Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાઉથ આફ્રિકા સામે માત્ર ૧ રને હારી યંગેસ્ટ ટીમ નેપાલ

સાઉથ આફ્રિકા સામે માત્ર ૧ રને હારી યંગેસ્ટ ટીમ નેપાલ

16 June, 2024 08:22 AM IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ આફ્રિકાએ નેપાલને ૭ વિકેટે ૧૧૪ રન જ બનાવવા દીધા અને ૧ રને રોમાંચક વિજય મેળવ્યો હતો

સાઉથ આફ્રિકાએ ગ્રુપ Dમાં ૮ પૉઇન્ટ સાથે પોતાનું નંબર વનનું સ્થાન મજબૂત કર્યું છે

T20 World Cup

સાઉથ આફ્રિકાએ ગ્રુપ Dમાં ૮ પૉઇન્ટ સાથે પોતાનું નંબર વનનું સ્થાન મજબૂત કર્યું છે


સાઉથ આફ્રિકા અને નેપાલ વચ્ચે રમાયેલી મૅચને T20 વર્લ્ડ કપ 2024ની સૌથી રોમાંચક મૅચના લિસ્ટમાં રાખવામાં આવે તો ખોટું નહીં કહેવાય. મૅચ પહેલાં કોને આશા હતી કે નેપાલ જેવી ટીમ સાઉથ આફ્રિકા જેવી દમદાર ટીમ સામે જીતવા માટે તમામ પ્રયાસ કરી છૂટશે? T20 વર્લ્ડ કપ 2024માં ઍવરેજ ૨૩.૬ની ઉંમર સાથે સૌથી યંગેસ્ટ ટીમ ધરાવતા નેપાલે ઑલરાઉન્ડ પ્રદર્શન કરીને સાઉથ આફ્રિકાની ટીમને ૨૦ ઓવરમાં ૭ વિકેટે માત્ર ૧૧૫ રન બનાવવા દીધા હતા, પરંતુ સાઉથ આફ્રિકાએ નેપાલને ૭ વિકેટે ૧૧૪ રન જ બનાવવા દીધા અને ૧ રને રોમાંચક વિજય મેળવ્યો હતો.


અંતિમ બૉલમાં નેપાલને જીતવા માટે બે રનની જરૂર હતી ત્યારે ડૉટ બૉલમાં નેપાલી બૅટરે એક રન લઈને મૅચ ટાઇ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ વિકેટકીપર ક્વિન્ટન ડીકૉકે નૉનસ્ટ્રાઇકર એન્ડ પર કરેલા થ્રોની મદદથી હેન્રિક ક્લાસેને બૅટરને રનઆઉટ કરીને મોટો અપસેટ સર્જતાં રોક્યો હતો. નેપાલની ટીમ સુપર-એઇટની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તેઓ હવે ૧૭ જૂને બંગલાદેશ સામે અંતિમ મૅચ રમશે.



સાઉથ આફ્રિકાએ ગ્રુપ Dમાં ૮ પૉઇન્ટ સાથે પોતાનું નંબર વનનું સ્થાન મજબૂત કર્યું છે. નંબર ટૂના સ્થાન માટે બંગલાદેશ (૪ પૉઇન્ટ) અને નેધરલૅન્ડ્સ (બે પૉઇન્ટ) વચ્ચે ટક્કર જોવા મળશે. 


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2024 08:22 AM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK