° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


કોહલી થર્ડ ઓપનર, પણ મારો પહેલો પાર્ટનર રાહુલ જ : રોહિત

19 September, 2022 11:44 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરના એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે કોહલી-રાહુલની જોડી ઓપનિંગમાં રમી હતી

કે એલ રાહુલ T20 World Cup

કે એલ રાહુલ

આવતી કાલે ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામે શરૂ થતી ત્રણ મૅચની ટી૨૦ સિરીઝ પહેલાં ભારતની ઓપનિંગ જોડી બાબતમાં થોડા દિવસમાં ઘણી ચર્ચા થઈ છે, પરંતુ કૅપ્ટન રોહિત શર્માએ ગઈ કાલે કરેલા ખુલાસા પછી હવે આ ચર્ચા બંધ થઈ જશે. તેણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ‘ઓપનિંગ માટે ઘણા વિકલ્પો હોય એ કોને ન ગમે? વિરાટ કોહલી ભારતનો ત્રીજો ઓપનિંગ બૅટર છે અને એ વિશે મેં અમુક મૅચોમાં તે ઓપનિંગમાં રમશે એવું કહ્યું છે, પરંતુ મારા ઓપનિંગ પાર્ટનર તરીકે પહેલી પસંદગી તો કે. એલ. રાહુલ જ છે અને તે જ મારી સાથે દાવની શરૂઆત કરશે. ટીમમાં કોનો શું રોલ હશે એ વિશે ટીમ-મૅનેજમેન્ટનો અભિગમ એકદમ સ્પષ્ટ છે.’

તાજેતરના એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે કોહલી-રાહુલની જોડી ઓપનિંગમાં રમી હતી. કોહલીએ ૬૧ બૉલમાં છ સિક્સર, ૧૨ ફોરની મદદથી અણનમ ૧૨૨ રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયા સામેની ટી૨૦ મૅચો ૨૦, ૨૩, ૨૫ તારીખે રમાશે.

19 September, 2022 11:44 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

કૅપ્ટન રહાણેએ યશસ્વીને મેદાન પરથી કાઢી મૂક્યો : જોકે વેસ્ટ ઝોન ચૅમ્પિયન

વિવાદમાં સપડાયેલા ડબલ સેન્ચુરિયન જૈસવાલને છેવટે મળ્યો મૅન ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ

26 September, 2022 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

News In Short: કુલદીપ યાદવની હૅટ-ટ્રિક, ઇન્ડિયા ‘એ’ સિરીઝ જીત્યું

કુલદીપ યાદવની હૅટ-ટ્રિક સહિતની કુલ ચાર વિકેટને કારણે વિદેશી ટીમ ૨૧૯ રન બનાવી શકી હતી

26 September, 2022 02:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

‘ડૉટર્સ ડે’ નિમિત્તે પુત્રી સારાને સચિનની હૃદયસ્પર્શી શુભેચ્છા

સારા બે ક્યુટ પેટ ડૉગ સાથે બેઠી હતી અને ડૅડી સાથે પરિવારમાં માણેલી ઘણી મીઠી વાતોને યાદ કરી હતી.

26 September, 2022 02:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK