Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સચિનની કરીઅરને આજે ૨૩ વર્ષ પૂરાં : કેવું રહેશે નવું વર્ષ?

સચિનની કરીઅરને આજે ૨૩ વર્ષ પૂરાં : કેવું રહેશે નવું વર્ષ?

13 November, 2012 06:12 PM IST |

સચિનની કરીઅરને આજે ૨૩ વર્ષ પૂરાં : કેવું રહેશે નવું વર્ષ?

સચિનની કરીઅરને આજે ૨૩ વર્ષ પૂરાં : કેવું રહેશે નવું વર્ષ?






અમદાવાદ: ૩૯ વર્ષનો સચિન તેન્ડુલકર આજે ઇન્ટરનૅશનલ કરીઅરના ૨૩ વર્ષ પૂરા કરીને આવતી કાલે ૨૪મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે.


આવતી કાલે અમદાવાદમાં મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમમાં ભારતની ઇંગ્લૅન્ડ સામે પ્રથમ ટેસ્ટમૅચ (સ્ટાર ક્રિકેટ પર સવારે ૯.૩૦) શરૂ થઈ રહી છે. ચાર મૅચની આ સિરીઝની બીજી મૅચ મુંબઈમાં, ત્રીજી કલકત્તામાં અને ચોથી નાગપુરમાં રમાશે.


લિટલ ચૅમ્પિયન ૧૫ નવેમ્બર ૧૯૮૯ના દિવસે કરાચીમાં પ્રથમ ટેસ્ટમૅચ રમ્યો હતો. પાકિસ્તાન સામેની એ મૅચ પછી તેણે વન-ડે કરીઅર એ જ વર્ષની ૧૮ ડિસેમ્બરે શરૂ કરી હતી. તે ૨૩ વર્ષમાં ૧૯૦ ટેસ્ટ અને ૪૬૩ વન-ડે રમ્યો છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં સચિને ૮ ટેસ્ટમૅચમાં ૬૨૯ રન બનાવ્યા છે જે રાહુલ દ્રવિડના ૭૭૧ રન પછી બીજા સ્થાને છે. આ સ્થળે તેણે ત્રણ સદી ફટકારી છે અને ૪૫.૦૦ની તેની બૅટિંગઍવરેજ છે.

માસ્ટર બ્લાસ્ટરની છેલ્લી ૧૦ ટેસ્ટઇનિંગ્સમાં માત્ર એક હાફ સેન્ચુરી છે જે એણે જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયા સામેની સિડનીટેસ્ટમાં ફટકારી હતી. જોકે અમદાવાદમાં તેનો રેકૉર્ડ જોતાં તેને ફરી ફૉર્મમાં આવવાની સારી તક છે.

ઇશાન્ત ડાઉટફુલ : ડિન્ડાને તેડું, પરંતુ તેના રમવા વિશે શંકા

આવતી કાલે શરૂ થતી પ્રથમ ટેસ્ટમૅચ પહેલાં જ પેસબોલર ઇશાન્ત શર્માના એમાં રમવા વિશે શંકા સેવાઈ રહી છે. ગઈ કાલે તેને ખૂબ તાવ હતો. ટીમ-મૅનેજમેન્ટે રણજી ટ્રોફીમાં રમી રહેલા અશોક ડિન્ડાને અમદાવાદ બોલાવી લીધો છે. જોકે ટીમ-મૅનેજમેન્ટ બે સ્પિનરોને લેવા વિચારતું હોવાથી કદાચ બે પેસબોલરો ઝહીર ખાન અને ઉમેશ યાદવથી ચલાવી લેશે.

ભારત-ઇંગ્લૅન્ડની નંબર-ગેમ



ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આટલી ટેસ્ટ રમાઈ છે. ૨૦૦૧ની એ ટેસ્ટ ડ્રૉ થઈ હતી



રવિચન્દ્રન અશ્વિન આટલી વિકેટ લેશે એટલે કરીઅરમાં સૌથી ઝડપે ૫૦ ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય બોલર બનશે. ૮ ટેસ્ટમાં તેની ૪૯ વિકેટ છે



મહેન્દ્ર સિંહ ધોની વિકેટની પાછળ આટલા શિકાર કરશે એટલે ભારતમાં કુલ શિકારની સેન્ચુરી પૂરી કરશે. એ સાથે તે આવા અનોખા સદીકર્તાઓમાં સૈયદ કિરમાણી પછી બીજા નંબરે આવશે. કિરમાણીએ ભારતમાં ૪૮ ટેસ્ટમાં ૮૯ કૅચ પકડ્યા હતા અને ૧૯ સફળ સ્ટમ્પિંગ કરી હતી



ભારતમાં આ પહેલાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે આટલા વષોર્ પહેલાં ટેસ્ટસિરીઝ રમાઈ હતી. ડિસેમ્બર ૨૦૦૮ની એ શ્રેણી ભારતે ૧-૦થી જીતી લીધી હતી

૧૧

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આટલી ટેસ્ટમૅચ રમાઈ છે જેમાંથી ત્રણમાં ભારતનો અને બેમાં વિદેશી ટીમનો વિજય થયો છે. ૬ ટેસ્ટ ડ્રૉ રહી છે

૧૦૩

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે આટલી ટેસ્ટ રમાઈ છે જેમાંથી ૧૯ ભારતે અને ૩૮ ઇંગ્લૅન્ડે જીતી છે. ૪૬ ટેસ્ટ ડ્રૉ થઈ છે

૭૧૦

બન્ને દેશો વચ્ચેની ટેસ્ટમાં ઇંગ્લૅન્ડનું ગયા વર્ષની બર્મિંગહૅમનું આટલું ટોટલ સવોર્ચ્ચ છે. આ રન એણે ૭ વિકેટના ભોગે બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. આ દેશ સામે ૬૬૪ રન ભારતનો હાઇએસ્ટ સ્કોર છે

પૂરક માહિતી - અનંત ગવંડળકર
Whatsapp-channel Whatsapp-channel

13 November, 2012 06:12 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK