સૌરભે મૅચ બાદ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું
ફાઇલ તસવીર
પોતાની બોલિંગથી ભારતના દિગ્ગજ બૅટ્સમેનોને પરેશાન કર્યા બાદ ડાબોડી અમેરિકન ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવળકર મુંબઈના તેના જૂના સાથી રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને મળીને ખુશ હતો. સૌરભે ૨૦૧૦ અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ઉપરાંત સૂર્યકુમાર સાથે મુંબઈની ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રતિનિધિત્વ પણ કર્યું છે.
સૌરભે મૅચ બાદ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું તેમને એક દાયકાથી વધુ સમય પછી મળ્યો. અમને જૂના દિવસો યાદ આવી રહ્યા હતા, કારણ કે અમે બાળપણથી જ અન્ડર-15, અન્ડર-17માં સાથે રમતા હતા. એવું લાગ્યું કે અમે જ્યાંથી છોડી દીધું હતું ત્યાંથી આગળ વધી રહ્યા છીએ. અમે એ સમયના જોક્સ, કૅઝ્યુઅલ વાતચીત અને ડ્રેસિંગ રૂમની મજાક વિશે વાત કરી રહ્યા હતા. મૅચ પછી મેં રોહિત સાથે પણ વાત કરી, તે મુંબઈમાં મારો સિનિયર હતો. હું તેની સાથે રમ્યો છું. હું વિરાટ સાથે વધારે ક્રિકેટ નથી રમ્યો, પરંતુ તેણે અમારા પ્રયાસોની પ્રશંસા કરી.’

