Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > યુરો કપમાં થાઇલૅન્ડનો ‘જ્યોતિષ’સિંહ ધમાલ મચાવે છે

યુરો કપમાં થાઇલૅન્ડનો ‘જ્યોતિષ’સિંહ ધમાલ મચાવે છે

19 June, 2021 12:13 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુરો કપમાં એની પાસે ચાર આગાહીઓ કરાવવામાં આવી છે અને ચારેય સાચી પડી છે

યુરો કપમાં ઇંગ્લૅન્ડ સામેની સ્કૉટલૅન્ડની મૅચ વિશેની ગઈ કાલે ‘બૉય’ નામના વાઇટ લાયન પાસે આગાહી કરાવતાં પહેલાં બન્ને હરીફ દેશના ધ્વજ પાસે માંસનો ટુકડો રખાયો હતો અને એણે ઇંગ્લૅન્ડને બદલે સ્કૉટલૅન્ડના ફ્લૅગની નજીકનો ટુકડો પસંદ કરીને સ્કૉટિશોની જીતનો સંકેત આપ્યો હતો (તસવીરઃ એ.એફ.પી.)

યુરો કપમાં ઇંગ્લૅન્ડ સામેની સ્કૉટલૅન્ડની મૅચ વિશેની ગઈ કાલે ‘બૉય’ નામના વાઇટ લાયન પાસે આગાહી કરાવતાં પહેલાં બન્ને હરીફ દેશના ધ્વજ પાસે માંસનો ટુકડો રખાયો હતો અને એણે ઇંગ્લૅન્ડને બદલે સ્કૉટલૅન્ડના ફ્લૅગની નજીકનો ટુકડો પસંદ કરીને સ્કૉટિશોની જીતનો સંકેત આપ્યો હતો (તસવીરઃ એ.એફ.પી.)


૨૦૧૦માં સાઉથ આફ્રિકામાં જેમ કઈ ટીમ જીતશે એ વિશેની ‘પોલ’ નામના જર્મન ઑક્ટૉપસની આગાહી સાચી પડી હતી એમ આ વખતે થાઇલૅન્ડના ‘બૉય ધ સાઇકિક લાયન’ નામના વાઇટ લાયનની ભવિષ્યવાણી સાચી પડી રહી છે. યુરો કપમાં એની પાસે ચાર આગાહીઓ કરાવવામાં આવી છે અને ચારેય સાચી પડી છે.

થાઇલૅન્ડના એક ઝૂમાં રહેતા પાંચ વર્ષના આ સિંહ પાસે જે બે દેશની મૅચ હોય એેના ધ્વજની બાજુમાં માંસનો ટુકડો લટકાવવામાં આવે છે અને એને પસંદ કરવાનું કહેવામાં આવે છે. એને વર્લ્ડ ચૅમ્પિયન ફ્રાન્સ અને જર્મની વચ્ચેની મૅચના વિજેતા પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું અને એણે ફ્રાન્સનો ફ્લૅગ પસંદ કર્યો હતો. પછીથી ફ્રાન્સે જર્મનીને ૧-૦થી હરાવ્યું હતું. ઇંગ્લૅન્ડનો ક્રોએશિયા પર, નેધરલૅન્ડ્સનો યુક્રેન પર અને રોનાલ્ડોના તરખાટવાળા પોર્ટુગલનો હંગેરી પર વિજય થશે એવી અગાઉથી સિંહે કરેલી આગાહી પણ સાચી પડી હતી.



અગાઉ બીજી ઘણી ફુટબૉલ સ્પર્ધાઓમાં પણ ‘બૉય’ સિંહની આગાહી સાચી પડી છે. હવે એણે યુરો કપમાં હંગેરી પરની ફ્રાન્સ તથા પોર્ટુગલ પરની જર્મનીની જીતની આગાહી કરી છે. ઇંગ્લૅન્ડ સામે સ્કૉટલૅન્ડ જીતશે એવી એણે આગાહી ગઈ કાલે વ્યક્ત કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2021 12:13 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK