° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


પાકિસ્તાન-બંગલાદેશની આજે ઢાકામાં પ્રથમ ટી20

19 November, 2021 06:53 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન અને બંગલા દેશ વચ્ચે આજે ઢાકાના મીરપુરમાં ત્રણ મૅચવાળી ટી૨૦ સિરીઝની પ્રથમ મૅચ (બપોરે ૧.૩૦થી) રમાશે.

પાકિસ્તાન-બંગલાદેશની આજે ઢાકામાં પ્રથમ ટી20

પાકિસ્તાન-બંગલાદેશની આજે ઢાકામાં પ્રથમ ટી20


પાકિસ્તાન અને બંગલા દેશ વચ્ચે આજે ઢાકાના મીરપુરમાં ત્રણ મૅચવાળી ટી૨૦ સિરીઝની પ્રથમ મૅચ (બપોરે ૧.૩૦થી) રમાશે. પાકિસ્તાને આ મૅચ માટેની ટીમમાંથી સ્પિનર ઇમાદ વસીમ અને હાર્ડ-હિટર આસિફ અલીને આરામ આપ્યો છે. જોકે હૈદર અલી, ખુશદિલ શાહ અને મોહમ્મદ નવાઝમાંથી કોઈકને આજે રમવા મળી શકશે.
પાકિસ્તાન તાજેતરના ટી૨૦ વર્લ્ડ કપમાં સેમી ફાઇનલ સુધી પહોંચ્યું હોવાથી પોતાની તાકાતનો પરચો બંગલા દેશને કરાવવા ઉત્સુક હશે, જ્યારે બંગલા દેશ વર્લ્ડ કપની પાંચેપાંચ મૅચ હાર્યું હોવાથી આ સિરીઝમાં પાકિસ્તાનને હરાવીને પોતાની આબરૂ પાછી મેળવવાનો પ્રયત્ન કરશે. ઘરઆંગણે બંગલાદેશીઓ સારું એવું પ્રભુત્વ જમાવી શકતા હોવાથી બાબર આઝમની ટીમ એનાથી જરૂર ચેતશે. જોકે બાબર ઉપરાંત મોહમ્મદ રિઝવાન અને ફખર ઝમાનની બૅટિંગથી બંગલાદેશી બોલરોએ ખાસ ચેતવું પડશે.
બંગલા દેશ છેલ્લે ઘરઆંગણે (૨૦૧૫માં અને ૨૦૧૬માં) પાકિસ્તાન સામેની બન્ને ટી૨૦ જીત્યું હતું. બંગલા દેશનો કૅપ્ટન-બૅટર મહમુદુલ્લાને ટી૨૦ ઇન્ટરનૅશનલમાં ૨૦૦૦ રન પૂરા કરનાર પ્રથમ બંગલાદેશી બનવા માટે માત્ર ૬૦ રનની જરૂર છે.
Photo - પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ ડેબ્યુ પછીનાં પોણાચાર વર્ષમાં ૬૧માંથી ૨૦ ઇનિંગ્સની પહેલી ઓવરમાં એક કે એનાથી વધુ વિકેટ લીધી છે.

19 November, 2021 06:53 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

જોગેશ્વરીના અજાઝના છે ૨૦ કઝિન્સ : ફૅમિલીના વૉટ્સઍપ-ગ્રુપમાં મચી ધમાલ

અજાઝ પટેલનો જન્મ અને ઉછેર મુંબઈના જોગેશ્વરીમાં થયો હતો

05 December, 2021 02:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

બપોરે અજાઝે રચ્યો ઇતિહાસ, સાંજે કિવીઓનો થયો રકાસ

કિવી સ્પિનર ભારતના દાવની તમામ ૧૦ વિકેટ લઈને રેકૉર્ડ-બુકમાં આવી ગયો, પણ ન્યુ ઝીલૅન્ડ ફક્ત ૬૨ રનમાં ખખડી ગયું : ભારત આજે જ જીતી શકે

05 December, 2021 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ભારતીયો સાઉથ આફ્રિકા અઠવાડિયું મોડા જશે, માત્ર ટેસ્ટ અને વન-ડે શ્રેણી રમશે

સાઉથ આફ્રિકામાં ઓમાઇક્રોન વેરિઅન્ટથી દહેશત ફેલાઈ છે

05 December, 2021 01:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK