Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અર્શદીપ કેમ વર્લ્ડ કપની ટીમમાં? અશ્વિનનો નંબર કેમ લાગી ગયો?

અર્શદીપ કેમ વર્લ્ડ કપની ટીમમાં? અશ્વિનનો નંબર કેમ લાગી ગયો?

16 September, 2022 12:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અર્શદીપ સિંહને ભારતના પરાજયવાળી છેલ્લી બે ઓવરે બનાવ્યો સિલેક્ટરોનો ફેવરિટઃ બુમરાહ, ભુવી, હર્ષલ, હાર્દિકમાંથી કોઈને ઈજા થશે તો શમી અથવા ચાહરને મોકો

અર્શદીપ સિંહ અને આર. અશ્વિન T20 World Cup

અર્શદીપ સિંહ અને આર. અશ્વિન


મંગળવારે ૨૦ સપ્ટેમ્બરે ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામે ટી૨૦ સિરીઝ રમાયા પછી ૨૮ સપ્ટેમ્બરથી સાઉથ આફ્રિકા સામેના મુકાબલા શરૂ થશે અને ત્યાર બાદ ભારતીય ટીમ ૧૬ ઑક્ટોબરે શરૂ થનારા ટી૨૦ વર્લ્ડ કપ માટે ઑસ્ટ્રેલિયા જવા રવાના થશે, જેમાં મોટા ભાગના અનુભવી ખેલાડીઓમાં ટૉક ઑફ ધ ટાઉન પેસ બોલર અર્શદીપ સિંહનો પણ સમાવેશ હશે.

૧૫ ખેલાડીઓની ટીમમાં પેસ બોલર્સમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને ચોથા બોલર તરીકે હાર્દિક પંડ્યા સામેલ છે. બૅક-અપ ફાસ્ટ બોલર તરીકે સિલેક્ટરોએ અર્શદીપ સિંહને મુખ્ય ટીમમાં સમાવ્યો છે અને મોહમ્મદ શમી તથા દીપક ચાહરને સ્ટૅન્ડ-બાયમાં રાખ્યા છે. મુખ્ય ફાસ્ટ બોલર્સમાંથી જો કોઈને ઈજા થશે અને નહીં રમી શકે તો શમી અથવા ચાહરમાંથી કોઈનો નંબર લાગી શકશે.



અર્શદીપને સિલેક્ટરોએ પસંદ કરવા જતાં અવેશ ખાનને પણ બાજુએ રાખવાનું પસંદ કર્યું છે. કહેવાય છે કે તાજેતરના એશિયા કપમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મૅચ ભારત હારી ગયું હતું, પરંતુ એ બન્ને મૅચમાં અર્શદીપ સિંહે ૨૦મી ઓવરમાં જે ટેમ્પરામેન્ટ બતાવ્યું અને મગજ શાંત રાખીને પ્રેશરનો સામનો કર્યો એનાથી કૅપ્ટન રોહિત શર્મા જ નહીં, સિલેક્ટરો પણ ખુશ થયા હતા અને અર્શદીપને વર્લ્ડ કપમાં પણ રમાડવાનું નક્કી કર્યું હતું. બીજું, છેલ્લી ઓવરની આ જવાબદારી માટે ભારતને બહુ ઓછા લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર મળ્યા છે અને અર્શદીપ એ જવાબદારી આગળ જતાં સારી રીતે સંભાળી શકે એમ છે એવું તેમને લાગ્યું છે.


ઑસ્ટ્રેલિયામાં છેલ્લાં થોડાં વર્ષો દરમ્યાન ટી૨૦ મુકાબલાઓમાં રિસ્ટ-સ્પિનર્સનું પ્રભુત્વ રહ્યું છે. સિલેક્ટરોએ બિશ્નોઈએ એશિયા કપમાં સારું પર્ફોર્મ કર્યું હોવા છતાં અનુભવી અશ્વિનને પસંદ કર્યો છે. સિલેક્ટરો અશ્વિનના ફિંગર-સ્પિન ઉપરાંત પાવરપ્લેમાં, મિડલ ઓવર્સમાં કે ડેથ ઓવર્સમાં તે જે રીતે અગ્રેસિવ અને ડિફેન્સિવ બનતો હોય છે એ તેમને ખૂબ ગમ્યું છે. 

અશ્વિન માટે આઇપીએલ સારી રહી હતી. તે કોઈ પણ સ્થિતિનો બહુ ઝડપથી અને સચોટ રીતે તાગ મેળવી લે છે. તેનો ઑસ્ટ્રેલિયામાંનો અનુભવ માત્ર તેને નહીં, આખી ટીમને કામ લાગશે. : ડૅનિયલ વેટોરી


7
અર્શદીપની પાકિસ્તાન તથા શ્રીલંકા સામેની ૨૦મી ઓવરમાં ફક્ત આટલા રન બની શક્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

16 September, 2022 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK