° °

આજનું ઇ-પેપર
Thursday, 08 December, 2022


હેટમાયર બે વખત ફ્લાઇટ ચૂક્યો એટલે વર્લ્ડ કપની ટીમમાંથી આઉટ

05 October, 2022 11:29 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેના સ્થાને ૧૧ ટી૨૦ ઇન્ટરનૅશનલ્સના અનુભવી શમાર બ્રુક્સને ટીમમાં સમાવવામાં આવ્યો છે.

વર્લ્ડ કપની ટીમમાં હેટમાયરના સ્થાને શમાર બ્રુક્સનો સમાવેશ કરાયો છે. T20 World Cup

વર્લ્ડ કપની ટીમમાં હેટમાયરના સ્થાને શમાર બ્રુક્સનો સમાવેશ કરાયો છે.

વેસ્ટ ઇન્ડીઝના પચીસ વર્ષના લેફ્ટ-હૅન્ડ બૅટર શિમરન હેટમાયરે ગયા વર્ષે રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપમાં કૅરિબિયન બૅટર્સમાં સૌથી વધુ ૧૨૭ રન બનાવ્યા હતા, પરંતુ તેની કમનસીબી કહો કે તેની મોટી ભૂલ કહો, તેણે આ મહિને ઑસ્ટ્રેલિયામાં રમાનારો ટી૨૦ વર્લ્ડ કપ ગુમાવવાનો વારો આવ્યો છે. તેણે ઑસ્ટ્રેલિયા જતી ફ્લાઇટ માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમ સાથે જોડાવાનું હતું, પરંતુ તે ચૂકી જતાં તેને વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરી નાખવામાં આવ્યો છે. તેના સ્થાને ૧૧ ટી૨૦ ઇન્ટરનૅશનલ્સના અનુભવી શમાર બ્રુક્સને ટીમમાં સમાવવામાં આવ્યો છે.

તેણે પહેલી ઑક્ટોબરે વેસ્ટ ઇન્ડીઝની ટીમ સાથે ઑસ્ટ્રેલિયા જવાનું હતું, પરંતુ સાથીઓ સાથે ઍરપોર્ટ પર પહોંચવાને બદલે તેણે ક્રિકેટ બોર્ડને વિનંતી કરી કે અંગત કારણસર તે આ ફ્લાઇટમાં જઈ શકશે નહીં. તેને માટે ટીમ-મૅનેજરે બે દિવસ પછી (૩ ઑક્ટોબર)ની ગયાનાથી ન્યુ યૉર્ક થઈને ઑસ્ટ્રેલિયા પહોંચતી ફ્લાઇટ બુક કરાવી હતી, પણ હેટમાયર એ ફ્લાઇટ પણ ચૂકી ગયો એટલે ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપની ટીમમાંથી તેનું નામ જ કાઢી નાખ્યું છે. 

ઑસ્ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્ડ કપ ૧૬ ઑક્ટોબરે શરૂ થવાનો છે, પરંતુ એ પહેલાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ઑસ્ટ્રેલિયામાં બે ટી૨૦ રમશે. પાંચમી ઑક્ટોબરની એ પહેલી ટી૨૦ પહેલાં કૅરિબિયન ટીમ ૩ ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા પહોંચી જશે, પરંતુ શિમરન હેટમાયર ત્રણ દિવસમાં બે વખત ફ્લાઇટ મિસ કરી જતાં પાંચમી ઑક્ટોબરની મૅચ રમવા માટે ઉપલબ્ધ ન હોવાથી તેને ટીમમાંથી કાઢી નાખવામાં આવ્યો છે.

203
કૅરિબિયન બૅટર શમાર બ્રુક્સે છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં કુલ આટલા રન બનાવ્યા છે જેમાં કૅરિબિયન પ્રીમિયર લીગમાં ફટકારેલી અણનમ સદીનો પણ સમાવેશ છે.

05 October, 2022 11:29 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

ત્રણ ભારતીય ક્રિકેટર્સે એક જ દિવસે ઊજવ્યો બર્થ-ડે

ગઈ કાલે ભારતના ત્રણ વર્તમાન ક્રિકેટરોનો જન્મદિન હતો

07 December, 2022 03:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ભારત આજે બંગલાદેશને સતત બીજી સિરીઝ જીતતાં રોકી શકશે?

રવિવારે બંગલાદેશે ભારત સામે યાદગાર વિજય મેળવ્યો હતો

07 December, 2022 03:05 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK