° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


ટ્રેવિસ બન્યો તારણહાર

15 January, 2022 03:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

કોવિડ-મુક્ત બૅટરની સેન્ચુરીથી ઑસ્ટ્રેલિયાનો સ્કોર ૧૨/૩થી ૨૪૧/૬ ઉપર પહોંચ્યો : જોકે છેલ્લા સેશનમાં મેઘરાજાએ બ્રિટિશરોની બધી મજા બગાડી

ગઈ કાલે હોબાર્ટમાં ચોથી ટેસ્ટ-સદી પૂરી કર્યા પછી કૅમેરન ગ્રીનના અભિનંદન મેળવતો ટ્રેવિસ હેડ.  (તસવીર : એ.એફ.પી.)

ગઈ કાલે હોબાર્ટમાં ચોથી ટેસ્ટ-સદી પૂરી કર્યા પછી કૅમેરન ગ્રીનના અભિનંદન મેળવતો ટ્રેવિસ હેડ. (તસવીર : એ.એફ.પી.)

ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં પહેલી ત્રણેય ઍશિઝ ટેસ્ટ હારી ગયા પછી ચોથી મૅચમાં કાંગારૂઓને ૧૦મી વિકેટથી વંચિત રાખીને મૅચ ડ્રૉ કરાવી ત્યાર પછી ગઈ કાલે હોબાર્ટમાં જો રૂટના સુકાનમાં ઇંગ્લિશ ટીમે યજમાનોને બૅટિંગ આપ્યા પછી સીમિત રાખ્યા બાદ ટ્રેવિસ હેડની શાનદાર સદી છતાં તેમના પૂંછડિયા ખેલાડીઓને પણ વહેલા પૅવિલિયન ભેગા કરવાની તક મેળવી હતી, પરંતુ ૬૦મી ઓવરમાં વરસાદ શરૂ થઈ જતાં પછીથી રમત થઈ જ નહોતી શકી. પહેલા દિવસની રમત અટકાવી દેવામાં આવી ત્યારે યજમાન ટીમનો સ્કોર ૬ વિકેટે ૨૪૧ રન હતો. વિકેટકીપર ઍલેક્સ કૅરી (૧૦) અને મિચલ સ્ટાર્ક (૦) રમી રહ્યા હતા.
કોવિડ-મુક્ત ટ્રેવિસની સેન્ચુરી
કોવિડ-19ની બીમારીમાંથી બહાર આવેલો ટ્રેવિસ હેડ (૧૦૧ રન, ૧૧૩ બૉલ, ૧૨ ફોર) તેમ જ કૅમેરન ગ્રીન (૭૪ રન, ૧૦૯ બૉલ, ૮ ફોર) અને માર્નસ લબુશેન (૪૪ રન, ૫૩ બૉલ, ૯ ફોર) ગઈ કાલના સ્ટાર-બૅટર્સ હતા. ટ્રેવિસે ચોથી સદી ફટકારી હતી. જોકે ટ્રેવિસ અને ગ્રીન વચ્ચે ૧૬૦ બૉલમાં બનેલી ૧૨૧ રનની ભાગીદારી ૨૦૪ રનના કુલ સ્કોર પર તૂટી હતી. પેસ બોલર ક્રિસ વૉક્સે એ પાર્ટનરશિપ તોડી એ ઑસ્ટ્રેલિયાની પાંચમી વિકેટ હતી અને પછી ૨૩૬ રનના સ્કોર પર કૅમેરન ગ્રીન પણ આઉટ થતાં બ્રિટિશરોને પૂંછડિયાઓની વહેલાસર વિકેટ લઈને બૅટિંગ શરૂ કરવાની આશા હતી, પરંતુ વરસાદ શરૂ થઈ જતાં છેક સુધી તેમની મનની મનમાં રહી ગઈ હતી.
ઑસ્ટ્રેલિયાએ પહેલી ત્રણ વિકેટ ફક્ત ૧૨ રનમાં ગુમાવી દીધી હતી. એમાં આઉટ થનારાઓમાં વૉર્નર, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથનો સમાવેશ હતો.
ખ્વાજા માત્ર ૬ રનમાં આઉટ
ગઈ કાલે સ્ટુઅર્ટ બ્રૉડ અને રૉબિન્સને બે-બે વિકેટ લીધી હતી. આગલી મૅચના બન્ને દાવમાં સેન્ચુરી ફટકારનાર ઉસ્માન ખ્વાજાને ગઈ કાલે ઓપનિંગમાં મોકલવામાં આવ્યો હતો અને ફક્ત ૬ રન બનાવીને બ્રૉડના બૉલમાં કૅચઆઉટ થઈ ગયો હતો. ખ્વાજા અગાઉ ભાગ્યે જ ઓપનિંગમાં રમ્યો હતો.

22
ડેવિડ વૉર્નર ગઈ કાલે આટલા બૉલ રમ્યા બાદ શૂન્ય પર જ આઉટ થઈ ગયો હતો.

15 January, 2022 03:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

સ્મૃતિ મંધાના બીજી વાર બની મહિલા ક્રિકેટર ઑફ ધ યર

પુરુષોમાં પાકિસ્તાનના પેસ બોલર શાહીન શાહ આફ્રિદીએ બાજી મારી, બાબર આઝમ વન-ડે અને જો રુટ ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર જાહેર

25 January, 2022 03:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

પુત્રી વામિકાના ફોટોને લીધે વિરાટ થયો નારાજ

મારી દીકરીના ફોટો ગઈ કાલે સ્ટેડિયમમાં પાડી લેવામાં આવ્યા છે અને એને સોશ્યલ મીડિયામાં મોટા પ્રમાણમાં શૅર કરવામાં આવી રહ્યા છે. અમે બધાને જણાવવા માગીએ છીએ કે અમે ઊંઘતાં ઝડપાઈ ગયાં છીએ.’

25 January, 2022 03:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

હાર્દિક અને જાડેજાની ગેરહાજરીને લીધે વન-ડે ટીમના બૅલૅન્સમાં થઈ ગરબડ

વન-ડે સિરીઝમાં વાઇટવૉશ બાદ કોચ દ્રવિડની કબૂલાત, જોકે તેમણે નવા કૅપ્ટન રાહુલ અને યુવા ખેલાડીઓ શાર્દુલ ઠાકુર તથા દીપક ચાહરની ભારે પ્રશંસા કરી

25 January, 2022 03:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK