Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પરિવારને મળવા ન્યુ ઝીલૅન્ડ જતાં બોલ્ટ કદાચ પહેલી ટેસ્ટ ગુમાવશે

પરિવારને મળવા ન્યુ ઝીલૅન્ડ જતાં બોલ્ટ કદાચ પહેલી ટેસ્ટ ગુમાવશે

08 May, 2021 03:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આઇપીએલની ૧૪મી સીઝન સસ્પેન્ડ થતાં ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે ઇંગ્લૅન્ડ માટેની સિરીઝમાં સામેલ ખેલાડીઓ ભારતમાં ૧૧ મે સુધી રોકાઈને ડાયરેક્ટ ઇંગ્લૅન્ડ જવાની સગવડ કરી છે

ટ્રેન્ટ બોલ્ટ

ટ્રેન્ટ બોલ્ટ


પેસ બોલર ટ્રેન્ટ બોલ્ટ ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની પહેલી ટેસ્ટ કદાચ ગુમાવશે. આઇપીએલની ૧૪મી સીઝન સસ્પેન્ડ થતાં ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે ઇંગ્લૅન્ડ માટેની સિરીઝમાં સામેલ ખેલાડીઓ ભારતમાં ૧૧ મે સુધી રોકાઈને ડાયરેક્ટ ઇંગ્લૅન્ડ જવાની સગવડ કરી છે, પણ મુંબઈ ઇન્ડિયન્સ વતી રમનાર બોલ્ટ આ કપરા કાળમાં ફૅમિલીને મળવાનું ઉચિત લાગતાંતે ન્યુ ઝીલૅન્ડ જતો રહ્યો હતો. તે હવે જૂનમાં ઇંગ્લૅન્ડની ટીમ સાથે જોડાશે.

ઇંગ્લૅન્ડ સામેની બે ટેસ્ટની સિરીઝ બીજી જૂનથી શરૂ થઈને ૧૪ જૂને પૂરી થવાની છે. આ સિરીઝ બાદ ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ રમાવાની છે.



ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે એક સ્ટેટમેન્ટ બહાર પાડીને જણાવ્યું હતું કે લેફ્ટ હૅન્ડેડ પેસબોલર ટ્રેન્ટ બોલ્ટ જૂનની શરૂઆતમાં ટીમ સાથે જોડાતાં પહેલાં તેના પરિવારને મળવા ન્યુ ઝીલૅન્ડ આવી રહ્યો છે. આ ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટેસ્ટ ગુમાવશે, પણ જો બધું બરાબર રહ્યું તો તે બીજી ટેસ્ટમાં રમશે. જોકે એક વાત ચોક્કસ છે કે તે ભારત સાથે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં જરૂર રમશે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2021 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK