Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટીમ ઇન્ડિયા આજે જમશે હાર્દિકે નક્કી કરેલું મેનુ

ટીમ ઇન્ડિયા આજે જમશે હાર્દિકે નક્કી કરેલું મેનુ

15 June, 2022 08:15 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

હા, આઇપીએલમાં ગુજરાતની ટીમ જીત્યા પછી ટીમ ઇન્ડિયાએ ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યા પાસે પાર્ટી માગતાં ભારતીય ટીમ માટે આજે હાર્દિકે ખાસ ગુજરાતી-કાઠિયાવાડી ફૂડનું મેનુ ડિઝાઇન કરાવ્યું છે

રાજકોટની હોટેલમાં ટીમ ઇન્ડિયાને આવકારવા માટેની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે.

રાજકોટની હોટેલમાં ટીમ ઇન્ડિયાને આવકારવા માટેની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે.


રાજકોટ : શુક્રવારે રમાનારી સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ મૅચ માટે આજે રાજકોટ આવતી ભારતીય ટીમ ટ્રેડિશનલ ગુજરાતી અને કાઠિયાવાડી ફૂડ જમવાની છે. ટીમ ઇન્ડિયાની નેટ-પ્રૅક્ટિસ આવતી કાલે હોવાથી આ મેન્યુ તેમને માટે ભારે પડશે નહીં. ગુજરાતી અને કાઠિયાવાડી આઇટમનું આજનું મેનુ ટીમ ઇન્ડિયાના પ્લેયર હાર્દિક પંડ્યાની ફરમાઈશ પર બનવાનું છે. એમાં બન્યું એવું કે આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ પહેલી જ વારમાં વિનર બનતાં ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યા પાસે ટીમના પ્લેયર્સ પાર્ટી માગતા હતા અને એ પાર્ટીના ભાગરૂપે ગુજરાતી-કાઠિયાવાડી મેનુ બનાવવામાં આવશે.
    આજે સાંજે રાજકોટ પહોંચનારી ટીમ ઇન્ડિયા માટે ગુજરાતી અને કાઠિયાવાડી મેનુ સાથે રાજસ્થાની મેનુ પણ બનશે. આજના ડિનરમાં ટીમ ઇન્ડિયાને ઘેવર-રબડી, શાકમાં કૈર સાંગરી અને દાલબાટી સાથે કાઠિયાવાડી ખીચડી-કઢી, છાલવાળા બટાટાના શાક સહિતની આઇટમ પીરસવામાં આવશે, તો આવતી કાલના બ્રેકફાસ્ટમાં ટીમ ઇન્ડિયા ગુજરાતની ઓળખ એવા ગાંઠિયા-જલેબી ખાશે. લંચમાં ટીમ ઇન્ડિયા માટે અનેક વરાઇટી સાથે ઢોકળીનું શાક, વઘારેલો રોટલો અને દહીં તિખારી હશે, તો સાંજે ઘૂઘરા પીરસવામાં આવશે. ઘૂઘરામાં પણ જામનગરી, રાજકોટના અને ધોરાજીના એમ ત્રણ વરાઇટી હશે.
સર્કલઃ
કોરોનાના વધતા કેસ વચ્ચે પ્લેયર્સને કોરોના ન આવે એ માટે હોટેલથી લઈને ટ્રાન્સપોર્ટ અને સ્ટેડિયમના સ્ટાફની એક નહીં, બબ્બે કોરોના-ટેસ્ટ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2022 08:15 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK