Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નકલી આઇ-કાર્ડ બનાવીને દિલ્હીના સ્ટેડિયમમાં ઘૂસેલા બે જણની ધરપકડ

નકલી આઇ-કાર્ડ બનાવીને દિલ્હીના સ્ટેડિયમમાં ઘૂસેલા બે જણની ધરપકડ

06 May, 2021 03:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહિનાઓની મહેનત બાદ મોટી અપેક્ષાઓ સાથે ભારતમાં શરૂ કરવામાં આવેલી આઇપીએલની ૧૪મી સીઝન બાયો-બબલમાં કોરોનાની એન્ટ્રીને લીધે અટકાવી દેવી પડી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહિનાઓની મહેનત બાદ મોટી અપેક્ષાઓ સાથે ભારતમાં શરૂ કરવામાં આવેલી આઇપીએલની ૧૪મી સીઝન બાયો-બબલમાં કોરોનાની એન્ટ્રીને લીધે અટકાવી દેવી પડી હતી. મોટા-મોટા દાવાઓ છતાં બાયો-બબલ્સમાં કોરોનાવાઇરસ કેવી રીતે પ્રવેશ કરી શક્યો એ માટે સવાલો પૂછવામાં આવી રહ્યા છે. આ બાબતને લઈને તપાસ પણ શરૂ થઈ ગઈ છે. આ દરમ્યાન એક મોટા સમાચાર મળ્યા છે કે દિલ્હી પોલીસે બે જણની ધરપકડ કરી છે જેઓ શનિવારે રાજસ્થાન અને હૈદરાબાદની મૅચ દરમ્યાન નકલી આઇ-કાર્ડ બનાવીને સ્ટેડિયમમાં ઘૂસી ગયા હતા. વીઆઇપી લાઉન્જમાં આ બન્ને પહોંચી ગયા હતા. ત્યાંના અધિકારીઓને શંકા જતાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી, પણ તેઓ સંતોષકારક જવાબ ન આપી શકતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે બન્ને નકલી ઍક્રેડિટેશન કાર્ડ બનાવીને સ્ટેડિયમમાં ઘૂસ્યા હતા. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે તેઓ બુકી છે કે નહીં.

દિલ્હી ગ્રાઉન્ડના પાંચ ગ્રાઉન્ડ-સ્ટાફ ઉપરાંત ત્યાં સ્થિત ચેન્નઈ ટીમના બૅટિંગ અને બોલિંગ-કોચ તથા હૈદરાબાદ ટીમના વૃદ્ધિમાન સહાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.



શંકાસ્પદ ક્લીનર-બુકી છટકી ગયો
બીજી એક મૅચ દરમ્યાન ઍન્ટિ-કરપ્શન યુનિટે દિલ્હીના સ્ટેડિયમમાં ચાલી રહેલી સટ્ટાબાજી પણ પકડી હતી. ઍક્રેડિટેશન કાર્ડ ધરાવતો ક્લીનર બૉલ ટુ બૉલ કૉમેન્ટરી આપતાં ઝડપાઈ ગયો હતો. મેદાનની રમત અને ટીવીમાં થતા પ્રસારણ વચ્ચે થોડો ટાઇમ-ગૅપ હોય છે. આ ટાઇમ-ગૅપનો ફાયદો બુકીઓ બરાબર ઉઠાવતા હોય છે અને એ માટે તેમના માણસને મેદાનમાં મોકલતા હોય છે. જોકે આ વખતે પ્રેક્ષકો વગર આઇપીએલ મૅચો રમાડવામાં આવી હોવાથી બુકીઓએ માટે થોડીક મુશ્કેલી થઈ હતી. જોકે તેમણે આનો પણ રસ્તો શોધી કાઢ્યો હતો. પહેલી શક્યતા એ છે કે તેમણે સ્ટેડિયમમાં સાફસફાઈ કરતા સ્ટાફમાંથી કોઈકને પૈસા આપીને ફોડી નાખ્યો હશે અથવા ડુપ્લિકેટ આઇ-કાર્ડ બનાવીને તેમને મેદાનમાં મોકલ્યા હશે.  


મૅચ દરમ્યાન એક ક્લીનર સતત કોઈની સાથે વાત કરી રહ્યો હોવાથી અધિકારીઓને શંકા ગઈ હતી. તેની પૂછપરછ કરતાં પહેલાં તો તેણે મારી ગર્લફ્રેન્ડ સાથે વાત કરી રહ્યો છું એમ જણાવ્યું હતું, પણ પોલીસે એ નંબર રી-ડાયલ કરવાનું કહેતાં અને મેસેજિસ પરથી તે કોઈને મૅચની બૉલ બાય બૉલ માહિતી આપી રહ્યો હોવાનું જણાયું હતું. જોકે તે તેનો મોબાઇલ મૂકીને ભાગવામાં સફળ થયો હતો. અધિકારીઓને ખાતરી છે કે તે ક્લીનરના આધાર કાર્ડના આધારે તેઓ તેની જલદી ધરપકડ કરી લેશે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2021 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK