Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 World Cup 2024: ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાનની જીતે વધારી ભારતની મુશ્કેલીઓ!

T20 World Cup 2024: ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાનની જીતે વધારી ભારતની મુશ્કેલીઓ!

23 June, 2024 02:40 PM IST | Antigua
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

T20 World Cup 2024: વર્લ્ડકપમાં સેમિફાઈનલ સુધી પહોંચવાના સમીકરણ છે કંઈક આવા, જાણી લો તમે પણ

ઓસ્ટ્રેલિયા અને ભારતીય ટીમની ફાઇલ તસવીર

T20 World Cup

ઓસ્ટ્રેલિયા અને ભારતીય ટીમની ફાઇલ તસવીર


વેસ્ટ ઇન્ડિઝ (West Indies) માં ચાલી રહેલા ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ (T20 World Cup 2024) માં ધમાકેદાર સુપર-૮ (Super 8) ના મુકાબલા ચાલી રહ્યા છે. T-20 વર્લ્ડ કપના સુપર-૮માં આજે સવારે અફઘાનિસ્તાન (Afghanistan) એ ઓસ્ટ્રેલિયા (Australia) ને ૨૧ રને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. હવે સુપર-૮ના ગ્રુપ A (Group A) માં સેમીફાઈનલ (T20 World Cup 2024 Semi Finals) ની લડાઈ ઘણી રસપ્રદ બની ગઈ છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ (Indian Cricket Team) ગ્રુપ Aમાં બંને મેચ જીતીને ટોપ પર છે, પરંતુ હવે અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઈનલમાં પહોંચવાની લડાઈ રસપ્રદ બનાવી છે. એક તરફ ભારતીય ટીમ બંને મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચવાની અણી પર હતી, પરંતુ અફઘાનિસ્તાનની જીતે ભારતના સમીકરણને વળાંક આપી દીધો છે.


ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં એક તરફ ભારતીય ટીમ પોતાની બંને મેચ જીતીને સેમીફાઈનલની નજીક છે તો બીજી તરફ અફઘાનિસ્તાનની જીતે ઓસ્ટ્રેલિયાનું સમીકરણ બગાડી દીધું છે. હવે ગ્રુપ Aમાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા એક-એક જીત સાથે બરાબરી પર છે. ઓસ્ટ્રેલિયાની આગામી મેચ ભારત સાથે જ્યારે અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશ (Bangladesh) સાથે રમશે.



હવે જો ઓસ્ટ્રેલિયા ભારત (Australia vs India) સામે હારી જશે અને અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશ (Afghanistan vs Bangladesh) સામે જીતશે તો અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પહોંચી જશે. આ સાથે જ જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારે છે અને બાંગ્લાદેશ અફઘાનિસ્તાનને હરાવશે તો ઓસ્ટ્રેલિયન ટીમ સેમિફાઇનલમાં પહોંચી જશે.


ઓસ્ટ્રેલિયાની હારથી ભારતને પણ નુકસાન થઈ શકે છે. વાસ્તવમાં, જો ભારતીય ટીમ તેની આગામી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી જાય છે, તો ભારતના ૪ પોઈન્ટ થઈ જશે અને ઓસ્ટ્રેલિયાના પણ ૪ પોઈન્ટ થઈ જશે. બીજી તરફ જો અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશ સામેની આગામી મેચ જીતી જાય છે તો ત્રણેય ટીમોના પોઈન્ટ ૪-૪ થઈ જશે. આવી સ્થિતિમાં જે ટીમનો રન રેટ વધુ સારો હશે તે સેમિફાઇનલમાં પહોંચશે. ફક્ત તે જ ટીમ ટોચ પર પહોંચી શકશે જેનો રન રેટ અન્ય બે ટીમો કરતા સારો હશે. જો કે, ભારતનો નેટ રન રેટ હાલમાં +2425 છે, જે અન્ય ટીમો કરતા ઘણો સારો છે. પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે, આવી સ્થિતિમાં અહીં કંઈ પણ થઈ શકે છે. જો ઓસ્ટ્રેલિયા ભારત સામે મોટી જીત મેળવવામાં સફળ રહે છે તો ટીમ ઈન્ડિયાનું સમીકરણ બગડી શકે છે, જો કે રન રેટના સંદર્ભમાં તેવું થવાની આશા બહુ ઓછી છે.

ખરેખર, આ વખતે સેમિ-ફાઇનલ ૧ રમી રહેલી ટીમ માટે જ અનામત દિવસ (Reserve Day) છે. જો ભારતીય ટીમ પોતાના ગ્રૂપમાં નંબર વન નહીં રહે તો ભારતીય ટીમે બીજી સેમીફાઈનલ રમવી પડશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ - આઈસીસી (International Cricket Council - ICC) એ બીજી સેમીફાઈનલ માટે કોઈ અનામત દિવસ રાખ્યો નથી. આવી સ્થિતિમાં, જો બીજી સેમિફાઇનલ મેચ વરસાદને કારણે રદ થાય છે, તો સુપર 8માં તેના ગ્રુપમાં ટોચની ટીમ ફાઇનલ રમશે. આ કારણે તમામ ટીમો માટે સુપર 8માં ટોચ પર રહેવું મહત્વપૂર્ણ છે.


હવે સમય જ કહેશે કે, ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં આગળ શું થાય છે!

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2024 02:40 PM IST | Antigua | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK