Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાહુલ-ડિકૉક: લખનઉના બે વિક્રમાદિત્યો

રાહુલ-ડિકૉક: લખનઉના બે વિક્રમાદિત્યો

19 May, 2022 12:36 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગઈ કાલે કલકત્તા નાઇટ રાઇડર્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સે બૅટિંગ લીધા પછી કેટલાક રેકૉર્ડ બનાવ્યા હતા.

ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગઈ કાલે કલકત્તા નાઇટ રાઇડર્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સે બૅટિંગ લીધા પછી કેટલાક રેકૉર્ડ બનાવ્યા હતા

ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગઈ કાલે કલકત્તા નાઇટ રાઇડર્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સે બૅટિંગ લીધા પછી કેટલાક રેકૉર્ડ બનાવ્યા હતા


ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગઈ કાલે કલકત્તા નાઇટ રાઇડર્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સે બૅટિંગ લીધા પછી કેટલાક રેકૉર્ડ બનાવ્યા હતા. લખનઉની ટીમે એકેય વિકેટ ગુમાવ્યા વગર ૨૧૦ રન બનાવ્યા હતા.
ક્વિન્ટન ડિકૉક (૧૪૦ અણનમ, ૭૦ બૉલ, ૧૦ સિક્સર, ૧૦ ફોર) આઇપીએલની આ સીઝનનો ત્રીજો સેન્ચુરી-મેકર બન્યો છે. રાજસ્થાનનો જૉસ બટલર ત્રણ અને લખનઉનો જ સુકાની કે. એલ. રાહુલ બે સદી ફટકારી ચૂક્યો છે. ગઈ કાલે રાહુલ (૬૮ અણનમ, ૫૧ બૉલ, ૪ સિક્સર, ૩ ફોર) વચ્ચેની અણનમ ૨૧૦ રનની ભાગીદારી આઇપીએલના ઇતિહાસની સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ છે. ડિકૉકે ૧૪૦માંથી ૧૦૦ રન ચોક્કા-છગ્ગા ફટકારીને બનાવ્યા હતા. આઇપીએલના ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે જેમાં પહેલાં બૅટિંગ કરનાર ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર તમામ ૨૦ ઓવર બૅટિંગ કરી છે.
ગઈ કાલે ડિકૉકને ૧૨મા રને કલકત્તાના અભિજિત તોમરના હાથે જીવતદાન મળ્યું હતું. સાઉધીની ઓવરમાં સતત ત્રણ બૉલમાં ત્રણ છગ્ગા ફટકારનાર ડિકૉકને ૧૩૧ રને પણ લાઇફ મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2022 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK