Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બોલ્ટે કૅચ છોડ્યો એ મારી પત્ની માટે પર્ફેક્ટ ગિફ્ટ : સૂર્યકુમાર

બોલ્ટે કૅચ છોડ્યો એ મારી પત્ની માટે પર્ફેક્ટ ગિફ્ટ : સૂર્યકુમાર

19 November, 2021 06:05 PM IST | mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જયપુરમાં બુધવારે ૧૬૫ રનનો લક્ષ્યાંક મેળવવાના પ્રયાસમાં ભારતીય ટીમનો સ્કોર બે વિકેટે ૧૩૬ રન હતો.

સુર્યકુમાર

સુર્યકુમાર


જયપુરમાં બુધવારે ૧૬૫ રનનો લક્ષ્યાંક મેળવવાના પ્રયાસમાં ભારતીય ટીમનો સ્કોર બે વિકેટે ૧૩૬ રન હતો અને મૅચવિનર સૂર્યકુમાર યાદવ ૫૭ રન પર હતો ત્યારે કૅપ્ટન ટિમ સાઉધીના બૉલમાં ફાઇન લેગ પર ટ્રેન્ટ બોલ્ટથી ખોટા જજમેન્ટને કારણે સૂર્યકુમારનો આસાન કૅચ છૂટી ગયો હતો અને એ બૉલ બાઉન્ડરીલાઇનની બહાર જતો રહ્યો હતો. જોકે પછીની ઓવરમાં જ બોલ્ટે સૂર્યકુમારને આઉટ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ભારતની જીત નિશ્ચિત થઈ ચૂકી હતી. એ દિવસે વિજય મેળવ્યા પછી મૅન ઑફ ધ મૅચ સૂર્યકુમારને પોતાને મળેલા જીવતદાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે મજાકમાં કહ્યું, ‘મારો બોલ્ટનો આભાર માનવો જોઈએ, કારણ કે આજે મારી વાઇફનો બર્થ-ડે છે અને તેને માટે એ કૅચ ડ્રૉપ થવો પર્ફેક્ટ ગિફ્ટ કહેવાય.’


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2021 06:05 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK