° °

આજનું ઇ-પેપર
Saturday, 20 August, 2022


નાગદેવી ક્રિકેટ લીગના ફાઇનલ જંગમાં ટીયુવીએક્સ તૂફાની v/s એચઈ વૉરિયર્સ 11

14 January, 2022 04:20 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાગદેવી બજારના વેપારીભાઈઓ વચ્ચે વિદ્યાવિહારના ફાતિમા ગ્રાઉન્ડ પર એન.એસ.જી.ના બૅનર હેઠળ રમાતી ટી૨૦ ટુર્નામેન્ટના ફાઇનલ જંગનો તખ્તો ગોઠવાઈ ગયો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

નાગદેવી બજારના વેપારીભાઈઓ વચ્ચે વિદ્યાવિહારના ફાતિમા ગ્રાઉન્ડ પર એન.એસ.જી.ના બૅનર હેઠળ રમાતી ટી૨૦ ટુર્નામેન્ટના ફાઇનલ જંગનો તખ્તો ગોઠવાઈ ગયો છે. ૧૮ જાન્યુઆરીએ રમાનારા આ નિર્ણાયક જંગમાં ગયા વખતના ચૅમ્પિયન એચઈ વૉરિયર્સને ટક્કર આપશે પહેલી જ વાર ફાઇનલમાં પ્રવેશ કરનાર ટીયુવીએક્સ તૂફાની ટીમ. ગઈ કાલે રમાયેલા બન્ને રોમાંચક સેમી ફાઇનલ જંગમાં ટીયુવીએક્સ તૂફાની અને એચઈ વૉરિયર્સ 11એ તેનો વિજયરથ જાળવી રાખીને વટથી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 
ગઈ કાલે પ્રથમ સેમી ફાઇનલમાં કેકેઈ સ્મૅશર્સ સામે ટૉસ જીતીને ટીયુવીએક્સ તૂફાનીએ પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. ઓપનર યોગેશભાઈ (૪૨ બૉલમાં એક સિક્સર અને સાત ફોર સાથે ૫૪ રન) તેમ જ પ્રિન્સ દોશી (૨૩ બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોર સાથે ૩૩ રન) અને મેહલ શાહ (૧૬ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે ૨૦ રન)ના યોગદાનના જોરે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૫૧ રન બનાવ્યા હતા. કેકેઈ સ્મૅશર્સ વતી વિપુલ દોશીએ ૨૪ રનમાં ચાર વિકેટ સાથે ભારે કમાલ કરી હતી. ઉપરાંત પ્રિન્સ દોશીએ ૩ અને દીપકે પણ બે વિકેટ લીધી હતી. કેકેઈ સ્મૅશર્સે જવાબમાં ૧૭.૧ ઓવરમાં ૧૦૩ રનમાં ઑલઆઉટ થઈ જતાં ૪૮ રનથી હાર જોવી પડી હતી. કેકેઈ સ્મૅશર્સ વતી રોનક (૨૦), સાહિલ પારેખ (૧૯) અને નલિન મકવાણા (૧૨) ડબલ ડિજિટનો સ્કોર બનાવી શક્યા હતા. ટીયુવીએક્સ તૂફાનીનો પ્રિન્સ દોશી ૩૩ રન અને ૨૨ રનમાં ૩ વિકેટ સાથે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. 
બીજી સેમી ફાઇનલમાં વિપ્સા વૉરિયર્સે હાલના ચૅમ્પિયન એચઈ વૉરિયર્સ 11ને ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિપ્સા વૉરિયર્સ ૨૦ ઓવરમાં જિગર ઉપાધ્યાય (૩૭), જિનેશ વસા (૨૨) અને રાકેશ સંઘવી (૧૪)ના પ્રતિકાર છતાં ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૧૨૦ રન જ બનાવી શક્યું હતું. ચૅમ્પિયન એચઈ વૉરિયર્સે ૧૭.૪ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ મેળવી લીધો હતો, જેમાં હેનેન્દ્ર શાહ (૪૩), નીરવ શાહ (૪૧) અને સંદીપ વાલેચાનું મહત્ત્વનું યોગદાન હતું. ચાર ઓવરમાં ફક્ત ૨૦ રન  અને ૨૦ બૉલમાં ૪૧ રનની લાજવાબ ઇનિંગ્સ બદલ એચઈ વૉરિયર્સનો નીરવ શાહ મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો. 

14 January, 2022 04:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

વેસ્ટ ઇન્ડીઝની ૯ હાર પછી પ્રથમ જીત : બે નવા સ્પિનર્સ ચમક્યા

કૅપ્ટન વિલિયમસનના ૩૪ રનની મદદથી ન્યુ ઝીલૅન્ડે કુલ ૧૯૦ રન બનાવ્યા હતા

19 August, 2022 12:09 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

અમેરિકાને પાંચ ‘ભારતીયોએ’ વન-ડેમાં સ્કૉટલૅન્ડ સામે જિતાડ્યું

મોનાંક પટેલની ટીમના જસ્કરન મલ્હોત્રાએ સેકન્ડ-લાસ્ટ બૉલ પર અપાવ્યો વિજય

19 August, 2022 11:32 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

યુઝવેન્દ્રએ ધનશ્રી વર્માની `ચહલ` અટક હટાવવા પર મૌન તોડ્યું, કહી આ વાત

હવે એક પોસ્ટ શેર કરીને યુઝવેન્દ્ર ચહલે દરેકને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અટકળો પર વિશ્વાસ ન કરે

18 August, 2022 09:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK