૅમ્પિયનપદ મેળવ્યું છે. બૉલબેરિંગ્સના વેપારીઓ વચ્ચેની આ લેધર બૉલ ક્રિકેટ સ્પર્ધા સીઝન-૪ ઘાટકોપર-વેસ્ટના ફાતિમા હાઈ સ્કૂલ ગ્રાઉન્ડમાં યોજાઈ હતી.

ડીપીએક્સ ડાયનામાઇટ્સ સામેની ડે ઍન્ડ નાઇટ ફાઇનલમાં વિપસાએ બૅટિંગ લીધા પછી ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૬૦ રન બનાવ્યા હતા, જેમાં વિકેટકીપર યોગેશભાઈ બોરીવલી (૧૭ બૉલમાં ૪૪), પ્રિયેશ શાહ (૪૩ બૉલમાં ૪૧) અને વત્સલ દોશી (૨૩ બૉલમાં ૨૩)નાં મુખ્ય યોગદાનો હતાં. ડીપીએક્સના ભાવિન મહેતાએ બે વિકેટ લીધી હતી. ડીપીએક્સ ટીમ ૧૬૧ રનના લક્ષ્યાંક સામે ૧૮.૫ ઓવરમાં ૧૩૮ રને ઑલઆઉટ થતાં વિપસાનો બાવીસ રનથી વિજય થયો હતો. કૅપ્ટન અલીઅસગર શિકારીએ ૧૪ બૉલમાં ૨૭ રન, નીલ શાહે ૧૫ બૉલમાં ૨૩ રન અને રાજેશ સરવૈયાએ ૧૨ બૉલમાં ૧૫ રન બનાવ્યા હતા. વિપસાના વિપુલ સંઘવીએ ૧૫ રનમાં ત્રણ, સાહિલ પારેખે ૧૮ રનમાં ત્રણ તથા દર્શક સલોતે ૨૯ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. વિપુલ સંઘવીને મૅન ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ અપાયો હતો.

20 January, 2023 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

શેફાલી વર્માને જુનિયર પછી હવે સિનિયર વર્લ્ડ કપ પણ જિતાડવો છે!

ફેબ્રુઆરીના વિમેન્સ ટી૨૦ વિશ્વકપમાં હરમન, મંધાના સાથે જમાવશે જોડી : આઇસીસીની જુનિયર અન્ડર-19 ટીમમાં શેફાલી, શ્વેતા, પાર્શ્વી ચોપડા સામેલ

31 January, 2023 03:29 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

News in Short: શારજાહની ટી૨૦માં વસીમે એમઆઇને સૌથી મોટી જીત અપાવી

કૉલિન મનરોના સુકાનમાં ડેઝર્ટ વાઇપર્સ ટીમ ફક્ત ૮૪ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી

31 January, 2023 03:21 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

‘દિનેશ કાર્તિક સૌથી વધુ ખુશ થયો હશે’ : મુરલી વિજય નિવૃત્તિની જાહેરાત કરતાં ટ્રોલ

કાર્તિકે પત્ની નિકિતાને વિજય સાથેના અફેર બાદ ડિવૉર્સ આપેલા : વિજય ટેક્નિક માટે જાણીતો હતો

31 January, 2023 03:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK